Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

ભાદર,આજી અને ન્યારીમાં પાણીની પુષ્કળ આવક

Sat, August 1 2026

સિંચાઈ હસ્તકના ભાદર-૨ આજી-૨ અને લાલપરી ડેમ ફરી ઓવરફ્લો, મોરબીના મચ્છુ -૨ ડેમના ૧૨ દરવાજા ૧૦ ફૂટ ખોલાયા, સુરેન્દ્રનગરના નાયકા ધોળીધજા ડેમ છલકાયા

રાજકોટ જિલ્લામાં મોડીરાતથી મેઘરાજા ફરી મહેરબાન બન્યા છે. મોડીરાતથી ધીમીધારે શરૂ થયેલ વરસાદના કારણે જિલ્લા અને રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં પાણીની પુષ્કળ આવક શરૂ થઈ છે જેમાં રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા ભાદર-૧, આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં પાણીની પુષ્કળ આવક શરૂ થતાં રાજકોટવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી છે. સિચાઈ વિભાગના જણાવ્યા પ્રમાણે ભાદર -૧ડેમની આજી -૧ ની અને ન્યારી-૧માં પાણીની પુષ્કળ આવક શરૂ થતાં રાજકોટના પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે.

વરસાદના લીધે પાણીની આવક વધતા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલા ભાદર-૨ ડેમનો એક દરવાજો ૦.૧૫ મીટર ખોલવામાં આવ્યો છે. આ સાથે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તથા નીચેના અસરગ્રસ્ત ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના જારી કરવામાં આવી છે. જેમાં ધોરાજી ઉપલેટા અને કુતિયાણા તાલુકાના હેઠવાસમા આવતા ૨૪ થી વધુ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે ડેમની પૂર્ણ જળસપાટી ૫૩.૧ મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર ૫૨.૫ મીટર છે. ડેમમાં નીરની આવક તથા જાવક ૬૭૩ ક્યુસેક છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે

આજી-૨ ડેમના ત્રણ દરવાજા ખોલાયા

 વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટ તાલુકાના આજી-૨ ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે સવારે ૯.૫૪ કલાકે ડેમના ૦૩ દરવાજા ૦.૧૫ મીટર ખોલવામાં આવ્યા છે.  આ સાથે પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર, ઉકરડા ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળસપાટી ૭૩.૭૬ મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર ૭૨.૫ મીટર છે. ડેમમાં નીરની આવક અને જાવક ૮૪૦ ક્યુસેક છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો: ટાઇગર શ્રોફ સાથે ફિલ્મી ડેબ્યૂ કરશે એલ્વિશ યાદવ

લાલપરી ડેમ ૧૦૦ ટકા ભરાયો

વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટ તાલુકા પાસે આવેલો લાલપરી ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. ડેમ પૂર્ણ સપાટીએ ભરાય કે ડેમમાં જળસ્તર જાળવી રાખવા માટે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે.આ સાથે રાજકોટ તાલુકાના નવાગામ અને બેડી ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળસપાટી ૧૩૭.૪૬ મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર ૧૩૭.૧૬ મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો ૪.૬ ઘનમીટર છે. ડેમમાં નીરની આવક ૪૭૪ ક્યુસેક છે, અને જાવક છે,

મચ્છુ-૨ ડેમ ૧૨ દરવાજા ૧૦ ફૂટ ખોલાયા,૩૨ ગામ હાઈ એલર્ટ

મોરબી જિલ્લામાં આજ સવારથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે મચ્છુ નદી ગાંડીતૂર બની છે જેના કારણે મોરબી શહેરમાં આવેલ મચ્છુ-૨ ડેમ ફરી ઓવરફ્લો થતાં ડેમના ૧૨ દરવાજા ૧૦ ફૂટ ખોલવામાં આવ્યા છે જેના પગલે હેઠવાસના ૩૨ ગામોને હાઈએલર્ટ કરવામાં આવ્યા છે. મચ્છુ-૨ ડેમમાં ૧૪,૬૩૮ ક્યુસેક પાણીની ભારે આવક થઈ રહી હોઈ જળાશયની સપાટી નિયંત્રિત રાખવા અર્થે બપોરે ૧૨:૦૦ કલાકે ડેમના ૧૨ દરવાજા ૧૦ ફૂટ ખોલીને ૧૪,૦૫૮ ક્યુસેક પાણી મચ્છુ નદીના પટમાં છોડવામાં આવશે. જળસ્તરમાં તીવ્ર વધારો થવાની સંભાવનાને પગલે પૂર નિયંત્રણના ભાગરૂપે હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જૂના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જૂના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી શહેર અને વજેપર તેમજ માળિયા (મીં) તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મીં) અને રાસંગપર મળી કુલ ૩૨ ગામો/વિસ્તારો માટે અત્યંત સાવચેતીનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું.

ધોળીધજા નાયકા ડેમ ઓવરફ્લો

સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે સુરેન્દ્રનગરની જીવાદોરી સમાન ધોળીધજા અને નાયકા ડેમ ઓવરફ્લો થયા છે જેના કારણે સુરેન્દ્રનગર સીટી, વઢવાણ સીટી, જોરાવરનગર અને રતનપર સહિત આસપાસના નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારો જેવા કે મેમકા, ભડિયાદ, સાંકળી, ખમીસણા, નાના કેરાળા, નટવરગઢ, દોલાતપર, શિયાણી, રામરાજપર, પરનાળા અને જાંબુ ગામના તમામ નાગરિકોને એલર્ટ રહેવા જણાવાયું  છે.

Tags:

AbundantWaterAjiBhadarEcoFriendlyEnvironmentalAwarenessHydrologyNatureLoversNyariRiverConservationSustainableWaterWaterCrisisWaterInflowWaterManagementWaterResourcesWaterSupply

Share Article

Other Articles

Previous

પેટ્રોલિયમ મંત્રાલયે ગણિત સમજાવ્યું; યુધ્ધને લીધે લોકોને મુશ્કેલી પડવા દીધી નથી

Next

ટાઇગર શ્રોફ સાથે ફિલ્મી ડેબ્યૂ કરશે એલ્વિશ યાદવ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વિશેષ રાખડી કવર અને બોક્સનું અનાવરણ કર્યું
1 મિનિટute પહેલા
રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે તા. 02 ઓગસ્ટ ને રવિવારના રોજ યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલત્વી રખાયો
3 મિનિટutes પહેલા
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ITP જેવું ગંભીર રક્ત વિકાર ધરાવતી મહિલાનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, લાખો રૂપિયાની સારવાર મળી સંપૂર્ણપણે નિઃશુલ્ક
4 મિનિટutes પહેલા
ધુરંધરનું ફેમસ પાત્ર – જેલમાં સબડતા ઉઝેર બલોચના ની હત્યાનો પ્રયાસ!
8 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3379 Posts

Related Posts

Hand Care In Winter : શું શિયાળામાં તમારા હાથની ત્વચા થઈ જાય છે શુષ્ક ?? આ 6 ઉપાય અપનાવવાથી સમસ્યા થશે દૂર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હવે આ ઉમેદવારો તલાટીની પરીક્ષા નહિ આપી શકે, વાંચો કારણ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
મણીપુરમાં ફરી હિંસા, પોલીસ કમાન્ડો નું મોત: જિલ્લામાં કર્ફ્યુ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
રાજકોટમાં રાત્રે 12ના ટકોરે 2025નું ગ્રાન્ડ વેલકમ થશે: 12 સ્થળોએ થર્ટી ફર્સ્ટની પાર્ટી
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર