આવતીકાલે રાજકોટ બનશે રફીમય : ૪૦ કલાકારોનાં કાફલા સાથે એક અવિસ્મરણીય કાર્યક્રમ
રાજકોટ : કલા નગરી રાજકોટ શહેરમાં હેમુ ગઢવી હોલ ખાતે આર.ડી.ઇવેન્ટ્સ પરેશ પોપટ દ્વારા ૩૧’જુલાઈ શુક્રવારે રાત્રે ૮.૪૫ કલાકે મહાન ગાયક મોહમ્મદ રફી સાહેબની ૪૬’મી પુણ્યતિથિએ ફિર રફી શીર્ષકથી એક વિશેષ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે કાર્યક્રમ એક કદી વિસરી નહિ શકાય એવો બની રહેશે.આ કાર્યક્રમમાં રાજકોટનાં ઇતિહાસમાં પ્રથમ વખત ૪૦ જેટલાં કલાકારો એક સાથે સ્ટેજ ઉપર રજુ થઈ રહ્યા છે જે શહેર માટે એક અનેરૂ આકર્ષણ બની રહેશે.
મોહમ્મદ રફીનાં યાદગાર કર્ણપ્રિય ગીતો રજૂ કરવા માટે એક સાથે ૩ ખ્યાતનામ અને જગ વિખ્યાત વોઇસ ઓફ રફી ગાયકોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં જુગલ કિશોર (દિલ્હી),મીરન રોય (મુંબઈ) અને શોએબ અહેમદ (મુંબઈ) નો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે એમની સાથે એવી જ સુપ્રસિદ્ધ ગાયિકા શિફા અન્સારી (મુંબઇ) ને રજુ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં સ્કૂલમાં અને આસપાસ વડા પાઉં, સમોસા,ચિપ્સ પર પ્રતિબંધ
કાર્યક્રમની અન્ય વિશેષતાઓ માં વાદ્યવૃંદ માં ૮ વાયોલિન,૨ કિબોર્ડ,૨ ગિટાર,ઉપરાંત સેક્સોફોન,ડ્રમ સેટ,ઓક્ટોપેડ,તુંબા,કોંગો,તબલાં,ઢોલક અને સાઈડ રિધમ વગેરેને એક સાથે પરફોર્મ કરતાં નિહાળવા એક લ્હાવો બની રહેશે. કાર્યક્રમની વધુ વિગતો મો.નં.૯૭૨૪૪ ૮૧૦૧૦ ઉપરથી મળી શકશે
