Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

જંતર મંતરમાં હટાવી ન શકાય એવી લોખંડની બેરીકેડ્સ લગાવવાનું શરૂ

Thu, July 30 2026

CJPની તાજી ચેતવણીને ભરી પીવાની તૈયારી

નવી દિલ્હી : કોકરોચ જનતા પાર્ટી (CJP)એ વિરોધ પ્રદર્શન ફરી શરૂ કરવાની ચેતવણી આપતાં  જંતર મંતર ખાતે સુરક્ષા વ્યવસ્થામાં વધુ કડક બનાવવામાં આવી છે. વિરોધ દરમિયાન બેરીકેડ્સ હટાવી ન શકાય તે માટે સ્થળ પર બંને બાજુ મૂકવામાં આવેલી લોખંડની બેરીકેડ્સને વેલ્ડિંગ કરીને એકબીજા સાથે જોડી દેવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ દિલ્હી પોલીસ, અર્ધલશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓના જવાનોનો ભારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

CJPએ 25 જુલાઈએ કેન્દ્ર સરકાર સાથે થયેલી સમજૂતીનો ભંગ થયો હોવાની આક્ષેપ કર્યો છે.. પક્ષના પ્રવક્તા આશુતોષ રાંકાએ,વિરોધમાં સામેલ વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી એફઆઈઆર પાછી ખેંચવાની અને કોઈ કાનૂની કાર્યવાહી નહીં કરવાની ખાતરી આપવામાં આવી હતી, છતાં ભાજપ શાસિત રાજ્યોમાં અનેક વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી રહી હોવાનો અને  નવા ગુના પણ નોંધાઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

રાંકાએ તમામ એફઆઈઆર તાત્કાલિક પાછી ખેંચવા, અટકાયતમાં રહેલા તમામ વિરોધકારીઓને મુક્ત કરવા, દિલ્હી પોલીસ તથા અન્ય એજન્સીઓ દ્વારા નવા કેસ નોંધવાનું બંધ કરવા તેમજ સરકાર સાથે થયેલા લેખિત કરારને જાહેર કરવાની માંગ કરી છે. મહારાષ્ટ્ર પરત ફરેલા CJPના સ્થાપક અભિજીત દિપકેએ પણ સરકાર પોતાનું વલણ ન બદલે તો ફરી રસ્તાઓ પર ઉતરવાની ચીમકી આપી છે. આ સંજોગોમાં પોલીસે અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક બનાવવાની કામગીરી હાથ ધરી દીધી છે

આ પણ વાંચો: તાજેતરના વિદ્યાર્થી આંદોલન દરમિયાન RAFની કાર્યવાહી પર અતિરેકના આક્ષેપો વચ્ચે CRPF ડીજીનું સૂચક નિવેદન

વિદ્યાર્થીઓને કાનુની મદદ માટે ઓનલાઈન પ્લેટફોર્મ

 CJPએ વિરોધકારીઓને કાનૂની મદદ પહોંચાડવા માટે દેશવ્યાપી લીગલ એઇડ સેલની રચના કરવાની અને ‘સાક્ષી’ નામનું ઓનલાઈન પુરાવા એકત્રિત કરવાનું પ્લેટફોર્મ શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે વિરોધ સંબંધિત કેસોમાં કાનૂની સહાય માટે ₹1 કરોડના ભંડોળની પણ જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે CJPએ પૂર્વ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે 36 દિવસ સુધી જંતર મંતર પર આંદોલન ચલાવ્યું હતું. ધર્મેન્દ્ર પ્રધાને 25 જુલાઈએ પદ છોડ્યા બાદ પક્ષે આંદોલન સ્થગિત કર્યું હતું, પરંતુ હવે સરકારે સમજૂતીનું પાલન ન કર્યું હોવાનો આરોપ મૂકી ફરી આંદોલનની ચેતવણી આપી છે.

Share Article

Other Articles

Previous

ઘી, મધ અને સાબુ પછી હવે પતંજલિ વીમો પણ વેંચશે

Next

તાજેતરના વિદ્યાર્થી આંદોલન દરમિયાન RAFની કાર્યવાહી પર અતિરેકના આક્ષેપો વચ્ચે CRPF ડીજીનું સૂચક નિવેદન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
સંસદનું ચોમાસું સત્ર: ‘વંદે માતરમ’ના અપમાન સામે કડક કાયદો મંજૂર, જ્યારે ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ પર મોટો નિર્ણય
50 મિનિટutes પહેલા
પીએમ મોદીની ફેસબુક પોસ્ટ ગાયબ થવાનો મામલો: કેન્દ્ર સરકાર દ્વારા મેટાના અધિકારીઓને દિલ્હીનું તેડું
1 કલાક પહેલા
આવતીકાલે રાજકોટ બનશે રફીમય : ૪૦ કલાકારોનાં કાફલા સાથે એક અવિસ્મરણીય કાર્યક્રમ
1 કલાક પહેલા
મહારાષ્ટ્રમાં સ્કૂલમાં અને આસપાસ વડા પાઉં, સમોસા,ચિપ્સ પર પ્રતિબંધ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3367 Posts

Related Posts

હરિયાણામાં શું રંધાઈ રહ્યું છે ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગુરુવારથી બદલાઈ રહ્યા છે આટલા નિયમો.. વાંચો
ટ્રેન્ડિંગ
3 વર્ષ પહેલા
ઉતર ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું : પ્રાંતિજ અને વીસનગરમાં 6 ઈંચથી વધુ વરસાદ, એસટી બસનો પાણીમાં ગરકાવ
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટ બાર એસો. મહિલા ડોકટરની હત્યા અને રેપની દુઃખદ ઘટના વખોડી 
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર