અંતરિક્ષયાત્રી શુભાશું શુક્લાએ હાંસલ કરી નવી સિદ્ધિ : પૃથ્વીની ફરતે 113 ચક્કર લગાવી 46.70 લાખ કિમીનું અંતર કાપ્યું
પોતાના પહેલા સ્પેસ મિશન ઉપર ગયેલા ભારતના શુભાંશુ શુક્લાએ પૃથ્વીની ફરતે 113 જેટલા ચક્કર મારીને એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ડોકિંગ કર્યા બાદ તેમણે પૃથ્વીની પરિક્રમા કરવાનું શરૂ કર્યું હતું. અંતરિક્ષમાં ગયાને એક અઠવાડિયા બાદ તેને એક દિવસ આરામ કરવા માટે રજા પણ આપવામાં આવી છે.

આ અંતરિક્ષયાત્રીઓએ પૃથ્વી ફરતે ચક્કર મારીને અંદાજે 46.70 લાખ કિલોમીટરનું અંતર કાપ્યું છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતાં આ બાર ઘણું વધારે છે. એક અઠવાડિયાની અંદર Ax-4 મિશનની ટીમ દ્વારા ખૂબ જ સારું પરિણામ મેળવવામાં આવી રહ્યું છે. મિશન કમાન્ડર પેગી વિટ્સન હાલમાં માઇક્રોગ્રૅવિટીમાં ટ્યુમર સેલ કેવી રીતે કામ કરે છે એના પર અભ્યાસ કરી રહ્યાં છે. આ અભ્યાસ કેન્સરની નવી સારવાર માટે મદદરૂપ થઈ શકે છે.
આ પણ વાંચો : રાજકોટની ભાગોળે ભાયાસર ગામે સરકારે સીલ કરેલું કારખાનું ખોલી માલિકે એક વર્ષ ફેલાવ્યું પ્રદૂષણ
અલ્ગાઇ અને ટાર્ડીગ્રેડ્સ જેવા પ્રાણી અંતરિક્ષમાં કેવી રીતે જીવંત રહે છે એ વિશે શુંભાશું શુક્લા અભ્યાસ કરી રહ્યાં છે. આ અભ્યાસ પરથી સેલ્સ પર શું અસર થાય છે એ જોવામાં આવશે. તેમજ એના આધારે દવાઓ બનાવવામાં પણ એ મદદરૂપ બની શકે છે. મિશન સ્પેશિયાલિસ્ટ સવોઝ ઉઝનાસ્કિ-વિનિવેસ્કી એક નવી ડિવાઇસનું ટેસ્ટિંગ કરી રહ્યાં છે. આ ડિવાઇસ સાઉન્ડ લેવલ મોનિટર કરવા માટે છે. એનાથી અંતરિક્ષયાત્રીની સાંભળવાની શક્તિને સુરક્ષિત રાખી શકાય અને સ્પેસક્રાફ્ટની ડિઝાઇનમાં સુધારા કરી શકાય.
ટિબોર કપુ દ્વારા બનાવવામાં આવેલી હંગેરિયન ડિવાઇસ દ્વારા રેડિયેશન ચેક કરવામાં આવી રહ્યું છે. આ રેડિયેશનથી અંતરિક્ષમાં માઇક્રોગ્રીન ઉગાડી શકાય કે નહીં એ જોવામાં આવી રહ્યું છે. લાંબા સમય સુધી અંતરિક્ષયાત્રીઓને તાજું ખોરાક મળી રહે એ માટે આ અભ્યાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ સિવાય પણ દરેક વ્યક્તિ અન્ય નાનીમોટી સ્ટડી કરી રહી છે.