Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટેક ન્યૂઝ

ગુજરાતની IndieSemiC અને અમેરિકાની Semtechનો મોટો સહયોગ: ‘સાબરમતી-1’ પ્રોસેસરથી IoTમાં ભારતનો ડંકો

Sat, July 25 2026

ગુજરાત હવે માત્ર સેમિકન્ડક્ટર બનાવશે જ નહીં, તેને ડિઝાઇન પણ કરશે. રાજ્યની સ્વદેશી ફેબલેસ સ્ટાર્ટઅપ IndieSemiC પ્રાઇવેટ લિમિટેડે વૈશ્વિક ટેક જાયન્ટ અમેરિકાની Semtech Corporation સાથે હાથ મિલાવીને નેક્સ્ટ-જનરેશન ટેકનોલોજીમાં મોટું પગલું ભર્યું છે. બંને કંપનીઓ હવે અદ્યતન IoT એપ્લિકેશન્સ માટે LoRa ટેકનોલોજી સાથેનું ‘સાબરમતી-1’ નામનું System-in-Package પ્લેટફોર્મ બનાવશે.

ગુજરાતની ફેબલેસ સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપ IndieSemiC પ્રાઇવેટ લિમિટેડ, નેક્સ્ટ જનરેશન લોરા-ઈનેબલ્ડ (LoRa-enabled) સિસ્ટમ-ઈન-પેકેજ (SiP) પ્લેટફોર્મના વિકાસ માટે Semtech Corporation સાથે સહયોગ કરી રહી છે. સેમટેક કોર્પોરેશન એ હાઇ-એન્ડ કન્ઝ્યુમર, એન્ટરપ્રાઇઝ કમ્પ્યુટિંગ, કોમ્યુનિકેશન્સ અને ઔદ્યોગિક સાધનો માટે એનાલોગ અને મિક્સ્ડ-સિગ્નલ સેમિકન્ડક્ટર્સનું અગ્રણી US-કંપની છે.

આ જાહેરાત નવી દિલ્હીમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય ખાતે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM)ના સીઈઓ  અમિતેશ સિન્હા સહિતના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી.

આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતી ઝંડુ કુમારે ભારતનું ખાતું ખોલાવ્યું

આ ભાગીદારી ગુજરાતના ઉભરતા સેમિકન્ડક્ટર ડિઝાઇન ઇકોસિસ્ટમના વિકાસમાં વધુ એક પ્રોત્સાહક માઇલસ્ટોન દર્શાવે છે અને અદ્યતન સેમિકન્ડક્ટર ઇનોવેશનમાં ભારતીય કંપનીઓની વધતી જતી ક્ષમતાઓને દર્શાવે છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી  અર્જુન મોઢવાડીયાના નેતૃત્વમાં ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે  સતત એક વ્યાપક વ્યૂહરચના અપનાવી છે. સેમિકન્ડક્ટર પોલિસી (2022-27), ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) દ્વારા સિંગલ વિન્ડો સપોર્ટ, ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રાજ્ય સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ATMP/OSAT, ડિઝાઇન ટેલેન્ટ ડેવલપમેન્ટ અને સપ્લાય ચેઈનને આવરી લેતી ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપી રહ્યું છે.

આ વર્ષની શરૂઆતથી ત્રણ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી કોમર્શિયલ ઓપરેશન્સના તબક્કે પહોંચવાની સાથે ગુજરાતે સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઈનમાં મોટા રોકાણો સાથે નોંધપાત્ર પ્રગતિ કરી છે. સ્વદેશી ડીપ-ટેક ફેબલેસ સ્ટાર્ટઅપ્સનો ઉદભવ ડિઝાઇનથી લઈને ન્યુફેક્ચરિંગ સુધીની સમગ્ર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં ક્ષમતાઓ વિકસાવવાના ગુજરાતના વિઝનને વધુ મજબૂત બનાવે છે.

IndieSemiCના સ્થાપક  નિકુલ શાહે જણાવ્યું હતું કે, આ સહયોગના ભાગરૂપે IndieSemiC, IoT (ઈન્ટરનેટ ઓફ થિંગ્સ) એપ્લિકેશન્સ માટે સેમટેકની LoRa (લોંગ રેન્જ) ટેકનોલોજી સાથે સંકલિત RISC-V આર્કિટેક્ચર પર આધારિત સાબરમતી ક્લાસ 64-બીટ, જનરલ-પર્પઝ SiP (સિસ્ટમ-ઈન-પેકેજ) પ્લેટફોર્મ વિકસાવશે. આ ડિઝાઇન અલ્ટ્રા-લો-પાવર, લોંગ-રેન્જ વાયરલેસ કનેક્ટિવિટી સાથે 64-બીટ પ્રોસેસિંગને જોડે છે.

સાબરમતી ક્લાસના માઇક્રોકન્ટ્રોલર્સ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, સ્માર્ટ સિટીઝ, એસેટ ટ્રેકિંગ, સ્માર્ટ લાઇટિંગ, સ્માર્ટ મીટરિંગ, કૃષિ, લોજિસ્ટિક્સ અને હેલ્થકેરમાં ઉપયોગમાં લેવાશે, જે લો-પાવર વાઇડ-એરિયા નેટવર્કિંગ (LPWAN) પર બનેલી નેક્સ્ટ-જનરેશન ઇન્ટેલિજન્ટ, કનેક્ટેડ સિસ્ટમ્સની માંગને પૂરી કરશે.

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનના મિશન ડિરેક્ટર, IAS  નેહા કુમારીએ રાજ્યમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવાની પ્રતિબદ્ધતા કરતા IndieSemiC ને આ સિદ્ધિ બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.

Share Article

Other Articles

Previous

સરકાર અને કોકરોચ પાર્ટી વચ્ચે સમાધાન

Next

કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતી ઝંડુ કુમારે ભારતનું ખાતું ખોલાવ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ભારતીય સ્ટાર ક્રિકેટર અભિષેક શર્મા સાથે બિઝનેસ વુમનનું નામ ચર્ચામાં
3 કલાક પહેલા
અમેરિકા-ઈરાન યુદ્ધથી શેરબજારમાં કડાકો: ક્રૂડ ઓઈલનો ભડાકો
3 કલાક પહેલા
નફાખોરી કરતાં વચેટિયાઑ હટતા માત્ર ૨ દિવસમાં 14 ટન શાકભાજી વેચાઈ જવાથી લોકોની થઈ લાખોની બચત
3 કલાક પહેલા
અમેરિકા-કેનેડા વચ્ચે વેપાર યુદ્ધ ચરમસીમાએ: 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ લાદતું કેનેડા!
3 કલાક પહેલા
Categories

નેશનલ

3589 Posts

Related Posts

કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ રહી છે…ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 20%નો વધારો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
તિરુપતિ પ્રસાદમના મામલામાં દોષિતને કડક સજા મળે : શ્રી શ્રી રવિશંકર
Breaking
2 વર્ષ પહેલા
NEET-UG પેપર લીક કાંડ: NTAનાં જ ત્રણ મોટા માથાં વિલન, સીબીઆઈનો મોટો ધડાકો
નેશનલ
1 મહિના પહેલા
Flood Forecasting : હવે 100 દેશોને અગાઉથી જ મળશે પૂરની ચેતવણી, ગૂગલનું નવું AI ટૂલ લોન્ચ
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર