Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

પોલીસ દળમાં નવ નિયુક્ત 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્ર એનાયત

Wed, July 8 2026

નિષ્ઠા, પ્રમાણિકતા અને સમાજ સેવાની ભાવનાથી કર્તવ્યરત રહીને “નાગરિક દેવો ભવ” – “વસુધૈવ કુટુંબકમ”નો મંત્ર સાકાર કરજો

નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ

:મુખ્યમંત્રી:

 ગુજરાતે દેશના રોલ મોડલ તથા વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે વૈશ્વિક રોકાણોથી વિકાસની જે ખ્યાતિ મેળવી છે તેમાં શાંતિ અને સલામતીના પ્રહરી પોલીસ દળનો સિંહફાળો છે.

 નિષ્ઠા, પ્રમાણિકતાથી કામ કરનારાઓની સાથે સરકાર હંમેશા ઉભી રહે છે.

 સૌ સાથે મળીને ગુજરાતને શાંતિ અને સલામતીમાં વધુ સંગીન અને ગૌરવશાળી બનાવીએ.

 વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની જર્નીમાં આ નવનિયુક્ત યુવાઓ લાંબા કારકિર્દીકાળ દરમિયાન 2047ના વિકસિત ભારત-વિકસિત ગુજરાતના નિર્માણના સંવાહક બનશે.

:નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી:

 વર્ષ ૨૦૩૩ સુધીમાં પોલીસ વિભાગમાં ૫૦ હજાર નવી ભરતી કરાશે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

 છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત પોલીસે કુલ ૧૫,૬૫૩ મહિલા કર્મચારીઓની ભરતી કરીને મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે

સામાન્ય જનતા માટે પોલીસ એટલે ગુનેગારોને સીધા કરનારી એક ફોર્સ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યારે પણ રાજ્યમાં કોરોના મહામારી કે ભારે વરસાદ જેવી કુદરતી આફતો સહિતની કોઈ પણ કપરી પરિસ્થિતિ આવે, ત્યારે જનતાના રક્ષણ માટે સૌથી પહેલું નામ પોલીસનું જ આવે છે  હવેથી ગુજરાતના તમામ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના મેદાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની શારીરિક કસોટીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસમાં બિનહથિયારી પી.એસ.આઇ. તરીકે જોડાઈ રહેલા નવનિયુક્ત યુવાઓને નિષ્ઠા, પ્રમાણિકતા અને સમાજ સેવાની ભાવનાથી કર્તવ્યરત રહીને નાગરિક દેવો ભવ તથા “વસુધૈવ કુટુંબકમ”ના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આપેલા મંત્રને સાકાર કરવા આહવાન કર્યું હતું.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા વધુ ૪૪૯ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ દળમાં નિમણૂક આપવામાં આવી છે. આ નવ નિયુક્ત યુવાઓને નિમણૂકપત્ર અર્પણનો ગરિમામય સમારોહ ગાંધીનગરમાં યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ તેમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહીને નવનિયુક્ત અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કોઈપણ રાજ્યનો વિકાસ શાંતિ અને સલામતી વગર શક્ય નથી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતે દેશના રોલ મોડલ તરીકે તથા રોકાણો વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે વૈશ્વિક વિકાસની જે ખ્યાતિ મેળવી છે તેમાં શાંતિ અને સલામતિના પ્રહરી એવા પોલીસ દળનો સિંહ ફાળો છે.

આ પણ વાંચો: ઈરાનના 80 લક્ષ્યો પર અમેરિકાના પ્રચંડ હુમલા : ઈરાની ઓઇલ પર ફરી પ્રતિબંધ

“તમે સૌ હવે આ પોલીસ દળમાં જોડાયા છો અને સમાજને, તમારા પરિવારને તમારા સૌ માટે ગૌરવ થાય એવું રાજ્ય-રાષ્ટ્રહિતનું દાયિત્વ તમારે સમાજ સાથે રહીને નિભાવવાનું છે” એમ મુખ્યમંત્રીએ નવનિયુક્ત યુવા પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પ્રેરણા આપતા જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યુ કે, સમાજ જીવનમાં પોલીસનું સ્થાન અને સન્માન એવા ગૌરવભર્યા છે કે તેની હાજરી માત્રથી જ સામાન્ય નાગરિકમાં વિશ્વાસ જાગે છે કે હવે જે કઈપણ થશે તે ન્યાયપૂર્ણ થશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, પોલીસ તંત્રમાં કોઈ એક વ્યક્તિનું સારું કાર્ય આખાય ડિપાર્ટમેન્ટને ક્રેડિટ અપાવનારું બની જતું હોય છે. નવ નિયુક્ત યુવાઓએ તેમાંથી પ્રેરણા લઈને સારું શીખીને પોલીસ દળની છબી વધુ ઉજાળવાની છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, નિષ્ઠા, પ્રમાણિકતાથી કામ કરનારાઓની સાથે સરકાર હંમેશા ઊભી રહે છે. સૌ સાથે મળીને ગુજરાતને શાંતિ અને સલામતીમાં વધુ સંગીન અને ગૌરવશાળી બનાવીએ તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પારદર્શી ભરતી વ્યવસ્થા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની પ્રશંસા કરી હતી અને નવનિયુક્ત યુવાઓને શિસ્તપાલન સાથે ફરજરત રહેવાની શીખ પણ આપી હતી.

તેમણે કહ્યું કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની જર્નીમાં પોલીસ દળની ભૂમિકા મહત્વની રહેવાની છે. પોલીસ દળમાં નવનિયુક્ત આ યુવાઓ તેમના લાંબા કારકીર્દીકાળ દરમિયાન 2047ના વિકસિત ભારત-વિકસિત ગુજરાતના નિર્માણના સંવાહક બનશે વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો.

ગુજરાત પોલીસ પરિવારના સભ્ય બની રહેલા ૪૪૯ નવનિયુક્ત બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને અભિનંદન પાઠવી, તેમનું પોલીસ પરિવારમાં સ્વાગત કરતા નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સામાન્ય જનતા માટે પોલીસ એટલે ગુનેગારોને સીધા કરનારી એક ફોર્સ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યારે પણ રાજ્યમાં કોરોના મહામારી કે ભારે વરસાદ જેવી કુદરતી આફતો સહિતની કોઈ પણ કપરી પરિસ્થિતિ આવે, ત્યારે જનતાના રક્ષણ માટે સૌથી પહેલું નામ પોલીસનું જ આવે છે.

નાયબ મુખ્યમંત્રીએ નવનિયુક્ત અધિકારીઓને સંબોધતા કહ્યું કે, કાયદો હાથમાં લેનારા તત્વોને કાયદાનું ભાન કેવી રીતે કરાવવું તે તમને આવડવું જ જોઈએ, અને જો તમારામાંથી કોઈ કાયદો હાથમાં લેશે તો મૃદુ અને મક્કમ એવા આપણા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની સરકાર કડક હાથે કામ લેવા સક્ષમ છે. સૌથી વધુ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કડક પગલાં ભરીને વહીવટીતંત્રને શુદ્ધ (ગંગાજળ પીવડાવવા) કરવાનું કામ ગુજરાતના મુખ્યમંત્રીએ કર્યું છે.

આજના આધુનિક યુગનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ટેક્નોલોજીના આ જમાનામાં પણ ગુનાશોધનમાં ‘ટેક્નિકલ ઇન્ટેલિજન્સ’ કરતા ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ આજે પણ ખૂબ જ મહત્વનું પાસું છે.

ગુજરાત પોલીસના સુદ્રઢીકરણ માટે એક મહત્વની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૩૩ સુધીમાં સીધી ભરતી દ્વારા નવી કુલ ૫૦ હજાર જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. છેલ્લા ૧૦ વર્ષમાં પોલીસ વિભાગમાં કુલ ૫૪,૫૦૯ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જેમાંથી છેલ્લા પાંચ વર્ષમાં જ કુલ ૧૫,૬૫૩ મહિલા કર્મચારીઓની ભરતી કરીને મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. વર્ષ ૨૦૦૮થી અત્યાર સુધીમાં અંદાજે ૧ લાખ જેટલા યુવાનો પોલીસ વિભાગમાં જોડાયા છે, જ્યારે હાલમાં પણ ૧૩,૫૦૦ જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે.

અમદાવાદ સિરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગઈકાલે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા ચુકાદા સંદર્ભે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ દેશમાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી, તેવો સ્પષ્ટ અને મક્કમ સંદેશ આ ચુકાદાથી મળે છે. તેમણે આ સમગ્ર દેશદ્રોહી કેસની ઝીણવટભરી અને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરનાર ગુજરાત પોલીસની ઇન્વેસ્ટિગેશન ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

ગૃહ વિભાગના એક મહત્વપૂર્ણ નિર્ણયની માહિતી આપતા  હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, પોલીસ ભરતીની તૈયારી કરતા રાજ્યના મધ્યમ અને સામાન્ય વર્ગના ઉમેદવારો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. હવેથી ગુજરાતના તમામ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના મેદાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની શારીરિક કસોટીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે, જેથી કોઈ પણ ગરીબ કે મધ્યમવર્ગીય ઉમેદવારે ખાનગી ક્લાસીસના મોંઘા ખર્ચા ન ભોગવવા પડે.

આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા  જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાત સરકારે કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે પોલીસ કોન્સ્ટેબલથી લઈને PSI સુધીના વિવિધ સંવર્ગોમાં કુલ ૫૪,૫૦૯ જવાનોની પારદર્શક અને સફળ ભરતી પૂર્ણ કરી છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૬-૨૭માં પણ વધુ ૧૩,૫૯૧ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા ખૂબ જ ઝડપથી કાર્યરત છે, જે રાજ્ય સરકારની સુરક્ષા પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે.

ગુજરાતના રાજ્ય પોલીસ વડા  જી. એસ. મલિકે આ પ્રસંગે ખાખી વર્દી ધારણ કરવા જઈ રહેલા ૪૪૯ નવનિયુક્ત અને ઉચ્ચ શિક્ષિત પોલીસ સબ ઇન્સ્પેક્ટરને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. આ ગૌરવપૂર્ણ અવસરે  મલિકે PSIની સાથે-સાથે તેમના પરિવારોને પણ આ સફળતા બદલ બિરદાવ્યા હતા અને તમામ નવનિયુક્ત અધિકારીઓને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા માટે શુભેચ્છાઓ આપી હતી.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન ડૉ. નિરજા ગોટરુના સક્ષમ નેતૃત્વ હેઠળ તાજેતરની સમગ્ર ભરતી પ્રક્રિયા અત્યંત સુવ્યવસ્થિત, ન્યાયપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થઈ છે. આ સફળ અને વિવાદરહિત કામગીરી બદલ રાજ્યના પોલીસ વડાએ ડૉ. નિરજા ગોટરુને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. આજે પોલીસ દળનો હિસ્સો બનેલા નવનિયુક્ત PSI અત્યંત ટેકનોસેવી અને ઉચ્ચ શિક્ષિત છે. આ નવયુવાનોની દેશભક્તિ, શિસ્ત અને નૈતિકતા ગુજરાત પોલીસની ગરિમાને વધુ ઊંચાઈ પર લઈ જશે તેવો દ્રઢ વિશ્વાસ રાજ્ય પોલીસ વડા  જી.એસ.મલિકે વ્યક્ત કર્યો હતો.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ. નિરજા ગોટરુએ નવનિયુક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરને શુભેચ્છાઓ આપતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ ભરતી સૌથી ઝડપી તેમજ પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે. માર્ચ ૨૦૨૪માં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કર્યા બાદ આ પ્રથમ સફળ બેચ છે.

તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૨૪-૨૫માં જાહેર કરવામાં આવેલી ૪૭૨ બિન હથિયારી PSIની જગ્યાઓની ભરતી માટે કુલ ૪.૬૦ લાખથી વધુ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. શારીરિક કસોટી, લેખિત કસોટી અને વિવિધ દસ્તાવેજ, મેડિકલ વગેરે પારદર્શક પ્રક્રિયા પૂર્ણ કરીને આ પસંદગી કરવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલથી PSI થવા માટે મોડ-૨ ખાતાકીય પરીક્ષાની પ્રક્રિયા પણ હાલમાં ચાલી રહી છે. સૌ નવનિયુક્ત અધિકારીઓ પોતાની મહેનતથી ગુજરાત પોલીસમાં ભરતી થયા છે ત્યારે નિષ્ઠા અને પ્રામાણિકતાથી નાગરિકોની સેવા- સુરક્ષા માટે કાર્યરત રહેશો તેમ, આ પ્રસંગે ડૉ. નિરજા ગોટરુએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નવા ફોજદારી કાયદાઓ અને તાલીમ પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા ઈન હાઉસ બનાવેલી ઈ મોડ્યુલ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસ અકાદમી દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. દેશમાં અમલી બનેલી નવી કાયદાકીય જોગવાઈઓને સમાવતા આ નવપ્રકાશિત પુસ્તકોમાં (૧) ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ (૨) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – ૨૦૨૩ (૩) ભારતીય સાક્ષ્ય અધિનિયમ – ૨૦૨૩ (૪) ફોરેન્સિક સાયન્સ, ક્રિમીનોલોજી અને કોમ્યુનિટી પોલીસિંગ (૫) સેન્ટ્રલ અને સ્ટેટ પોલીસ ઓર્ગેનાઇઝેશન, માનવ વર્તણૂંક અને માનવ અધિકારનો સમાવેશ થાય છે. આ પુસ્તકો આગામી સમયમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ તેમજ કાયદાકીય સમજ વધારવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરા પટેલ, અમદાવાદના મેયર  હિતેશ બારોટ, ગૃહ વિભાગના અગ્ર સચિવ  સંજીવ કુમાર, પોલીસ મહાનિરીક્ષક-વહીવટ  ગગનદીપ ગંભીર સહિત પોલીસ અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને નવનિયુક્ત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:

AppointmentLettersBhupendraPatelCommunitySafetyGovernmentInitiativeGujaratGovernmentGujaratPoliceLawEnforcementNewBeginningsPoliceForcePoliceRecruitmentPoliceSubInspectorsPublicServiceServiceToNationUnarmedPoliceYouthEmpowerment

Share Article

Other Articles

Previous

ટ્રમ્પના નિવેદન બાદ સ્ટોક માર્કેટ કડડભૂસ, સેન્સેક્સમાં 1,677 પોઇન્ટનો જંગી કડાકો

Next

ઈરાનના 80 લક્ષ્યો પર અમેરિકાના પ્રચંડ હુમલા : ઈરાની ઓઇલ પર ફરી પ્રતિબંધ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં 12 જુલાઈએ ‘સામૂહિક વૃક્ષારોપણ અભિયાન’
57 મિનિટutes પહેલા
મધુબન ડેમના 8 દરવાજા ખોલી 1.50 લાખ ક્યુસેક છોડાયું, દમણગંગા બે કાંઠે, વાપી-દમણ એલર્ટ
1 કલાક પહેલા
24 કલાકમાં 15 ઈંચ વરસાદથી નવસારી બેટમાં ફેરવાયું, અંબિકા-પૂર્ણા બે કાંઠે, લોકોનું રાત રેસ્ક્યુ
1 કલાક પહેલા
વરસાદ-પૂર વચ્ચે સરકાર એલર્ટ: મુખ્યપ્રધાન કાલે પહોંચશે સુરત-વલસાડ, નુકસાન અને રાહત કામોનું રૂબરૂ મૂલ્યાંકન
2 કલાક પહેલા
Categories

નેશનલ

3236 Posts

Related Posts

ગેરકાયદે પ્રવાસી ભારતીયો સાથે અયોગ્ય વ્યવહાર બારામાં અમેરિકી સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ, રાજ્ય સભામાં વિદેશ મંત્રી જયશંકરની ખાતરી
Breaking
1 વર્ષ પહેલા
ભારતીય નૌકાદળનું યુધ્ધ જહાજ મહેન્દ્રગીરી આજે સમુદ્રમાં ઊતરશે
નેશનલ
3 વર્ષ પહેલા
ઇસ્કોનના સાધુની જામીન અરજી રદ થયા બાદ ચિત્તાગોંગ કોર્ટમાં સરકારી વકીલની હત્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આપના નેતા સિસોદિયા કેસમાં શું થઈ કાર્યવાહી ? કોર્ટે શું કહ્યું ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર