દંતકથારૂપ જોડીને શ્રદ્ધાંજલિ: પરિમલ નથવાણીના હસ્તે ગીરની આઇકોનિક
ગીર જંગલની સૌથી સુપ્રસિદ્ધ અને અતિપ્રિય સિંહ બેલડીને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરતા, જાણીતા સિંહપ્રેમી અને રાજ્યસભા સાંસદ, પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં સિંહસદન અને દેવાળીયા સફારી પાર્ક ખાતે ‘જય-વીરુ’ને દર્શાવતા બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું હતું.
જય-વીરુનું આ બેકલાઇટ બોર્ડ પરિમલ નથવાણી તરફથી તેમના હૃદયમાં સવિશેષ સ્થાન ધરાવતા આ સિંહ બેલડીને આપેલી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ છે. આ પ્રસંગે વન સંરક્ષક (વાઇલ્ડલાઇફ સર્કલ, જૂનાગઢ) રામ રતન નાલા, તેમની વન અધિકારીઓની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
આ પહેલ વિશે જણાવતા, પરિમલ નથવાણીએ કહ્યું હતું કે: “અમે ઇચ્છીએ છીએ કે સાસણ ગીરની મુલાકાત લેનારા દરેક પ્રવાસી અને વન્યજીવન પ્રેમી જય-વીરુના વારસાને સારી રીતે જાણે. તે બંને ગીરના જંગલની અત્યાર સુધીની સૌથી નીડર, ભવ્ય અને અવિભાજ્ય સિંહ બેલડીઓમાં સ્થાન ધરાવતા હતા. તેઓ ગીરનું સાચું ગૌરવ હતા, અને આ સ્મૃતિ દ્વારા, અમે તેમને અમર બનાવવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ.”
આ પણ વાંચો: કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થતા 2 લોકોના મોત અને 7 ગંભીર રીતે ઘાયલ,અનેક દટાયા હોવાની આશંકા
તેમણે આ સિંહજોડી સાથે જોડાયેલી પોતાની ઊંડી અંગત લાગણીઓને પણ જણાવતા એ યાદ કર્યું હતું કે, તેઓ વન વિભાગના અધિકારીઓ સાથે તેમના નામકરણમાં સક્રિય રીતે સામેલ હતા – જે બાબત આ શ્રદ્ધાંજલિને ખૂબ જ ભાવનાત્મક બનાવે છે.
જય અને વીરુનો સમૃદ્ધ વારસો:
ગયા વર્ષે અન્ય સિંહો સાથે પોતાના સીમાડા માટેની અથડામણ બાદ જય અને વીરુનું દુઃખદ અવસાન થયું હતું. ગત 7 ઓગસ્ટ, 2025ના રોજ તે બંનેના મૃત્યુ પછી તુરત જ, પરિમલ નથવાણીએ “જય-વીરુની જોડી” નામના એક ભાવનાત્મક લોક-શૈલીના ગાયન અને “જય-વીરુની અમર ગાથા” નામની એક સંવેદનાત્મક દસ્તાવેજી રજૂ કરી હતી. આ બંને પ્રોજેક્ટ્સે બંને ડાલામથ્થાની પરસ્પરની ભાવના, અતૂટ બંધન અને અમિટ વારસાની સુંદર રીતે પ્રસ્તુતિ કરી હતી.
