હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને ઠેર ઠેર ગણેશજીના પંડાલ ઉભા કરવામાં આવ્યા છે. રોજ સાંજ પડેને મોટી સંખ્યામાં ભાવિકો આ પંડાલોમાં ગણેશજીની સ્તુતિ માટે પહોંચી જાય છે. તમામ પંડાલોમાં એક અલૌકિક વાતાવરણ ઉભું થાય છે.આજની આ તસવીરો સોની બજારમાં મહારાષ્ટ્ર મંડળના ગણેશજી ઉપરાંત શીતલ પાર્ક કા રાજા, એ.ડિવિઝન કા રાજા, જાગનાથ પોલીસ ચોકી પાસે ભૂદેવ સમિતિના ગણપતિ, યુનિવર્સીટી રોડ ઉપર જે.કે.ચોકનાં ગણપતિ, અને જામનગર રોડથી બેડીના રસ્તે મનહરપુરમાં આવેલા ક્રિશ્ના બંગલોઝનાં ગણપતિ મહોત્સવની છે જ્યાં ભાવિકો ગજાનનની ભક્તિમાં લીન થયેલા જોવા મળ્યા હતા


