Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

હેવન નહીં ‘આફત’નો વરસાદ! સુરતમાં પૂર જેવી સ્થિતિ, હવામાન વિભાગનું રેડ ઍલર્ટ

Tue, July 7 2026

ગઈકાલથી શરૂ થયેલો વરસાદ આજે સુરત માટે આફત બનીને ત્રાટક્યો. માત્ર 8 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા ડાયમંડ સિટી જળબંબાકાર થઈ ગયું છે. સરથાણા, જકાતનાકા, પાંડેસરા અને લાલદરવાજા સહિત અનેક વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયા છે. વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે અને ફાયર વિભાગે બોટ મારફતે 21 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. હવામાન વિભાગે સુરત સહિત 8 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.

શહેરમાં પૂર જેવી સ્થિતિ, રસ્તાઓ તળાવ બન્યા 

આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં સુરત સિટીમાં 6.93 ઇંચ વરસાદ નોંધાયો હતો. અવિરત વરસાદના કારણે સરથાણા અને જકાતનાકામાં કમરસમા પાણી ભરાઈ ગયા હતા. પાંડેસરાના શિવમ નગર, કૃષ્ણનગર અને પ્રેમ નગરમાં પણ ઘૂંટણસમા પાણી ફરી વળ્યા હતા. લાલદરવાજા અને પટેલ વાડી વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો: દંતકથારૂપ જોડીને શ્રદ્ધાંજલિ: પરિમલ નથવાણીના હસ્તે ગીરની આઇકોનિક

BRTS-ST બંધ, રેસ્ક્યૂ ઓપરેશન યુદ્ધના ધોરણે 

ભારે વરસાદના કારણે સુરતનો સિટી બસ, BRTS અને ST બસ વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. સર્વોદય બેંક અને રેલવે સ્ટેશનના ગરનાળામાં કમરબૂડ પાણી ભરાઈ જતા ટ્રાફિક અટકી ગયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી. ફાયરની ટીમે બોટ તૈનાત કરીને કુલ 21 નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યા. પાંડેસરાના અસરગ્રસ્ત લોકોને ઓડીસા પ્રાથમિક શાળામાં શિફ્ટ કરીને રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આસપાસના જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ 

સુરત ઉપરાંત કામરેજમાં 8.31 ઇંચ, પલસાણામાં 5.94 ઇંચ, નવસારીમાં 5.71 ઇંચ અને ડાંગના સુબિરમાં 5.31 ઇંચ વરસાદ નોંધાયો છે. બારડોલી, જલાલપોર, મહુવા અને વાલોડમાં પણ 4 ઇંચથી વધુ વરસાદથી નદી-નાળા છલકાયા છે.

હવામાન વિભાગનું રેડ ઍલર્ટ 

હવામાન વિભાગે આગામી 24 કલાક માટે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભાવનગર, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. અમરેલી, ગીર સોમનાથ, ભરુચ, નર્મદા અને અમદાવાદ-ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા અને પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાડવાની સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્રએ નાગરિકોને બિનજરૂરી બહાર નીકળવા અપીલ કરી છે.

Tags:

ClimateCrisisDisasterRainEmergencyAlertFloodPreparednessFloodWarningHeavyRainfallMeteorologicalDepartmentNaturalDisasterRainySeasonRedAlertStaySafeSuratSuratFloodsSuratNewsSuratWeatherWeatherUpdate

Share Article

Other Articles

Previous

પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લાના વહીવટી તંત્ર સાથે ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી

Next

દંતકથારૂપ જોડીને શ્રદ્ધાંજલિ: પરિમલ નથવાણીના હસ્તે ગીરની આઇકોનિક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ‘વેધર વોચ ગ્રૂપ’ની મહત્વની બેઠક યોજાઈ
20 મિનિટutes પહેલા
પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લાના વહીવટી તંત્ર સાથે ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી
28 મિનિટutes પહેલા
હેવન નહીં ‘આફત’નો વરસાદ! સુરતમાં પૂર જેવી સ્થિતિ, હવામાન વિભાગનું રેડ ઍલર્ટ
1 કલાક પહેલા
દંતકથારૂપ જોડીને શ્રદ્ધાંજલિ: પરિમલ નથવાણીના હસ્તે ગીરની આઇકોનિક
2 કલાક પહેલા
Categories

નેશનલ

3231 Posts

Related Posts

વડોદરાની ફેશન ડિઝાઇનરે ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરતાં વિવાદ, યુવતીએ માંગ્યું પોલીસ પ્રોટેક્શન
ક્રાઇમ
2 વર્ષ પહેલા
દિલ્હીથી મહાકુંભ જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત : બસ ટ્રક સાથે અથડાતાં 40 મુસાફરો ઘાયલ, અનેકની હાલત ગંભીર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને પ્રથમવાર મળી રાહત, 3 દિવસના વચગાળાના જામીન મંજુર
Breaking
2 વર્ષ પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
ઇન્ટરનેશનલ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર