રવિવારે રામનાથપરા મુક્તિધામમાં ૨૫૦૦ મૃતકોનાં અસ્થિનું પૂજન
સરગમ ક્લબ દ્વારા આયોજન
રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત સરગમ ક્લબ સંચાલિતરામનાથપરા મુક્તિધામમાં ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી ૩૦ જૂન ૨૦૨૬ સુધીમાં ૨૫૦૦ લોકોને અગ્નિદાહ અપાયા હતા. તેમના અસ્થી પૂજનનો કાર્યક્રમ તા. ૦૫/૦૭/૨૦૨૬ ને રવિવારે સવારે ૦૮:૩૦ થી ૧૦/૩૦ વાગ્યા સુધી બ્રાહ્મણોએ શાસ્ત્ર વિધિ મુજબ યોજાશે.
મૃતકોના તમામ સ્વજનોને સરગમ ક્લબ દ્વારા વ્યક્તિગત પત્ર લખી રવિવારે અસ્થી પૂજન ની વિધી માટે પરિવારના સદસ્યોને આવવા અનુરોધ કરવામાં આવ્યો છે. સરગમ ક્લબ આગામી તારીખ ૧૨/૦૭/૨૦૨૬ મી રવિવાર એ આ તમામ અસ્થિઓનું વિસર્જન હરિદ્વાર મૂકામે સવારે ૭/૦૦ કલાકે હરકિપેઠી ઉપર થશે. દરેક મૃતક વ્યક્તિનું નામ બોલી બોલીને અસ્થિઓનું હરિદ્વારમાં વિસર્જન કરાશે.
આ પણ વાંચો: મોહરમમાં ઝેરી ગોળી વહેંચનાર ફૈયાઝ પોતાના જ શિયા ધર્મનો વિરોધી હતો
જે પરિવારને અસ્થિ જુદા રાખવા હોય તેમને તા.૦૩/૦૭/૨૦૨૬ સુધીમાં રામનાથપરા મુક્તિધામ ની ઓફિસમાં જાણ કરવા જણાવાયું છે. જો કોઈપણ વ્યક્તિ ને આનાં માટે પૂછપરછ કરવી હોય તો ફોન નંબર : ૨૨૨૧૯૫૦ / ૨૨૩૭૯૦૦ તેના ઉપર સંપર્ક કરવો.
સમગ્ર અસ્થી પૂજનની વ્યવસ્થા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા નાં માર્ગદર્શન નીચે અને મુક્તીધામના ઇન્ચાર્જ રમેશભાઈ અકબરી બન્ને કલબના તમામ કમિટી મેમ્બર વ્યવસ્થા સંભાળશે.
