Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં ‘મીઠો’ વિવાદ, 40 પત્રકારોનું ભોજન કે 4800 સ્ટાફનું બિલ?”

Thu, June 25 2026

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો તોડવાની કામગીરી તો ચર્ચામાં રહી જ, પણ તેની સાથે પીરસાયેલી કાજુ કતરીએ નવો વિવાદ જન્માવ્યો છે. 3 દિવસ સુધી ચાલેલી ડીમોલેશન ડ્રાઇવ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં પીરસાયેલી 34 હજારની કાજુ કતરીને લઈને સવાલો ઊઠ્યા છે. મનપા આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીએ સ્પષ્ટતા કરી કે 4800થી વધુ સ્ટાફ માટે નાસ્તાની વ્યવસ્થા હતી, પણ મુદ્દો તો એ છે કે માત્ર 40-50 પત્રકારો માટે આટલો ખર્ચ કેમ?

4800 સ્ટાફ, 7 ઝોન, 3 દિવસની કામગીરી 

રાજકોટ મનપાએ જંગલેશ્વર વિસ્તારમાં 3 દિવસ સુધી મેગા ડીમોલેશન ડ્રાઇવ હાથ ધરી. આ કામગીરીમાં ફાયર, PGVCL, આરોગ્ય, પોલીસ, મેડિકલ સહિતના વિભાગોનો મોટો સ્ટાફ ઉતારવામાં આવ્યો. કુલ 4800થી વધુ કર્મચારીઓ તૈનાત હતા જેમાં 2300 પોલીસ કર્મી, 25 મેડિકલ ટીમ, 100 વીડિયોગ્રાફર અને મોટી સંખ્યામાં મજૂરો સામેલ હતા. 7 ઝોનમાં કામ ડિવાઇડ કરીને ચલાવવામાં આવ્યું હતું. મશીનો અને અન્ય સાધનો સ્ટાફ પણ મોટા પ્રમાણમાં હાજર હતો.

કોન્ટ્રાક્ટથી નાસ્તાની વ્યવસ્થા, પ્રેસ કોન્ફરન્સમાં કાજુ કતરી 

આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીના જણાવ્યા મુજબ 4800થી વધુ સ્ટાફ માટે રિફ્રેશમેન્ટ અને નાસ્તાની વ્યવસ્થા માન્ય સંસ્થાને કોન્ટ્રાક્ટ આપીને કરવામાં આવી હતી. ડે વાઇઝ ચા, પાણી અને નાસ્તો આપવામાં આવતો હતો. ડીમોલેશન દરમિયાન મીડિયા બ્રીફિંગ માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાજુ કતરી અને સમોસાની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

34 હજારનું બિલ અને સૌથી મોટો સવાલ 

હવે વિવાદનું મૂળ એ જ છે. 40 થી 50 પત્રકારો માટે 34 હજારની કાજુ કતરી કેવી રીતે? જો 4800 સ્ટાફનું બિલ હોય તો વાત અલગ, પણ પ્રેસ કોન્ફરન્સના નામે માત્ર મીડિયા માટે આટલો ખર્ચ વાજબી છે ખરો? જનતાના ટેક્સના પૈસે પીરસાયેલી ‘મીઠી’ જીયાફતથી લોકોમાં રોષ છે. સોશિયલ મીડિયામાં પણ સવાલો થઈ રહ્યા છે કે કામગીરીના નામે આલીશાન નાસ્તો જરૂરી હતો ખરો?

મામલો હવે રાજકીય રંગ પણ પકડી રહ્યો છે. પારદર્શિતાના નામે મનપાએ ખર્ચની વિગતો જાહેર કરવી જોઈએ એવી માંગ ઉઠી છે.

Tags:

CulinaryControversyFoodBudgetFoodCostAnalysisFoodForThoughtFoodIndustryInsightsInvestigativeJournalismJournalismInFocusJournalistFeastLocalNewsMediaEthicsPressCoverageRajkotEatsRajkotFoodDebateRajkotNewsSweetControversy

Share Article

Other Articles

Next

સાયબર ફ્રોડ રોકવા ‘ઈ-ઝીરો એફઆઈઆર’ સિસ્ટમ લાગુ થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
રાજકોટમાં ‘મીઠો’ વિવાદ, 40 પત્રકારોનું ભોજન કે 4800 સ્ટાફનું બિલ?”
3 કલાક પહેલા
સાયબર ફ્રોડ રોકવા ‘ઈ-ઝીરો એફઆઈઆર’ સિસ્ટમ લાગુ થશે
4 કલાક પહેલા
૯ દાયકામાં ભૂકંપે ૫.૬૪ લાખથી વધુ લોકોનો ભોગ લીધો છે
4 કલાક પહેલા
ડિજિટલ ફ્રોડનો શિકાર થયેલા લોકોને 25,000નું વળતર મળશે
4 કલાક પહેલા
Categories

નેશનલ

3161 Posts

Related Posts

કોલકત્તા રેપ એન્ડ મર્ડર કેસ મામલે રાષ્ટ્રપતિ મૂર્મુએ વ્યથા વ્યક્ત કરી : ‘હું ખૂબ જ નિરાશ અને ડરી ગઈ છું ’
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બંગાળ હિંસા મામલે થયો નવો ધડાકો : તુર્કીથી આવ્યું હતું ફંડ, 3 માસ પહેલા જ ઘડાયું’તું કાવતરું
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જગન્નાથપૂરીમાં દુર્ઘટના : રથયાત્રામાં બલભદ્રજીની મૂર્તિ સેવકો પર પડતા 8થી વધુ ઈજાગ્રસ્ત
નેશનલ
2 વર્ષ પહેલા
અલ્લુ અર્જુનની ફિલ્મ Pushpa 2 ભારતમાં એક જગ્યાએ ફ્લોપ થઈ : 40 કરોડના બજેટવાળી ફિલ્મે આપી ધોબી પછડાટ
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર