Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

વૈશ્વિક ઓઈલ માર્કેટનું સત્તા કેન્દ્ર બદલાયું: ભાવિ વલણ હવે બીજું કોઈ નહીં પણ ચીન નક્કી કરશે

Thu, June 25 2026

માર્કેટની ચાવી ડ્રેગન પાસે ,ઓઈલના ભાવ હવે ચીનની ખરીદી પર નિર્ભર

દાયકાઓથી વૈશ્વિક ઓઈલ માર્કેટની દિશા રિયાધ, મોસ્કો અને વોશિંગ્ટન જેવા સત્તાકેન્દ્રો નક્કી કરતા આવ્યા છે. મધ્યપૂર્વના યુદ્ધો, ઓપેકના નિર્ણયો અને રશિયાની નીતિઓના આધારે ક્રૂડના ભાવમાં વધઘટ થતી રહી છે. પરંતુ ઈરાન યુદ્ધે પહેલીવાર એવો સંકેત આપ્યો છે કે હવે ઓઈલ માર્કેટની આગામી ચાલ સાઉદી અરેબિયા કે રશિયા નહીં, પરંતુ ચીન નક્કી કરશે. વિશ્વના સૌથી મોટા ક્રૂડ ખરીદદાર તરીકે ચીને યુદ્ધ દરમિયાન પોતાની ખરીદી ઘટાડીને અને વિશાળ જથ્થાનો ઉપયોગ કરીને માત્ર ભાવને કાબૂમાં તો રાખ્યા જ પરંતુ સાથે જ વૈશ્વિક ઊર્જા બજારમાં પોતાની વધતી તાકાતનો પરચો પણ આપી દીધો.

ઈરાન યુદ્ધ દરમિયાન હોર્મુઝની ખાડીમાં સર્જાયેલા અવરોધને કારણે વિશ્વના લગભગ 20 ટકા ક્રૂડ ઓઈલ પુરવઠા પર અસર થઈ હતી. બજારમાં એવી આશંકા વ્યક્ત થઈ રહી હતી કે સપ્લાયમાં આટલો મોટો ઘટાડો થતાં ક્રૂડના ભાવ બેકાબૂ બની શકે છે. કેટલાક આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ તો તેલના ભાવ 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી જવાની ચેતવણી પણ આપી હતી.

આ પણ વાંચો: રામ મંદિર દાન; રૂપિયા 3500 રોકડ, દાગીનાઓનો રેકોર્ડ જ ગુમ

આ ભય પાછળ મજબૂત કારણ હતું. 1973ના અરબ ઓઈલ પ્રતિબંધ દરમિયાન વૈશ્વિક સપ્લાયમાં માત્ર 7થી 8 ટકા જેટલો ઘટાડો થતાં જ ક્રૂડના ભાવમાં 130 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. તેની સરખામણીએ ઈરાન યુદ્ધ દરમિયાન અસર ઘણી મોટી હતી, છતાં ભાવમાં અપેક્ષિત વિસ્ફોટ જોવા મળ્યો નહોતો.

વિશ્લેષકોના જણાવ્યા મુજબ તેનું સૌથી મોટું કારણ ચીનની વ્યૂહાત્મક તૈયારી હતી. વર્ષો સુધી રશિયા અને ઈરાન પાસેથી ડિસ્કાઉન્ટમાં મળતું ક્રૂડ ખરીદીને ચીને એક અબજ બેરલથી વધુનો વિશાળ જથ્થો ઊભો કર્યો હતો. સંકટ સમયે નવી ખરીદી કરવા બદલે ચીને આ જથ્થામાંથી જરૂરિયાત પૂરી કરી અને સાથે આયાતમાં દરરોજ અંદાજે 30 લાખ બેરલનો ઘટાડો કર્યો. પરિણામે વૈશ્વિક બજારમાં માંગ ઘટી અને સપ્લાય પરના દબાણ છતાં ભાવ કાબૂમાં રહ્યા.

હવે વિશ્લેષકોનું માનવું છે કે ચીનની આગામી ખરીદીની રણનીતિ જ વૈશ્વિક ઓઈલ માર્કેટની દિશા નક્કી કરશે. જો ચીન પોતાના ખાલી થયેલા જથ્થા ફરી ભરવા માટે આક્રમક ખરીદી શરૂ કરશે તો ભાવમાં ફરી તેજી આવી શકે છે, જ્યારે ખરીદી મર્યાદિત રાખશે તો વધારાના સપ્લાયને કારણે ભાવ પર દબાણ રહેશે. એટલે કે આવનારા સમયમાં ઓઈલ માર્કેટની સૌથી મોટી ચાવી હવે બેઇજિંગના હાથમાં હોવાનું માનવામાં આવે છે.

દાયકાઓનું આગોતરું આયોજન, જંગી રિઝર્વ જથ્થો બન્યો ટ્રમ્પ કાર્ડ

ચીને એક-બે વર્ષ નહીં પરંતુ લગભગ દાયકાથી ઊર્જા સુરક્ષા માટે લાંબા ગાળાનું આયોજન કર્યું હતું. રશિયા અને ઈરાન પાસેથી ડિસ્કાઉન્ટમાં મળતું ક્રૂડ મોટા પાયે ખરીદીને તેણે વ્યૂહાત્મક અને વ્યાવસાયિક ભંડારોમાં સંગ્રહિત કર્યું. પરિણામે સંકટ સમયે અન્ય દેશો બજારમાં વધારાનું તેલ શોધી રહ્યા હતા ત્યારે ચીનને નવી ખરીદી કરવાની જરૂર પડી નહોતી. આ જ વિશાળ જથ્થો ચીન માટે સૌથી મોટું ‘ટ્રમ્પ કાર્ડ’ સાબિત થયો.

ચીને ખરીદી ઘટાડતાં યુદ્ધ દરમિયાન ભાવ કાબૂમાં રહ્યા

ઈરાન યુદ્ધ દરમિયાન બજારમાં સપ્લાયની ભારે અછત ઊભી થઈ હતી. સામાન્ય રીતે આવી સ્થિતિમાં ભાવોમાં ભારે ઉછાળો આવે છે, પરંતુ ચીને આયાતમાં દરરોજ લગભગ 30 લાખ બેરલનો ઘટાડો કરીને માંગ ઓછી કરી. ચીને પોતાના સ્ટોકમાંથી જરૂરિયાત પૂરી કરી હોવાથી વૈશ્વિક બજારમાં વધારાનું દબાણ ઊભું થયું નહીં. પરિણામે તેલના ભાવ વધ્યા છતાં ભયાનક સ્તરે પહોંચ્યા નહીં અને વૈશ્વિક અર્થતંત્રને મોટી રાહત મળી.

ક્રાંતિકારી પગલાંને કારણે ઓઈલની માંગમાં દૈનિક 10 લાખ બેરલનો ઘટાડો

ચીને માત્ર અનંત જથ્થા પર જ આધાર રાખવાને બદલે તેલ પરની નિર્ભરતા ઘટાડવા માટે પણ મોટા પગલાં લીધાં છે. દેશમાં વેચાતી નવી કારોમાં લગભગ અડધી ઇલેક્ટ્રિક અથવા હાઇબ્રિડ છે. ઇલેક્ટ્રિક વાહનોના વધતા ઉપયોગને કારણે દરરોજ આશરે 10 લાખ બેરલ જેટલી ઓઈલ માંગ ઘટી હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત રિફાઇનરીઓમાં પ્રોસેસિંગ ઘટાડવું અને ઇંધણ નિકાસ પર નિયંત્રણ જેવા પગલાંઓએ પણ ક્રૂડની જરૂરિયાત ઓછી કરી છે.

Tags:

ChinaDominanceChinaEnergyPolicyChinaOilInfluenceChinaPowerEnergyEconomicsEnergyTrendsFutureOfEnergyGeopoliticsGlobalOilMarketMarketTrendsOilDemandOilIndustryOilMarketShiftOilPricesSustainableEnergy

Share Article

Other Articles

Previous

ભારત થી નેપાળ અને વેનેઝુએલા થી જાપાન સુધીની ધરતી ધ્રુજી

Next

રામ મંદિર દાન; રૂપિયા 3500 રોકડ, દાગીનાઓનો રેકોર્ડ જ ગુમ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
હોશિયારપુરમાં 111 હોદ્દેદારોના રાજીનામાથી હાઈકમાન્ડ હરકતમાં, પ્રદેશ પ્રમુખને દિલ્હીનું તેડું
3 કલાક પહેલા
‘શક્તિદૂત 2.0’ યોજનાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આવતીકાલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ
3 કલાક પહેલા
રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે રૂપિયા 3850 કરોડના ચેક અર્પણ
3 કલાક પહેલા
હાર્દિક પંડ્યા માટે 5 ટીમો વચ્ચે ‘યુદ્ધ’: જાણો કઈ ટીમ કોને આપવા તૈયાર છે!
6 કલાક પહેલા
Categories

નેશનલ

3425 Posts

Related Posts

બેંગ્લુરુ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું કમબેક: વિરાટ કોહલીના 70 રન બાદ સરફરાઝ ખાને ઝૂડ્યા 150 રન
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ : TRP અગ્નિકાંડ બાદ મનપાના TP શાખાની કામગીરી પડી ઠંડી, એક વર્ષમાં બાંધકામ માટેની અધધ અરજી પેન્ડીંગ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ફોન ચાર્જ કરવા માટે બીજાનું ચાર્જર વાપરો છો ?
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિલ્હીના રતન રંજન PM મોદી અને કાર સેવકોના પોસ્ટર સાથે સાઇકલ લઈ અયોધ્યા પહોચ્યો..જુઓ વિડિયો
ધાર્મિક
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર