અક્ષય કુમાર હવે ભોજપુરી ફિલ્મોમાં હાથ અજમાવશે
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ વેલકમ ટુ ધ જંગલને લઈને ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન યોજાયેલા એક કાર્યક્રમમાં અક્ષયે ભોજપુરી ફિલ્મ ઉદ્યોગ અંગે એવું નિવેદન આપ્યું કે જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.
ફિલ્મના નવા ગીત ઘિસ ઘિસમાં અક્ષય ભોજપુરી સ્ટાર અક્ષરા સિહ સાથે જોવા મળશે. આ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભવિષ્યમાં ભોજપુરી ફિલ્મોમાં કામ કરશે, ત્યારે અક્ષયે હાસ્યમિશ્રિત અંદાજમાં કહ્યું કે “ભોજપુરી ઇન્ડસ્ટ્રી હોલિવૂડથી પણ સારી છે.”
આ પણ વાંચો: વાલોડ હોસ્ટેલમાં ધો-9ની વિદ્યાર્થિનીએ સહાધ્યાયી પર ચપ્પુથી હુમલો કર્યો
તેમણે જણાવ્યું કે ભારતની સાંસ્કૃતિક વિવિધતા તેની સૌથી મોટી શક્તિ છે. વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓમાં બનતા ગીતો અને ફિલ્મો દેશની ઓળખ છે અને તેના પર ગર્વ થવો જોઈએ. અક્ષયે ફિલ્મની મોટી સ્ટારકાસ્ટ અંગે પણ વાત કરતાં કહ્યું કે ૩ ઇડિયટ્સમાં ત્રણ મુખ્ય કલાકારો હતા અને ફિલ્મ સુપરહિટ રહી હતી, જ્યારે વેલકમ ટુ ધ જંગલમાં ૩૦થી વધુ કલાકારો છે, એટલે મનોરંજનની સંભાવનાઓ અનેક ગણી વધી જાય છે.
