Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મકાન-દુકાનોની ઐતિહાસિક તોડફોડ’ વખતે કરાયેલી ‘પેટપૂજા’ના ખર્ચની દરખાસ્ત પર આજે નિર્ણય

Wed, June 24 2026

૪૦૦૦ નંગ આદું-લીંબુંના સરબતની બોટલ ગટગટાવાઈ, કાજુકતરી, ખજૂરરોલ, ખમણ, સમોસા, વેફર્સ, ચા-કોફીના ૧૫૦ પેકેટ ઓહિયા

૫૦ પેકેટ ગાંઠિયા-જલેબી-પૌવા અને ચાના ઉપડ્યા: તા.૨૧ ફેબ્રુ.થી ૧૦ માર્ચ સુધીમાં નાસ્તા-ભોજન-ચાનો કુલ ૨૭.૨૦ લાખનો ખર્ચ

ગત ૨૩ ફેબ્રુઆરી-૨૦૨૬ના મહાપાલિકા તેમજ પોલીસ તંત્રએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી રાજકોટના અત્યંત સંવેદનશીલ ગણાતા વોર્ડ નં.૧૬ના જંગલેશ્વરમાં ગેરકાયદે બની ગયેલા ૧૩૦૦થી વધુ મકાન-દુકાન ઉપર બૂલડોઝર ફેરવી દઈ અબજો રૂપિયાની જગ્યા દબાણમુક્ત કરાવી હતી. આ ડિમોલિશન પ્રક્રિયાને સાડા ત્રણ મહિના પસાર થઈ ગયા બાદ હવે આ ઓપરેશન દરમિયાન અધિકારીઓ તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી `પેટપૂજા’ મતલબ કે નાસ્તા, ભોજન, કોલ્ડ્રીંક્સ સહિતના ખર્ચની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને કરવામાં આવતા આજે બુધવારે તેના ઉપર નિર્ણય લેવામાં આવશે. દરખાસ્તમાં જણાવ્યા પ્રમાણે ડિમોલિશનની કામગીરી દરમિયાન ૨૦૮૦૦ ચા તેમજ ૧૩૩૯૦ ડીશ ભોજનનો `ઉપાડ’ થવા પામ્યો હતો !

દરખાસ્તમાં જણાવ્યા પ્રમાણે તા.૨૧ ફેબ્રુઆરી-૨૦૨૬થી તા.૧૦ માર્ચ-૨૦૨૬ સુધીના દિવસો દરમિયાન ડિમોલિશનની કામગીરી ચાલી હતી. આ પ્રમાણે એકમાત્ર આરાધના-ટી પાસેથી તા.૨૧ અને ૨૨ ફેબ્રુ. દરમિયાન ૩૬૦૦ નંગ ચા, તા.૨૩ ફેબ્રુ.ના ૮૭૫૦ નંગ ચા તેમજ ચા-બીસ્કીટ, ૨૪ ફેબ્રુ.એ ૫૦૫૦ નંગ ચા અને ચા-બિસ્કીટ, ૨૫ ફેબ્રુ.એ ૧૫૦ નંગ કાજુકતરી, ખજૂરરોલ, ખમણ, સમોસા, વેફર્સ, ચા-કોફી, ૨ માર્ચે ૩૪૦૦ નંગ ચા, ૧૦ માર્ચે ૫૦ નંગ ગાંઠિયા, જલેબી, પૌવા અને ચાના પેકેટ, એ જ દિવસે ૫૪૦ નંગ બ્રેકફાસ્ટ સહિતના પેકેટ તૈયાર કરાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ૨૧ ફેબ્રુઆરીએ પ્રેમવતી ચેરિટેબલ ટ્રસ્ટ પાસેથી ૬૫૦ નંગ સ્પેશિયલ લંચડીશ+મસાલા છાશ, ૨૨ ફેબ્રુઆરીએ સ્પેશિયલ લંચડીશ+મસાલા છાશ, ૨૩ ફેબ્રુઆરીએ ૯૨૦૦ નંગ સ્પેશિયલ લંચડિશ+મસાલા છાશ, ૪૦૦૦ નંગ આદું-લીંબુના સરબતની બોટલ, ૨૫ ફેબ્રુઆરીએ ૧૦૦૦ નંગ સ્પેશિયલ લંચડિશ+મસાલા છાશ, ૨૫ ફેબ્રુઆરીએ સ્પેશિયલ લંચડિશ+મસાલા છાશ, ૨૬ ફેબ્રુઆરીએ ૧૧૦૦ નંગ લંચડિશ+મસાલા છાશ અને ૨૭ ફેબ્રુઆરીએ ૩૪૦ નંગ સ્પેશિયલ લંચડિશ+મસાલા છાશ મંગાવવામાં આવી હતી. આ પ્રમાણે ડિમોલિશનની સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન નાસ્તા, ભોજન સહિતના પાછળ કુલ ૨૭,૨૦,૯૪૬ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

આ પણ વાંચો: રાજકોટ જિલ્લામાં ડિજિટલ કરન્સી આધારીત અનાજ વિતરણ માટે E-kycની કામગીરી પૂર્ણ

હવે આજે બુધવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે જેમાં આ દરખાસ્ત ઉપર બારિકાઈથી અભ્યાસ કર્યા બાદ ચેરમેન દ્વારા નિર્ણય લેવામાં આવશે.

વડાપ્રધાનના સોમનાથ કાર્યક્રમ દરમિયાન મનપાએ મોકલેલા ફૂડપેકેટનો ખર્ચ ૪.૪૯ લાખ

ગત ૧૧ મેએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથની મુલાકાતે આવ્યા હતા અને અહીં સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાજકોટથી પણ મોટી સંખ્યામાં લોકો ગયા હોય તેમના માટે પૌવા, ચવાણુ, ભાખરી, ચટણી, સોનપાપડીના ૪૧૦૦ પેકેટ અને ૨૦૦ એમએલ જીરા સોડાની ૪૧૦૦ બોટલ તૈયાર કરવામાં આવી હતી જેનો ૪.૪૯ લાખ ખર્ચ થયો હોય જેને મંજૂરી આપવા અંગે આજે કમિટી નિર્ણય લેશે.

Tags:

CivicEngagementCommunityHealingCommunityImpactCostDecisionCulturalInvestigationCulturalSignificanceHistoricalReconciliationHistoricPreservationHistoricProposalHouseOfWorshipLocalHistoryPetPujaProposalDebatePublicDiscussionPujaCeremonyRebuildingTogetherSocialResponsibilityTraditionVsModernityVandalism

Share Article

Other Articles

Previous

૧ કરોડના ખર્ચે ડ્રોનથી મચ્છરોનું `એન્કાઉન્ટર’ કરશે મહાપાલિકા !

Next

રાજકોટ જિલ્લામાં ડિજિટલ કરન્સી આધારીત અનાજ વિતરણ માટે E-kycની કામગીરી પૂર્ણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
અમેરિકાન નાગરિકતા મેળવાની ફી 75% વધી
26 મિનિટutes પહેલા
અવકાશમાંથી સીધા ધરતી પર, સ્પેસએક્સને ત્રણ દિવસમાં જ 600 અબજ ડોલરનો ઝટકો
1 કલાક પહેલા
અમેરિકાએ ઈરાન ઓઇલ ઉપરથી પ્રતિબંધ હટાવતાં ભારતને ઘી-કેળા
2 કલાક પહેલા
નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વે પર ખુલશે પંચર અને વાહન રિપેરની દુકાનો,
2 કલાક પહેલા
Categories

નેશનલ

3153 Posts

Related Posts

Earbuds  ખરીદતા પહેલા આ 5 બાબતો તપાસો, તમને થશે ફાયદો
ગેજેટ
2 વર્ષ પહેલા
‘ખાખી’ પહેરવા યુવાનો આતૂર: ૧૫ લાખથી વધુ અરજી: દિવાળી બાદ શારીરિક કસોટી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં આરોપીને ૨૦ વર્ષની સજા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
પાઉંભાજી,પીઝા,પૂરણપોળી…ખાણીપીણીના શોખીન રાજકોટીયન્સ તહેવારોમાં 150 કરોડનું ખાઈ જશે
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર