Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આધાર ફ્રી થશે પણ LPG-CNG મોંઘા, તમારા ખિસ્સા પર પડશે ડબલ અસર

Tue, June 23 2026

નવા મહિનાની શરૂઆત સાથે જ નવા નિયમો પણ દસ્તક દે છે. 1 જુલાઈ 2026થી દેશમાં 5 મોટા નાણાકીય ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આમાંથી કેટલાક નિર્ણયો તમારા ખિસ્સાને રાહત આપશે તો કેટલાક ખર્ચ વધારશે. આધારમાં ઈમેલ અપડેટ મફત થશે, પણ LPG, CNG, ATFના ભાવ અને HDFC ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફારથી તમારું બજેટ ખોરવાઈ શકે છે. જાણો કઈ વાત તમને ફાયદો કરાવશે અને ક્યાં સાવધાન રહેવું પડશે.

1. આધારમાં ઈમેલ અપડેટ હવે બિલકુલ ફ્રી 

UIDAIએ આધાર ધારકોને મોટી રાહત આપી છે. 1 જુલાઈથી 31 ડિસેમ્બર 2026 સુધી 6 મહિના માટે આધારમાં ઈમેલ આઈડી અપડેટ કે લિંક કરવાની સુવિધા એકદમ મફત રહેશે. હાલ આ માટે 75 + GST ચાર્જ લેવાય છે. પરંતુ ધ્યાન રાખો, આ ફ્રી સુવિધા માત્ર ‘આધાર મોબાઈલ એપ’ દ્વારા જ મળશે. સેન્ટર પર જશો તો પૈસા ચૂકવવા પડશે. ઈમેલ લિંકથી OTP, અલર્ટ અને આધાર ડાઉનલોડ વધુ સુરક્ષિત બને છે.

2. LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે 

મિડલ ઈસ્ટના તણાવને કારણે LPGના ભાવમાં સત વધારો જોવા મળી રહ્યો છે. જૂનમાં કોમર્શિયલ સિલિન્ડર 53.50 મોંઘો થઈને દિલ્હીમાં 3113.50 પહોંચ્યો હતો. ઘરગથ્થુ સિલિન્ડરના ભાવ જૂનમાં સ્થિર હતા, પણ 1 જુલાઈએ ઓઈલ કંપનીઓ નવી કિંમતો જાહેર કરશે. આંતરાષ્ટ્રીય કિંમતોના આધારે ઘરગથ્થુ સિલિન્ડર મોંઘો થવાની શક્યતા છે, જેનાથી રસોડાનું બજેટ ખોરવાશે.

આ પણ વાંચો: 1 જુલાઈથી 6 મહિના સુધી આધાર ધારકો માટે આ સુવિધા બિલકુલ ફ્રી

3. ATF, CNG અને PNGના દરોમાં બદલાવ 

દર મહિનાની 1 તારીખે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ, CNG અને PNGના ભાવ રિવાઈઝ થાય છે. જૂનમાં CNG અને ATF બંનેના ભાવ વધ્યા હતા. સરકાર PNGને પ્રોત્સાહન આપી રહી છે, એટલે જુલાઈમાં પણ આ ત્રણેય ઈંધણના ભાવમાં વધઘટ થઈ શકે છે. CNG મોંઘો થશે તો કાર-ઓટો ચલાવનારાઓનું ખર્ચ વધશે, અને એર ટિકિટ પણ મોંઘી થઈ શકે છે.

4. HDFC રેગૅલિયા ગોલ્ડ કાર્ડના લાઉન્જ નિયમો કડક 

HDFC બેન્કના પ્રીમિયમ કાર્ડ યુઝર્સ માટે ખરાબ સમાચાર. રેગૅલિયા ગોલ્ડ ક્રેડિટ કાર્ડ પર મળતી ફ્રી ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જની સુવિધા હવે શરતી બની છે. બેન્કે નવી પોલિસી મુજબ, આગામી ત્રિમાસિક ગાળામાં ફ્રી લાઉન્જ જોઈતો હોય તો અગાઉના ક્વાર્ટરમાં કાર્ડથી ઓછામાં ઓછા 60,000 ખર્ચ કરવો ફરજિયાત રહેશે. લાઉન્જનો વધુ પડતો ઉપયોગ રોકવા બેન્કે આ પગલું લીધું છે, જેનાથી વારંવાર મુસાફરી કરનારાઓને ફટકો પડશે.

5. જુલાઈમાં બેન્કો સામાન્ય દિવસે ખુલ્લી રહેશે 

ગુજરાતના લોકો માટે રાહતની વાત એ છે કે જુલાઈ 2026માં કોઈ મોટી જાહેર રજા નથી. RBIના કેલેન્ડર મુજબ આ મહિને બેન્કો માત્ર બીજા-ચોથા શનિવાર અને રવિવારે જ બંધ રહેશે. બાકીના બધા દિવસે નિયમિત બેન્કિંગ કામકાજ ચાલુ રહેશે. એટલે પૈસા જમા-ઉપાડ, લોન કે અન્ય કામ માટે તમારે રજાનો ટેન્શન રાખવો નહીં પડે.

ખિસ્સા પર અસર:

ટૂંકમાં કહીએ તો 1 જુલાઈથી આધાર અપડેટ કરાવીને 75 બચાવી શકો છો, પણ LPG અને CNG મોંઘા થાય તો માસિક ખર્ચમાં 200-300નો વધારો થઈ શકે છે. HDFC કાર્ડ યુઝર હોય તો લાઉન્જ માટે ખર્ચનું પ્લાનિંગ જરૂરી છે.

Tags:

AadhaarBudgetingTipsCNGPricesConsumerRightsCostOfLivingEconomicImpactFinancialAwarenessFuelCostsGovernmentPoliciesinflationLPGPricesPersonalFinancePriceHikeSavingsTipsSmartSpending

Share Article

Other Articles

Previous

ચૈતર વસાવા દોષિત જાહેર, ધારાસભ્ય પદ પર લટકતી તલવાર

Next

1 જુલાઈથી 6 મહિના સુધી આધાર ધારકો માટે આ સુવિધા બિલકુલ ફ્રી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ઐતિહાસિક એકતા નગરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ચમક; અનંત નાગને દાદાસાહેબ ફાળકે સન્માન
12 કલાક પહેલા
“વંદેમાતરમ”ની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલની “નક્સલાઈટ” ટિપ્પણીથી ભારે વિવાદ
13 કલાક પહેલા
UNSCમાં કાયમી બેઠક માટે ભારતની દાવેદારીને ચાર યુરોપિયન દેશોનો ટેકો
13 કલાક પહેલા
રશિયન તેલથી બેલારુસિયન પોટાશ સુધી; અમેરિકાના દોહરા ધોરણો અને ટ્રમ્પનો નવો દાવ
13 કલાક પહેલા
Categories

નેશનલ

3628 Posts

Related Posts

Mirzapur Season 3 : “ઘાયલ શેર લૌટ આયા હૈ” ધમાકેદાર ટીઝરની સાથે રીલીઝ ડેટ આવી સામે
Entertainment
2 વર્ષ પહેલા
એક અબજ ડોલરનું રોકાણ કરો પર્યાવરણની ચિંતા છોડો : ટ્રમ્પ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
અલ્પના મિત્રાના ઘેર ફાઈલ લઈને જનારા ઈજનેરોનો ભાર’ વધારી દેતાં કમિશનર !
રાજકોટ
2 વર્ષ પહેલા
ટ્રમ્પ ટેરિફ વોર : ભારતની 63 અબજ ડોલરની નિકાસ પર મોટું જોખમ, ટેક્સટાઇલ ક્ષેત્રને સૌથી મોટો ફટકો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર