કેનેડાએ કતરને ૬-૦થી રગદોળી નાખ્યું
કેનેડાના જોનાથન ડેવિડના હેટ્રિક ગોલ, સ્વિત્ઝરલેન્ડે બોસ્નિયાને ૪-૧થી હરાવ્યું: આફ્રિકાએ મેચ ડ્રો કરી મેળવ્યો પ્રથમ પોઈન્ટ
ફિફા વર્લ્ડકપ-૨૦૨૬ના ગ્રુપ સ્ટેજ મેચનો રોમાંચ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. દક્ષિણ કોરિયાને ૧-૦થી હરાવી મેક્સિકો ટૂર્નામેન્ટના નોકઆઉટ રાઉન્ડમાં ક્વોલિફાય કરનારી પહેલી ટીમ બની ગઈ છે. જ્યારે સહ-યજમાન કેનેડાએ ઈતિહાસ રચતાં જોનાથન ડેવિડની હેટ્રિકથી કતરને ૬-૦થી રગદોળી નાખી વર્લ્ડકપ ઈતિહાસની પોતાની પહેલી જીત મેળવી હતી. આ જ રીતે સ્વિત્ઝરલેન્ડે જોહાન મંઝામ્બીના બે ગોલના દમ પર બોસ્નિયા-હર્જેગોવિનાને ૪-૧થી પરાજિત કર્યું હતું. સાઉથ આફ્રિકે ચેક રિપબ્લિક વિરુદ્ધ પ્રારંભીક ઝટકો ખાધાં બાદ શાનદાર વાપસી કરતા મેચને ૧-૧થી ડ્રો કરાવી પહેલો પોઈન્ટ હાંસલ કર્યો હતો.
વેનકુવરના બીસી પ્લેસ સ્ટેડિયમ પર કેનેડાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી કેનેડાને ૬-૦થી હરાવ્યું હતું. મેચની ૧૬મી મિનિટે સાઈલ લારિને પહેલો ગોલ કર્યો હતો. આ પછી ૨૯મી મિનિટમાં જોનાથન ડેવિડે શાનદાર ગોલ કરી ટીમને આગળ કરી દીધી હતી. ત્યારબાદ કેનેડાએ એક બાદ એક ગોલ કર્યા હતા.
આ પણ વાંચો: મુકેશ અંબાણીનો ધડાકો: ભારતનો સૌથી મોટો IPO આવી રહ્યો છે!
ઘરેલુ મેદાન ઉપર રમી રહેલી મેક્સિકોની ફૂટબોલ ટીમે દક્ષિણ કોરિયાની એક રક્ષાત્મક ભૂલનો ફાયદો ઉઠાવી ૧-૦થી જીત મેળવી હતી. આ સાથે જ તે નોકઆઉટ સ્ટેજ (રાઉન્ડ ઑફ-૩૨)માં જગ્યા બનાવનારી પહેલી ટીમ બની છે. મેચનો એકમાત્ર અને નિર્ણાયક ગોલ ૫૦મી મિનિટમાં લુઈસ રોમોએ કર્યો હતો.
સાઉથ આફ્રિકાએ એક ગોલ ખાંધા બાદ વાપસી કરતા ચેક રિપબ્લીક સામે એક ગોલ કરી મેચને ડ્રો કરાવી હતી. ચેક રિપબ્લિક તરફથી છઠ્ઠી મિનિટે મિખાલ કૈડિલૈકે ગોલ કર્યો પરંતુ ૮૩મી મિનિટને ટેબોહો મોકોએનાએ પેલન્ટીથી ગોલ કરી સાઉથ આફ્રિકાને મેચમાં જીવંત રાખ્યું હતું. સ્વિત્ઝરલેન્ડે બોસ્નિયા હર્જેગોવિનાને ૪-૧થી હરાવ્યું હતું. સ્વિસ ટીમ વતી જોહાન મંઝામ્બીએ બે ગોલ કર્યા હતા.
આજની મેચ
યુએસએ-ઑસ્ટે્રલિયા: રાત્રે ૧૨:૩૦
સ્કોટલેન્ડ-મોરક્કો: સવારે ૩:૩૦
બ્રાઝીલ-હૈતી: સવારે ૬
તુર્કિ-પેરુગ્વે: સવારે ૮:૩૦
નેધરલેન્ડ-સ્વીડન: રાત્રે ૧૦:૩૦
