ઇન્ડોનેશિયાના સુલાવેસીમાં 6.7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, 60 સેકન્ડ સુધી ધ્રુજારી, સુનામીનો ખતરો નહીં
ઇન્ડોનેશિયાના સુલાવેસી પ્રાંતમાં આજે રિક્ટર સ્કેલ પર 6.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો. ભૂકંપનું કેન્દ્ર પાલુ શહેરથી 46 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં 10 કિમીની ઊંડાઈએ હતું અને લગભગ 60 સેકન્ડ સુધી જોરદાર ધ્રુજારી અનુભવાતા લોકો ગભરાઈને ઘરો-ઓફિસો છોડી રસ્તા પર દોડી આવ્યા હતા. હાલ કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. ભૂસ્તરશાસ્ત્રીઓએ સુનામીની કોઈ શક્યતા નકારી છે કારણ કે દરિયાની સપાટીમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. ઇન્ડોનેશિયા “રિંગ ઓફ ફાયર” ક્ષેત્રમાં આવેલું હોવાથી અહીં ભૂકંપ સામાન્ય છે. સ્થાનિક વહીવટીતંત્રે લોકોને અફવાઓથી દૂર રહી સતર્ક રહેવા અને આફ્ટરશોકની શક્યતાને ધ્યાનમાં રાખી સલામત જગ્યાએ રહેવાની અપીલ કરી છે, જ્યારે આપત્તિ વ્યવસ્થાપન ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.
