`કાળા હિરણ’ ફિલ્મ વિવાદમાં નવો વળાંક
અભિનેતા સોનુ મિશ્રાએ ફિલ્મ છોડી: કહ્યું, સલમાનને નેગેટિવ દર્શાવવાનો પ્રયાસ થતાં પ્રોજેક્ટમાંથી દૂર થઇ ગયો
સલમાન ખાનના ૧૯૯૮ના કાળા હિરણ શિકાર કેસ પર આધારિત ફિલ્મ કાળા હિરણ ફરી વિવાદોમાં આવી છે. ફિલ્મમાં સલમાન ખાનનું પાત્ર ભજવવાના હતા એવા અભિનેતા સોનુ મિશ્રાએ દાવો કર્યો છે કે ફિલ્મના નિર્માતાઓનો હેતુ જાણી તેમણે પ્રોજેક્ટ છોડવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો: મિસાઈલો શાંત થઈ, પણ આ યુદ્ધમાં અસલી બાજી કોણ જીત્યું?
સોનુ મિશ્રાના જણાવ્યા મુજબ શરૂઆતમાં તેઓ ફિલ્મનો ભાગ બનવા ઉત્સાહિત હતા અને બે દિવસનું શૂટિગ પણ કર્યું હતું. જોકે બાદમાં સ્ક્રિપ્ટ અને દસ્તાવેજો મળતાં તેમને સમજાયું કે ફિલ્મમાં એકતરફી રીતે સલમાન ખાનની નકારાત્મક છબી રજૂ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. એટલું જ નહીં, મીડિયા સમક્ષ પણ સલમાન વિરુદ્ધ નિવેદનો આપવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું તેમણે જણાવ્યું.
આ દરમિયાન સલમાન ખાનનો એક નવો લુક પણ ચર્ચાનો વિષય બન્યો છે. એક કાર્યક્રમ દરમિયાન તેમના બદલાયેલા અંદાજે ચાહકોમાં નવી ફિલ્મ અંગે અટકળો તેજ કરી છે. બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે ફિલ્મના નિર્માતાઓને નોટિસ પાઠવી ૧૯ જૂને આગામી સુનાવણી નક્કી કરી છે.
