Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ભારત સ્ટાર્ટઅપમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું કેન્દ્ર: મોદી

Mon, June 15 2026

G7 શિખરમાં ભાગ લેવા ગયેલા વડાપ્રધાને ફ્રાન્સના નિસ શહેરમાં ભારત ઇનોવેટ્સ કાર્યક્રમને કર્યું સંબોધન: ભારતના ડીએનએમાં જ ઇનોવેશન છે, આજે ભારતના યુવાનો દુનિયાને એઆઇ અને સ્ટાર્ટઅપથી સમસ્યાઓનું સમાધાન આપી રહ્યા છે: મેક્રોને મોદીને ગળે વળગાડ્યા

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુધ્ધ અને સંકટકાળ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની યાત્રા પર છે. ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાયેલી જી-૭ શિખર બેઠકમાં વડાપ્રધાન મોદી ભાગ લેવા ગયા છે. રવિવારે વડાપ્રધાન ફ્રાન્સના નિસ શહેરમાં પહોંચી ગયા હતા અને એમનું ભવ્ય સ્વાગત થયું હતું. ફ્રાન્સના પ્રમુખ મેક્રોને ગળે વડગાડીને એમનું હાર્દિક સ્વાગત કર્યું હતું. બન્ને નેતાઓની કેમેસ્ટ્રી ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતામાં નવો અધ્યાય લખી રહી છે. વડાપ્રધાન મોદી અને મેક્રોન વચ્ચે દ્વિ-પક્ષિય બેઠક યોજાઈ હતી. અહીંથી વડાપ્રધાન મોદી સ્લોવાકિયાની મુલાકાત માટે રવાના થઈ ગયા હતા. નિસ શહેરમાં ફ્રાન્સના પ્રમુખે વડાપ્રધાન મોદીને ગળે વડગાડીને ભવ્ય સ્વાગત કર્યું હતું.

રવિવારે નિસ શહેરમાં ભારત ઈનોવેટ્સ-૨૦૨૬ કાર્યક્રમનું વડાપ્રધાન મોદી અને મેક્રોને ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજે ઈનોવેશન ભારતના ડીએનએમાં છે અને આ મંચ ભારતના યુવાનોના સર્જનને વૈશ્વિક સ્તર પર લાવવા માટેનું એક મંચ છે. એમણે કહ્યું કે, ભારત માટે એઆઈ વિઝન એટલે એઆઈ ફોર ઓલના સિધ્ધાંત પર કામ કરે છે. આજે ભારતમાં ૨ લાખથી વધુ સ્ટાર્ટઅપ કામ કરી રહ્યા છે અને હજુ પણ તેમાં વધારો થશે. અમારી પ્રાથમિક્તા એવી ટેકનોલોજી વિકસિત કરવાની છે જે માનવતા માટે કામ આવે. ભારત સ્ટાર્ટઅપ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે. હવે આ રિફોર્મ એક્સપ્રેસ રોકાવાની નથી. ભારત એઆઈ અને સ્ટાર્ટઅપથી દુનિયાને સમસ્યાઓનું સમાધાન પુરૂ પાડી રહ્યું છે.

આ પણ વાંચો: શું આપણા હાઈ-રાઈઝ બિલ્ડિંગ્સ ભવિષ્યની ‘ઊભી ઝૂંપડપટ્ટી’ બની જશે?

એમણે કહ્યું કે, ભારત આજે સ્ટાર્ટઅપમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે. ભારત હવે માત્ર ટેકનોલોજીનું ગ્રાહક નથી પણ ગ્લોબલ ટેકનોલોજી પ્રોવાઈડર બની ગયું છે. હવે તે ઉત્પાદક છે. ભારતના યુવાનો ગ્રીન હાઈડ્રોજન અને ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં સમગ્ર દુનિયા માટે ઈનોવેટ કરી રહ્યા છે. એમણે વૈશ્વિક વિદ્યાલયો અને સ્ટાર્ટઅપ્સને જોઈન્ટ રિસર્ચ માટે ભારત આવવા માટેનું ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું.

વડાપ્રધાને એમ પણ કહ્યું કે, કોઈપણ ટેકનોલોજીની મહાનતા તેના વેલ્યુએશનથી નહીં પણ માનવીય પ્રભાવથી નક્કી થાય છે. ન્યુક્લિયર એનર્જી ક્ષેત્રમાં તાજેતરના ઐતિહાસિક રિફોર્મથી ક્લિન એનર્જીમાં નવી સંભાવનાઓ ખુલી છે.

ભારત ઇનોવેશન અને ટેક્નોલોજીનું મુખ્ય કેન્દ્ર: મેક્રોન

ભારત ઈનોવેટ કાર્યક્રમમાં ફ્રાન્સના પ્રમુખ મેક્રોને વડાપ્રધાન મોદીના અને ભારતના વખાર કર્યા હતા અને કહ્યું હતું કે, આજે ભારત ઈનોવેશન અને ટેકનોલોજીનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. હવે આજે એવો સવાલ થાય છે કે, ભારત સાથે કોણ ઈનોવેશન કરશે ? તેનો જવાબ છે ફ્રાન્સ. અમે ભારત સાથે મળીને અલગ-અલગ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છીએ. એમણે ભારત પ્રત્યે સન્માન વ્યક્ત કરીને હિન્દીભાં `જય હો’ કહ્યું હતું.

મેક્રોને મોદી સાથે સેલ્ફી શેર કરી, ૧૨ વર્ષ પૂરા થવા પર અભિનંદન આપ્યા

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક ખૂબ જ ખાસ સેલ્ફી શેર કરી હતી જેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી હતી. આ તસવીર સાથે, ભારત અને ફ્રાન્સની અતૂટ મિત્રતા, સંરક્ષણ, ટેકનોલોજી અને એઆઇ ક્ષેત્રમાં સાથે મળીને કામ કરતા બંને દેશો વચ્ચેનું બંધન સ્પષ્ટપણે દેખાય છે. ફ્રાન્સના પ્રમુખે મોદીને ૧૨ વર્ષપૂર કરવા પર ખાસ અભિનંદન આપ્યા હતા.

મોદી અને ટ્રમ્પ વચ્ચે બુધવારે એવિયન શહેરમાં યોજાશે બેઠક

ફ્રાન્સમાં યોજાયેલી જી૭ શિખર સમીટમાં ભાગ લેવા ગયેલા વડાપ્રધાન મોદી સાથે બુધવારે અમેરિકી પ્રમુખ ટ્રમ્પની બેઠક યોજાવાની છે. મિડલ ઇસ્ટના યુદ્ધ અને ભારત સાથેની વ્યાપાર ડીલ સહિતના મુદ્દા પર અને હોર્મુઝ જેવા મુદ્દે બન્ને નેતાઓ વચ્ચે ચર્ચા થઇ શકે છે. ફ્રાન્સના એવિયન શહેરમાં આ બેઠક યોજાવાની છે અને તેના તરફ આખી દુનિયાની નજર મંડાયેલી છે.

Tags:

BusinessGrowthBusinessOpportunitiesDigitalIndiaEconomicGrowthentrepreneurshipGlobalStartupsIndiaInnovationIndiaStartupsInnovationMakeInIndiamodiStartupEcosystemStartupIndiaStartupsInIndiaTechInIndiaThirdLargestHubVentureCapitalYoungEntrepreneurs

Share Article

Other Articles

Previous

અયોધ્યામાં રામજન્મભૂમિ ડોનેશન ચોરી મામલામાં શું થયું ? જુઓ

Next

શું આપણા હાઈ-રાઈઝ બિલ્ડિંગ્સ ભવિષ્યની ‘ઊભી ઝૂંપડપટ્ટી’ બની જશે?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકનું 80 વર્ષની વયે નિધન
34 મિનિટutes પહેલા
વડોદરાની MSMEએ રચ્યો ઇતિહાસ: વપરાયેલા ઇંધણના સ્ટોરેજ માટે સ્વદેશી સોલ્યુશન બનાવનારી ગુજરાતી કંપની
2 કલાક પહેલા
દિલ્હી-NCRમાં કાળા વાદળોની ધમાલ: દિવસે રાતનો માહોલ, IMDએ રેડ-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ
2 કલાક પહેલા
અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર, 14 આકરી શરતો પર બની સહમતિ!
2 કલાક પહેલા
Categories

નેશનલ

3093 Posts

Related Posts

સિયાચીનમાં ફરજ પર અગ્નિવીર જવાનનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
રાજકોટના મંગળા રોડ પર ફાયરિંગનો મામલો : ‘પેંડા ગેંગ’ 10 દિવસના રિમાન્ડ પર,’સીટ’ A ટુ Z માહિતી કઢાવી જેલમાં ધકેલશે
ગુજરાત
7 મહિના પહેલા
ગાંધીનગર: UCC ડ્રાફ્ટને કેબિનેટની મંજુરી, લગ્ન નોંધણી ફરજિયાત,લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે
ગુજરાત
3 મહિના પહેલા
પાળ રોડથી કૂવાડવા રોડ બનશે ફોર-લેન
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર