મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલમાં ઉછાળો, રૂપિયો ડૉલર સામે 26 પૈસા મજબૂત
ઈરાન-ઈઝરાયલ બાદ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા વૈશ્વિક બજારમાં અસર જોવા મળી, પણ ભારતીય શેરબજારમાં સેન્સેક્સ-નિફ્ટી તેજી સાથે ટ્રેડ થયા. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડ ઓઈલ એક સમયે 89 ડૉલર સુધી ગગડ્યા બાદ ફરી ઉછળી 92 ડૉલરની સપાટીએ પહોંચ્યું, જે પેટ્રોલ-ડીઝલના ભાવ માટે ચિંતાજનક છે. રાહતની વાત એ છે કે ડૉલર સામે રૂપિયાએ 95ની સપાટી જાળવી રાખી અને આજે લગભગ 26 પૈસા મજબૂત થયો.
