Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

વકીલ રક્ષિત કલોલાનું ફોર્મ રદ કરવાની હરીફ ઉમેદવારની માંગણી નામંજૂર

Tue, April 14 2026

સરકારી વકીલ પદેથી બે દિ’ પહેલાં રાજીનામું આપી દીધાનો પત્ર રજૂ કર્યો

આણંદપર બેઠકના ભાજપના ઉમેદવાર સામેના વાંધા પણ ફગાવી દેવાયા: દાખલો રજૂ ન કરનાર આપના એક ઉમેદવારનું ફોર્મ રદ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ શરૂ થઈ ગયો છે ત્યારે આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી જેમાં ભાજપના ઉમેદવારો સામે વાંધા રજૂ કરી ફોર્મ રદ કરવા માંગણી કરવામાં આવી હતી પરંતુ ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવારોના વાંધા ફગાવી દઈ ભાજપના ઉમેદવારોના ફોર્મ માન્ય રાખ્યા હતા. હવે બુધવારે ફોર્મ પરત ખેંચવાની મુદત હોય ત્યારબાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.
રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર કરી હતી અને શનિવારે ફોર્મ સ્વીકારવાના અંતિમ દિવસે નામાંકન પત્ર દાખલ કરવામાં ભારે ઘસારો જોવા મળ્યો હતો. ભાજપે શુક્રવારે રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.
ચૂંટણી ફોર્મ ભરાઈ ગયા બાદ આજે ફોર્મ ચકાસણી રાખવામાં આવી હતી. જુદા જુદા ચૂંટણી અધિકારીઓએ રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરી હતી જેમાં તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં.૧૧માં ચૂંટણી લડતા એડવોકેટ રક્ષિત વસંતલાલ કલોલા સામે ચૂંટણી લડતા કોંગ્રેસના ઉમેદવાર મથુરભાઈ માલવીએ વાંધા રજૂ કરી ફોર્મ રદ કરવા માંગણી કરી હતી. કોંગ્રેસના ઉમેદવારે લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, રક્ષિત કલોલા સરકારી વકીલ તરીકે સેવા આપે છે. નિયમ મુજબ ચૂંટણી લડતા ઉમેદવાર સરકારી કર્મચારી કે સરકારના કોઈપણ વિભાગમાં સેવા આપતો ન હોવો જોઈએ.
કોંગ્રેસના ઉમેદવારની આ રજૂઆત સામે વકીલ રક્ષિત કલોલાએ સરકારી વકીલ પદેથી તા.૯-૪-૨૬ના રાજીનામું આપી દીધું હતું જે જિલ્લા સરકારી વકીલે સ્વીકારી લીધું હોવાનો પત્ર રજૂ કરતાં ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવારની રજૂઆત ફગાવી દઈ ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખ્યું હતું.
આ ઉપરાંત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આણંદપર બેઠકમાં ભાજપના ઉમેદવાર જસ્મીન પીપળિયા સામે પણ કોંગ્રેસના ઉમેદવારે વાંધા અરજી રજૂ કરી હતી જે પ્રાંત અધિકારીએ રદ કરી ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખ્યું હતું. રાજકોટ મનપા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ચકાસણીની કાર્યવાહી વખતે રાજકોટ તાલુકા પંચાયતના ગઢકા બેઠકના આપના ઉમેદવારે દાખલો રજૂ કરેલ ન હોય જેના કારણે તેનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું જેના કારણે આ બેઠક બિનહરીફ થઈ ગઈ છે.

Share Article

Other Articles

Previous

ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા

Next

અમારી હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી, આ વખતે મત માંગવા કોઇ આવતાં જ નહીં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
7 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
7 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
7 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
8 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટ : ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો શેર કરનાર શખ્સ સામે કાર્યવાહી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ઉત્તર પ્રદેશના બદાયુમા બે બાળકોની હત્યા કરનાર બે આરોપીઓ પોલીસ એનકાઉન્ટરમાં ઠાર, શહેરમાં તંઞદિલી
Breaking
2 વર્ષ પહેલા
અરવિંદ કેજરીવાલે શું કરી મહત્વની વાત ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં નવા વર્ષમાં 252 બાળકો જન્મ્યા: તહેવારોમાં 108 સતત દોડતી રહી, 1100થી વધુ ઇમરજન્સી કેસ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર