અગાઉ ઝુપડાધારકો, નદીકિનારે વસતા લોકો સહિતના માટે બનાવાયેલા આવાસ ખંઢેર બની જતાં તેને રિપેર કરી રહેવાલાયક બનાવાશે
રાજકોટમાં જરૂરિયાતમંદ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે મહાપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં આવાસ યોજના બનાવવામાં આવી રહી છે ત્યારે કાલાવડ રોડ પર પ્રેમમંદિર પાછળ રવિ પાર્ક મેઈન રોડ ઉપર તેમજ પોપટપરામાં સાધુ વાસવાણી કુંજ રોડ ઉપર ૧૦૫૭ આવાસ કે જેને અગાઉ ઝુપડાધારકો, નદીકિનારે વસતા લોકો સહિતના માટે બનાવવામાં આવ્યા હોય ત્યાં કોઈ રહેવા ન આવતાં ખંઢેર બની ગયા હતા. હવે આ આવાસને રિપેર કરી રહેવાલાયક બનાવ્યા બાદ સાત એપ્રિલથી તેના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે.
આ ૧૦૫૭ આવાસ બે લાખ રૂપિયામાં આપવામાં આવશે જેમાં એક રૂમ સહિતની સુવિધા અપાશે. આ જ રીતે મવડી સહિતના વિસ્તારમાં ૧૨ લાખ અને ૧૮ લાખના કુલ ૨૩ આવાસ ખાલી પડ્યા હોય તેના ફોર્મ પણ ભરી શકાશે. આ આવાસની ડ્રો મારફતે ફાળવણી કરવામાં આવશે જે પ્રમાણે ૭ એપ્રિલે બપોરે એક વાગ્યાથી ૬ મેએ સાંજે પાંચ વાગ્યા સુધી મહાપાલિકાની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ અને ડિપોઝિટની રકમ ભરી શકાશે.
બે લાખની કિંમતનું આવાસ મેળવવા માટે પરિવારની વાર્ષિક આવક ત્રણ લાખ સુધી જ હોવી જરૂરી છે. આ આવાસની ફોર્મ ફી વસલાશે નહીં પરંતુ તેની ડિપોઝિટ પાંચ હજાર રૂપિયા રહેશે. જ્યારે એલઆઈજી કેટેગરીના આવાસ કે જેની કિંમત ૧૨ લાખ રૂપિયા છે તેના માટે પરિવારની આવક વર્ષે ત્રણથી છ લાખ સુધી જ હોવી જરૂરી છે. આ આવાસનું ફોર્મ ૫૦ રૂપિયા અને ડિપોઝિટની રકમ ૨૦,૦૦૦ રૂપિયા રહેશે. એમઆઈજી કેટેગરીનું આવાસ કે જેની કિંમત ૧૮ લાખ રૂપિયા છે તેના માટે કૌટુંબિક આવક છ લાખથી ૭.૫૦ લાખ સુધીની તેમજ તેના ફોર્મની કિંમત ૧૦૦ રૂપિયા અને ડિપોઝિટ ૨૦,૦૦૦ રૂપિયા રહેશે
૧૦૫૭ આવાસ માટેના ફોર્મ ૭ એપ્રિલથી ઓનલાઈન ભરી શકાશે: મવડી સહિતના વિસ્તારોમાં ૨૩ આવાસ પણ વેચાશે
કયા કયા પૂરાવા આપવા પડશે
અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, અરજદારની સહીનો ફોટો, અરજદારનું આધારકાર્ડ, પતિ-પત્ની, માતા-પિતા, વાલીનું આધારકાર્ડ, આવકનો દાખલો, લાઈટબિલ, મિલકત વેરાબિલ, ભાડાકરાર, સ્વ-પ્રમાણિત જાહેરનામું, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, રદ્દ કરેલ ચેક અને પાસબુક, જાતિ અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો), દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો), એક્સ-સર્વિસમેન અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો), કેન્દ્ર-રાજ્ય સરકારનું ગેજેટ અથવા લગ્નનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
નોંધ: આ તમામ પૂરાવા જેપીજી-પીડીએફ ફોર્મેટમાં મહત્તમ ૧ એમબી સાઈઝમાં સ્પષ્ટ વાંચીશ કાય તે રીતે મહાપાલિકાની વેબસાઈટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ ઉપર અપાયેલા ફોર્મમાં અપલોડ કરવાના રહેશે.
