Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ: કાનાલુસ -જામનગર વચ્ચે ડબલ ટ્રેક પ્રોજેકટનું લોકાર્પણ કરશે, 257 કરોડના ખર્ચે પ્રોજેક્ટ સંપન્ન

Mon, March 30 2026

ભારતીય રેલવેના આધુનિકીકરણ, ક્ષમતા વિસ્તરણ અને પ્રાદેશિક સંતુલિત વિકાસના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ તરીકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 31 માર્ચના રોજ રાજ્યનાં 891 કરોડના વિવિધ રેલ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. વડાપ્રધાન દ્વારા આ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવશે

આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાન દ્વારા ખેડબ્રહ્મા, હિંમતનગર, અમદાવાદ (અસારવા) વચ્ચે નવી ટ્રેન સેવાનો પ્રારંભ તેમજ ખેડબ્રહ્મા-હિંમતનગર રેલ લાઈનનું લોકાર્પણ તથા ગાંધીધામ, આદીપુર રેલ લાઈનના મલ્ટી-ટ્રેકિંગ અને કાનાલુસજામનગર રેલ લાઇનના ડબલિગનું રાષ્ટ્રને સમર્પણ કરવામાં આવશે, જેનાથી ઉત્તર ગુજરાત અને રાજ્યના મધ્યભાગ વચ્ચે ઝડપી, સુલભ અને વિશ્વસનીય પરિવહન વ્યવસ્થા સ્થાપિત થશે.

આ પણ વાંચો:દીકરીને પરેશાન કરતાં સાસરા-સાળાએ જ જમાઈને પતાવી દીધો: ઢીમ ઢાળી લાશને 1.50 કિમી દૂર ફેંકી,જાણો શું છે સમગ્ર મામલો

કાનાલુસ જામનગર રેલખંડનું ડબલિંગ (27 કિમી)

257 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા આ પ્રોજેક્ટ હેઠળ હવે એક જ માર્ગ પર બે ટ્રેક ઉપલબ્ધ થયા છે, જેનાથી ટ્રેનોના સંચાલનમાં વિલંબ ઘટશે. મુસાફરોને સમયસર ટ્રેન મળશે અને મુસાફરી વધુ વધુ આરામદાયક બનશે. માલગાડીઓની ગતિમાં વધારો થવાથી વેપારને પણ લાભ થશે. આ પ્રોજેક્ટ જામનગર અને આસપાસના વિસ્તારોના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે તથા ભવિષ્યમાં નવી ટ્રેનો દોડાવવા માટે પણ સહાયક સાબિત થશે.

નવી ટ્રેન સેવા: પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન

ખેડબ્રહ્માથી હિંમતનગર થઈ અમદાવાદ (અસારવા) સુધી શરૂ થનારી નવી ટ્રેન સેવા સામાન્ય જનતા માટે દૈનિક મુસાફરી સરળ બનાવશે. વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને દર્દી માટે શહેર સુધી અવરજવર વધુ સુવિધાજનક અને સસ્તી બનશે.

ખેડબ્રહ્મા હિંમતનગર રેલ લાઈન (55 કિમી)

482 કરોડના ખર્ચે નિર્મિત આ નવી રેલ લાઈનથી સાબરકાંઠા વિસ્તારને સીધી રેલ સુવિધા પ્રાપ્ત થશે. હવે લોકો અમદાવાદથી નાના અંબાજી સુધી ઓછા સમયમાં અને સસ્તા ભાડામાં સરળતાથી પહોંચી શકશે. ખેડૂતોને તેમના ઉત્પાદનો બજાર સુધી ઝડપથી પહોંચાડવામાં મદદ મળશે, જેનાથી તેમની આવકમાં વધારો થશે.

ગાંધીધામ આદિપુર રેલખંડનું મલ્ટીટ્રેકિંગ (11 કિમી)

152 કરોડના ખર્ચે નિર્મિત આ નવી રેલ લાઈનથી માલગાડીઓની અવરજવર સુગમ થશે. કંડલા પોર્ટ અને આસપાસના ઉદ્યોગોને માલ પરિવહનમાં તેજી મળશે, જેનાથી વેપારને વેગ મળશે. ખાસ કરીને મીઠું, કન્ટેનર, ખાતર, પેટ્રોલિયમ ઉત્પાદનો અને કોલસાના પરિવહનમાં ગતિ અને કાર્યક્ષમતા વધશે, જેનાથી લોજિસ્ટિક્સ સિસ્ટમ વધુ મજબૂત બનશે.

Share Article

Other Articles

Previous

PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટનું ઉદઘાટન કરશે: કેન્સ સેમિકોનનું 3,300 કરોડનું રોકાણ, રોજની 60 લાખ ચિપ્સ બનશે

Next

દીકરીને પરેશાન કરતાં સાસરા-સાળાએ જ જમાઈને પતાવી દીધો: ઢીમ ઢાળી લાશને 1.50 કિમી દૂર ફેંકી,જાણો શું છે સમગ્ર મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટમાં કરૂણ ઘટના: સોપાન હાઈટ્સના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બે માસૂમ ભાઈ-બહેનનાં મો*ત, પરિવારમાં ગમગીની
1 કલાક પહેલા
મોટો ઝટકો! મોબાઈલ ફોન, ટીવી અને લેપટોપ થઈ શકે છે મોંઘા, તમારા ખિસ્સા પર પણ થશે સીધી અસર, જાણો કેટલા ટકા ભાવ વધારો થશે
2 કલાક પહેલા
વિશાખાપટ્ટનમમાં ચોંકાવનારી ઘટના: નૌકાદળના જવાને પ્રેમિકાની ક્રૂરતાથી હત્યા કરી લાશના ટુકડા કરી ફ્રીઝમાં છુપાવ્યા
2 કલાક પહેલા
રાજકોટનાં રૈયાધાર વિસ્તારમાં આવેલ સોપાન હાઈટ્સમાં દીપેશ અને દિશા ભંડેરી નામના સગા ભાઈ-બહેનનાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોત
2 કલાક પહેલા
Categories

નેશનલ

3033 Posts

Related Posts

મેઘકૃપા ! રાજકોટના 13 સહીત સૌરાષ્ટ્રના 29 ડેમમાં નવા નીર
રાજકોટ
2 વર્ષ પહેલા
રિઝર્વ બેન્કે દેશની બેંકોને શું સલાહ આપી ? શેનાથી ખતરો છે ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં યુવાનનુ સીન જમાવવા માટે ખુલ્લેઆમ હવામાં ફાયરિંગ, ક્યાં થઈ આ હરકત : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
રણબીર કપૂરે આઠ કરોડની કઈ કાર ખરીદી….વાંચો
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર