Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ચૂંટણી પૂર્વે ચેન્જ: રાજ્યમાં પ્રથમ વખત એક સાથે 772 PIની બદલી,PSI માંથી પ્રમોશન મેળવી એજ સ્થળે રહેલા 254 PIને મળશે હવે નવી મંઝીલ

Fri, March 27 2026

રાજ્યમાં હવે સ્વરાજની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઇ શકે તે દિવસો દૂર નથી. ઘડીઓ ગણાઇ રહી છે. એ પૂર્વે જ કાયદો-વ્યવસ્થા માટે કી રોલ રૂપ પોલીસ વિભાગમાં એક જ દિવસમાં એક સાથે 772 પોલીસ ઇન્સ્પેક્ટર્સની બદલીઓના ઓર્ડરથી પોલીસ બેડામાં ભારે ચહેલ પહેલ થઇ પડી છે. ગત વર્ષે પ્રમોશન મેળવ્યા બાદ લાંબા સમયથી એને એજ સ્થળે (પી.એસ.આઇ.ના પોસ્ટીંગ વાળી જગ્યાએ) રહેલા નવા 254 પી.આઇ.ને હવે નવેક માસના અંતરાલ બાદ નવી મંઝિલ (બદલીના સ્વતંત્ર નવા સ્થળ) મળશે. જ્યારે 518 પોલીસ ઇન્સ્પેક્ટર્સની પણ રાજ્યમાં અલગ-અલગ શહેર, જિલ્લાઓમાં બદલીઓ કરાઇ છે. સૌરાષ્ટ્રમાં પણ સારો એવો બદલાવ આવ્યો છે. રાજકોટ સિટીમાં 19 પી.આઇ.ની બદલી થઇ, નવા 17 આવ્યા જ્યારે રૂરલમાં 13 પી.આઇ. બદલાયા, 9 પી.આઇ.ની નિમણુંક થઇ.

ચૂંટણી પૂર્વેના મેજર ચેંજમાં 772 પોલીસ ઇન્સ્પેક્ટર્સને બદલાવવામાં આવ્યા તેમાં રાજકોટ શહેરના વી.એમ.ઝણકાંટ, આર.જી.બારોટ, બી.ટી.અકબરી, એમ.જી.વસાવા, જે.એસ.ગામીત, એમ.એ.ઝણકાંત, જે.આર.દેસાઇ, એમ.એચ.ભાટી, એ.બી.જાડેજા, એમ.એમ.સરવૈયા, કે.જે.કરપડા, મહિલા પી.આઇ. આઇ.એન.સાવલીયા, એસ.એન.રાઠોડ, એસ.એન.રાણે, બી.પી.રમ્યા, એન.વી.હરીયાણ, બી.વી.બોરીસાગર, એમ.જે.હુણની મળી 18 પી.આઇ. બદલાયા જ્યારે દેવભૂમિ દ્વારકાથી એસ.એમ.સોલંકી, કે.કે.ગોહિલ, અન્યો જે.ડી.પરમાર, એમ.બી.વાછાણી, એસ.ડી.ફૂલતરીયા, એચ.પી.ગઢવી, આર.ડી.પરમાર, ડૉ. એ.એલ.વરચંદ, એસ.બી.ભુતીયા તેમજ અમિત એન. જાની, પી.ડી.ગોંડલીયા, જે.વી.વાઢીયા, સી.એન.દવે, એન.બી.ચૌધરી, એસ.પી.સોઢા, એમ.ડી.મકવાણા, જે.જે.હળવદીયા મળી 17 પી.આઇ. નવા આવ્યા.

આ પણ વાંચો:ઇંધણ સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય : પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ યુટીમાં રૂ.10નો ઘટાડો,જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે કે નહીં?

રાજકોટ રૂરલ એલ.સી.બી. પી.આઇ. વી.વી.ઓડેદરા ઉપરાંત એલ.આર.ગોહિલ સહિત 13 પી.આઇ.ની અન્યત્ર બદલીઓ થઇ જ્યારે કે.આર.સિસોદીયા, વાય.એમ.ગોહિલ, એ.એમ.દેસાઇ, જે.પી.ઝાલા સહિત 9 પોલીસ ઇન્સ્પેક્ટર રાજકોટ રૂરલમાં નવા મુકાયા છે. એલ.સી.બી. પી.આઇ. ઓડેદરાની બદલી થતા હવે તેમના સ્થાને કોણ આવશે તેના પર ગ્રામ્ય પોલીસ સ્ટાફની નજર મંડાયેલી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લામાં જે.ડી.ઝાલા, એન.એસ.ઘેટીયા, એસ.પી.જાડેજા, વી.એસ.સિંધવ, જે.ડી.સરવૈયા, જામનગરમાં એચ.બી.ધાંધલીયા મુકાયા છે. ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં બદલીઓ થઇ છે.

ચૂંટણી પૂર્વે બદલીઓ થતા જેઓ લાંબા સમયથી રાહમાં હતા તેઓ રાજી થયા અને જેઓને તેમના મનગમતા સ્થળ કે નજીકના ઉપરી અધિકારીઓની રાહબરીમાં જવુ હતું કે અધિકારીઓએ માંગ્યા હશે અને ત્યાં પોસ્ટિંગ મળતા તેઓ પણ ખુશ હશે. તેવી પોલીસ વર્તુળોમાં વાતો વહેતી થઇ છે.

એક વર્ષથી હતા બદલીની રાહમાં
અંતે હવે સ્વતંત્ર પોસ્ટિંગ મળશે

રાજ્યના પોલીસ બેડામાં ફરજ બજાવતા 2016ની બેચના 254 પી.એસ.આઇ.ને ગત વર્ષે ત્રણ તબક્કામાં ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ માસ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરના પ્રમોશન મળ્યા હતાં. બઢતી સાથે સામાન્યત બદલીઓ થતી જ હોય પરંતુ 254 પી.એસ.આઇ. પી.આઇ. તો બન્યા પણ કોઇને ક્યાંય બદલી ન મળી અને ત્યાં ને ત્યાં જ રહ્યા. બાદમાં તો બદલીઓનું કોઇ લીસ્ટ આવે એટલે આ નવા પી.આઇ.ને એવો ઇંતજાર રહેતો કે આપડું નામ લીસ્ટમાં હશે? આવીને આવી રાહમાં એકાદ વર્ષ જેવો સમય વીત્યો. જે પી.આઇ.ની અંડરમાં પી.એસ.આઇ. તરીકે નોકરી કરતા ત્યાં સેક્નડ પી.આઇ.માં કે આવી રીતે જો મેળ પડ્યો તેમને ક્યાંક ક્યાંક લોકલી જ સ્વતંત્ર પોલીસ સ્ટેશન કે પોસ્ટિંગ મળ્યા બાકી અન્યોએ તો રાહમાં જ સમય વિતાવવો પડ્યો અને અંતે હવે બદલીઓ થતાં હવે આવા મહત્તમ નવા પી.આઇ. (જો કે હવે તે 1 વર્ષ જૂના પણ થયા) હાશ છૂટકારો થયો કે નવુ પોસ્ટિંગ મળ્યાનો આનંદ હશે.

4 DySPને S.P.ના પ્રમોશનઃ રાજકોટ શહેરના પૂર્વ અધિકારીનો સમાવેશ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ચાર ડીવાયએસપીને એસ.પી.ના પ્રમોશન અપાયા છે. હાલ જે જગ્યાએ ફરજ પર છે તે અપગ્રેડ કરી યથાવત રખાયા છે. રાજકોટ શહેરમાં અગાઉ પી.આઈ. તરીકે ફરજ બજાવી ચુકેલા અને હાલ સુરત સિટીમાં એ.સી.પી. તરીકે ફરજ બજાવતા કાલાવડના કોઠા ભાડુકીયાના વતની વિરભદ્રસિંહ એમ. જાડેજાનો સમાવેશ થયો છે. વી.એમ. જાડેજાને હાલ સુરતમાં જ વર્તમાન જગ્યા પર ડી.સી.પી. તરીકે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત વડોદરાના એ.સી.પી. જે.આઈ.વસાવા, વિરમગામ એસ.આર.પી. જુથ-૨૦ના એસ.બી.બારોટ અને વિસનગર ડીવાયએસપી ડી.એમ.ચૌહાણને એસ.પી. તરીકે બઢતી મળી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીનો સવા કિ.મીનો રસ્તો ફોર લેન બનાવવાનું શરૂ: રામાપીર ચોકડીથી રૈયા ગામ સુધીનો રસ્તો પાક્કો કરી દેવાયો

Next

ઇંધણ સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય : પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ યુટીમાં રૂ.10નો ઘટાડો,જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે કે નહીં?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
12 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
2 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
3 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
3 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
3 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

અરે આટલો મોટો દંડ !!!! આટલા પૈસા તો આખી પૃથ્વી ઉપર પણ નથી..રશિયાએ ગુગલ પર લગાવ્યો સૌથી મોટો દંડ ફટકાર્યો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
અમદાવાદમાં કોરોનાથી પ્રથમ મોત:દાણીલીમડા વિસ્તારની 47 વર્ષીય મહિલા જંગ હારી
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
મહાકુંભમાં ગયેલા ગુજરાતીઓ સુરક્ષિત
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટના રેલનગરમાં ઉપલેટાના યુવકની હત્યા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર