Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ: કરાં પણ જોરદાર વરસ્યા, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી,ઠેર-ઠેર પાણી ભરાયા

Thu, March 19 2026

કુદરતની કળા કેવી નિરાળી છે તેની કલ્પના કાળા માથાનો માનવી ક્યારેય કરી શક્યો નથી અને કરી શકવાનો પણ નથી. ફરીવાર કુદરતે આવી જ કળા બતાવી ગરમીથી શેકાતાં રાજકોટને એક જ કલાકમાં ઠંડુંગાર કરી દીધું હતું. ગુરૂવારે બપોરે 4 વાગ્યે આસપાસ રાજકોટમાં વરસાદ વરસવાનું શરૂ થયું હતું જે એક કલાક સુધી યથાવત રહેતા 1.5 ઇંચ પાણી વરસી જવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે જ રાજકોટમાં સવારે 8:30 વાગ્યે 24 ડિગ્રી, બપોરે 2:30 વાગ્યે 35 ડિગ્રી અને સાંજે 5:30 વાગ્યે તો જાણે કે શિયાળો હોય તે પ્રમાણે તાપમાનનો પારો ગગડીને 19 ડિગ્રીએ પહોંચી ગયો હતો!

શહેરમાં એક કલાક સુધી વરસાદ તો પડ્યો જ હતો સાથે સાથે 15 મિનિટ સુધી માથામાં ઢીમડા થઈ જાય તેવા μεγάા કરાં પણ પડતાં તેના અવાજથી લોકો ગભરાઈ ગયા હતા. આ સાથે જ વર્ષો બાદ રાજકોટમાં કરાંનો વરસાદ પણ જોવા મળ્યો હતો. વાતાવરણમાં પલટાને કારણે બપોરે 4 વાગ્યે મધરાત જેવું અંધારું થઈ જતાં વિઝિબિલિટી સાવ ઘટી જતાં ભરબપોરે વાહનચાલકોએ પોતાના વાહનની હેડલાઈટ ચાલુ કરવી પડી હતી.

બીજી બાજુ વાતાવરણે અચાનક જ પલટો લેતા વરસાદ અને કરા પડ્યા હતા સાથે સાથે વીજળીના કડાકા-ભડાકાને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થઈ જવાને કારણે વીજળી ગુલ થઈ ગઈ હતી સાથે સાથે દર વરસાદની જેમ આ વખતે પણ ઠેર-ઠેર પાણીના તળાવ પણ ભરાઈ ગયા હતા.

વરસાદની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ સક્રિય

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે મોડી રાતથી અમદાવાદ, ગાંધીનગર, કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકતા ધૂળની ડમરીઓ ઊડી હતી. હવામાન વિભાગે આ દરમિયાન ત્રણ કલાકનું નોકકાસ્ટ (Nowcast) જાહેર કર્યું છે, જેમાં અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

9 જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગના નોકકાસ્ટ મુજબ, આજે (19 માર્ચ) દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવ, કચ્છ, અમરેલી અને પાટણ જિલ્લાઓમાં પવનની ઝડપ 62થી 87 કિ.મી. પ્રતિ કલાક રહેશે અને કમોસમી વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં પવનની ઝડપ 41થી 61 કિ.મી. પ્રતિ કલાક રહેશે. આ સાથે કમોસમી વરસાદ, મેઘગર્જના અને કરા પડવાની શક્યતા પણ છે.

આ પણ વાંચો:186 કરોડના ખર્ચે મોરબી હાઈ-વે થી અમદાવાદ હાઈ-વે સુધીનો 11 કિ.મી. રસ્તો નવો બનશે: કાંગશિયાળી ગામે પાણી સપ્લાય કરવા ખર્ચાશે 29 કરોડ

ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને નવસારી, વલસાડ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

Share Article

Other Articles

Previous

ઈઝરાયેલના હાઈફામાં આવેલી સૌથી મોટી રિફાઇનરી પર ઈરાનનો મોટો હુમલો, આગ ફાટી નીકળી

Next

અશાંતધારા નિયંત્રણ માટે કાયદામાં કડક પગલાંની તૈયારી: કાયદાનો દુરુપયોગ અટકાવવા માટે ફેરફાર સૂચવતો ખરડો વિધાનસભામાં આવશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
12 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
4 દિવસ પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
2 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
2 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
2 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટના રેલનગરમાં ૪૦ નંબરની સિટી બસના ડ્રાઈવરને આવ્યો હાર્ટએટેક : વાહનો અને રેંકડીચાલકને ઉડાડ્યા : ૧નું મોત
Breaking
1 વર્ષ પહેલા
રાજકોટ: સિવિલ હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદી અબ્દુલની લાલપરી તળાવમાંથી મળી લાશ, બી – ડિવિઝન પોલીસ ઘટના સ્થળે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં યુવક-યુવતીઓમાં ખૂટી રહી છે ધીરજ: 19થી 35 વર્ષના ચાર લોકોએ આપઘાત કરી લેતા સનસનાટી
ગુજરાત
5 મહિના પહેલા
આવકવેરા દરોડામાં બિલ્ડરના આર્થિક વ્યવહારોની મહત્વની માહિતી મળી
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર