અલવિદા “ભારત કુમાર” : પાર્થિવદેહ પંચમહાભૂતમાં થયો વિલીન, મનોજ કુમારને અંતિમ વિદાય આપતા પત્ની ભાંગી પડી, Video રડાવી દેશે
પીઢ અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમારનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. અભિનેતાએ શુક્રવારે, ૪ એપ્રિલ ૨૦૨૫ના રોજ સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પુત્ર કુણાલ ગોસ્વામીએ કહ્યું કે તેના પિતાએ શાંતિથી દુનિયાને અલવિદા કહી દીધું છે. મનોજ કુમાર લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા અને 21 ફેબ્રુઆરીથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મનોજ કુમારનું 87 વર્ષની વયે થયું અવસાન
બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું 4 એપ્રિલના રોજ 87 વર્ષની વયે અવસાન થયું હતું, ત્યારબાદ આજે શનિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પ્રોટોકોલ મુજબ, તેમના પાર્થિવ શરીરને ભારતીય રાષ્ટ્રધ્વજમાં આદરપૂર્વક લપેટવામાં આવ્યું હતું. રૂપેરી પડદે ‘ભરત કુમાર’ તરીકે પ્રખ્યાત આ અભિનેતાએ શુક્રવારે સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મનોજ કુમારના પુત્ર કુણાલ ગોસ્વામીએ ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું કે તેમના પિતા લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. છેલ્લી ઘડીએ તેમને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહીં અને તેમણે શાંતિથી દુનિયાને અલવિદા કહ્યું.
મનોજ કુમાર લાંબા સમયથી ડિકમ્પેન્સેટેડ લિવર સિરોસિસથી પીડાતા હતા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ‘ઉપકાર’, ‘પૂર્વ-પશ્ચિમ’, ‘ક્રાંતિ’ અને ‘રોટી-કપડા’ જેવી સુપરહિટ ફિલ્મો માટે પ્રખ્યાત અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મનોજ કુમારને તેમના ફિલ્મી કરિયરમાં 7 વાર ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમને ૧૯૯૨માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે ૨૦૧૬માં તેમને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
VIDEO | Maharashtra: Mortal remains of veteran actor Manoj Kumar, who passed away at the age of 87, are being taken for last rites from his residence in Mumbai.
— Press Trust of India (@PTI_News) April 5, 2025
His last rites will be performed later today at the Pawan Hans crematorium.
(Full video available on PTI Videos -… pic.twitter.com/TxwkYri8gF
મનોજ કુમારના મૃતદેહને ગળે લગાવીને તેમની પત્ની રડી પડી
મનોજ કુમારના અંતિમ સંસ્કાર પછી, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.જેમાં અભિનેતાની પત્ની શશી ગોસ્વામી તેના પતિના મૃતદેહને ગળે લગાવીને રડતી જોવા મળે છે.
#WATCH | Mumbai, Maharashtra | State honour being accorded to actor Manoj Kumar
— ANI (@ANI) April 5, 2025
Legendary actor and film director Manoj Kumar passed away yesterday. At around 11:30 am today, Manoj Kumar's last rites will be performed at a cremation ground in Juhu. pic.twitter.com/Oxl3NImKsV
મનોજ કુમારનું સાચું
મનોજ કુમારનું સાચું નામ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી હતું. તેમને મનોજ કુમારના નામથી ઉદ્યોગમાં ઓળખ મળી. તેમની દેશભક્તિપૂર્ણ ફિલ્મોને કારણે, તેઓ ભારત કુમાર તરીકે જાણીતા થયા. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ભારે કમાણી કરતી હતી.
મનોજ કુમારની કુલ સંપત્તિ
સેલિબ્રિટી નેટ વર્થ રિપોર્ટ અનુસાર, મનોજ કુમારની કુલ સંપત્તિ 170 કરોડ રૂપિયા છે. તેમની કુલ સંપત્તિ તેમની લાંબી સફળ સિનેમા કારકિર્દીમાંથી આવે છે. તેમણે ઉદ્યોગમાં અભિનેતા, દિગ્દર્શક અને પટકથા લેખક તરીકે કામ કર્યું છે. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી છે. અહેવાલો અનુસાર, ગોસ્વામી ટાવર નામની એક મોટી ઇમારત છે જે મનોજ કુમારના નામે છે.