Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

આજે અમદાવાદમાં ‘રનસંગ્રામ’: ગુજ્જુ ત્રિપૂટીના ખભે રહેશે મહત્ત્વની જવાબદારી, સાંજે 7 વાગ્યાથી ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચ

Sun, March 8 2026

ટી-20ના વર્લ્ડ કપનો ફાઈનલ મેચ રવિવારે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે રમાશે. બંને ટીમ મજબૂત છે પણ કરોડો ક્રિકેટપ્રેમીઓના મનમાં અને દિલમાં ઇન્ડિયા… ઇન્ડિયા… નો નારો ગુંજી રહ્યો છે અને 1 લાખથી વધુ પ્રેક્ષકો પણ આ જ નારો લગાવીને ભારતીય ખેલાડીઓને પાનો ચડાવશે.

આજથી 3 વર્ષ પહેલાં એટલે કે 2023માં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા સામે વન-ડે વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો રમવા અમદાવાદમાં ઉતરી હતી. આ મેચ છેવટ સુધી રોમાંચક રહી હતી પરંતુ ટ્રેવિસ હેડ સહિતના બેટરે દમદાર બેટિંગ કરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો જ નહીં પરંતુ ભારતના તમામ ક્રિકેટરસિકોને ‘શાંત’ કરી દીધા હતા. 3 વર્ષ પહેલાં જે ગ્રાઉન્ડ ઉપર ફાઈનલમાં હાર મળી હતી તે જ ગ્રાઉન્ડ ઉપર આજે વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો કરવા ટીમ ઈન્ડિયા ઉતરશે. જો કે આ વખતે ફાઈનલ વન-ડે નહીં પરંતુ ટી-20 વર્લ્ડકપનો છે અને હરિફ ટીમ ઑસ્ટ્રેલિયા નહીં ન્યુઝીલેન્ડ છે. એકંદરે આજે રવિવારે અમદાવાદમાં થનારા ‘રનસંગ્રામ’ને જીતી ભારત સળંગ બીજો તો ન્યુઝીલેન્ડ પોતાનો પ્રથમ વર્લ્ડકપ જીતવા માટે મેદાને ઉતરશે.

બેટર્સ માટે સ્વર્ગ સમાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર આ વર્લ્ડકપમાં ફાઈનલ મેચ પહેલાં 6 મેચ રમાઈ છે જેમાં 2 મેચ પ્રથમ દાવ લેનારી તો 3 મેચ બીજો દાવ લેનારી ટીમ જીતી છે. જ્યારે અફઘાનિસ્તાન-આફ્રિકા વચ્ચેની મેચ ટાઈ રહી હતી. એકંદરે આ સીઝનમાં અહીં પ્રથમ ઈનિંગનો સ્કોર 187 રનથી લઈ 213 રન સુધીનો રહ્યો હોય ફાઈનલ મેચ પણ હાઈ-સ્કોરિંગ બની રહેવાની શક્યતા નકારી શકાતી નથી.

આ પણ વાંચો :IND vs NZ: વિશ્વનો નંબર વન બોલર વરુણ ચક્રવર્તી ફેઈલ: ફાઈનલમાં પડતો મુકાઈ શકે,જાણો ન્યુઝીલેન્ડ સામે કોને મળી શકે છે તક

ભારતમાં ક્રિકેટ પ્રત્યે કેટલી ઘેલછા તે કહેવાની અત્રે જરૂર નથી. 2024 બાદ 2026ના ટી-20 વર્લ્ડકપના ફાઈનલમાં પણ ભારતીય ટીમ રમવાની હોય 140 કરોડ લોકોની ખુશી ‘સૂર્યાબ્રિગેડ’ના હાથમાં રહેશે. સુપર-8થી લઈ સેમિફાઈનલ જીત્યા ત્યાં સુધીમાં સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દૂબે ફોર્મમાં હોય આ લોકો અમદાવાદમાં સફળ થયા અને સૂર્યકુમાર યાદવ તેમજ અભિષેક શર્માનું બેટ ગર્જ્યું તો વર્લ્ડકપ જીતતા ભારતને કોઈ રોકી શકશે નહીં તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

આ ઉપરાંત બોલિંગમાં જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તીનું કાંડું કરામત બતાવે તો ન્યુઝીલેન્ડના વિસ્ફોટક બેટરો ટીમ સાયફર્ટ, ફિન એલેન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ સહિતના બંધાયેલા રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એકંદરે આજે રવિવારે સાંજે 7 વાગ્યાથી રાજકોટ સહિત આખા ગુજરાત તેમજ દેશમાં ક્રિકેટ કર્ફ્યૂ લાગી જશે તે નિશ્ચિત છે.

આ વર્લ્ડકપમાં ભારત અને ન્યુઝીલેન્ડ બન્ને અમદાવાદમાં હાર્યા!

વર્લ્ડકપ-2026ના લીગ રાઉન્ડમાં ન્યુઝીલેન્ડની ટીમ સાઉથ આફ્રિકા સામે અમદાવાદમાં રમવા ઉતરી હતી જેમાં તેનો 7 વિકેટે પરાજય થયો હતો. જ્યારે સુપર-8માં ભારતને પણ આ જ ગ્રાઉન્ડ ઉપર આફ્રિકાએ જ હરાવ્યું હતું. એકંદરે આ વર્લ્ડકપની ફાઈનલિસ્ટ બન્ને ટીમ અમદાવાદમાં આફ્રિકા સામે પરાજિત થઈ ચૂકી છે.

ગુજ્જુ ત્રિપૂટીના ખભે રહેશે મહત્ત્વની જવાબદારી

વર્લ્ડકપ શરૂ થયો ત્યારથી લઈ ફાઈનલ સુધી ગુજરાતના 3 ખેલાડીઓ હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને જસપ્રિત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે ચાવીરૂપ સાબિત થયા હોય ન્યુઝીલેન્ડ સામે પણ આ 3ના ખભા ઉપર વિશેષ જવાબદારી રહેશે. હાર્દિક અને અક્ષર ઑલરાઉન્ડર તરીકે મેદાને ઉતરશે તો બુમરાહ કે જે ભારતીય બોલિંગનું નેતૃત્વ કરી રહ્યો છે તેના ઉપર ન્યુઝીલેન્ડના બેટર્સને ‘કાબૂ’માં રાખવાનું કામ રહેશે.

Share Article

Other Articles

Next

ઈરાન હવે પડોશી દેશો પર હુમલા નહીં કરે: પ્રમુખની મોટી ઘોષણા, અત્યાર સુધી થયેલા હુમલાઓ બદલ પેઝેશ્કિયાનએ માફી માંગી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
આજે અમદાવાદમાં ‘રનસંગ્રામ’: ગુજ્જુ ત્રિપૂટીના ખભે રહેશે મહત્ત્વની જવાબદારી, સાંજે 7 વાગ્યાથી ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચ
2 કલાક પહેલા
ઈરાન હવે પડોશી દેશો પર હુમલા નહીં કરે: પ્રમુખની મોટી ઘોષણા, અત્યાર સુધી થયેલા હુમલાઓ બદલ પેઝેશ્કિયાનએ માફી માંગી
17 કલાક પહેલા
ઓનલાઈન ફ્રોડના ભોગ બન્યા છો? હવે નાની રકમની છેતરપિંડીમાં પણ વળતર મળશે,જાણો RBIના નવા નિયમનો પ્રસ્તાવ વિશે
17 કલાક પહેલા
સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 કોલેજીયન વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર: રહસ્યમય મોતથી પરિવારમાં માતમ
18 કલાક પહેલા
Categories

નેશનલ

2965 Posts

Related Posts

રાજકોટમાં લૂંટારુ ટોળકીનો આતંક : બે કલાકમાં ત્રણ યુવકોને છરી ઝીંકી લૂંટયા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
મુખ્યમંત્રી માટે મગાવેલા સમોસા સ્ટાફ ખાઈ ગયો અને થયો વિવાદ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હું હમણાં આવું તમે જાવ…ગરબીમાં દશેરાનો હવન જોવા ગયેલી સગીરા ગુમ : 3 દિવસ બાદ મળી કુવામાંથી લાશ
ક્રાઇમ
5 મહિના પહેલા
દિલ્હીમાં ભારે વરસાદ : ફરી સડકો તળાવ બની ગઈ, વાહન વ્યવહાર ખોરવાયો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર