સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
આવતીકાલે ફાગણ સુદ તેરસ છે.દેશ-વિદેશથી હજારો જૈન ભાવિકો કાલે “જય આદિનાથ દાદા”નાં સ્મરણ સાથે છ ગાઉની જાત્રા કરી પુણ્યનું ભાથું બાંધી પાલભક્તિનો લાભ લેશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી જૈન સંઘો દ્વારા પાલીતાણા માટે બસયાત્રાનું આયોજન થયું હોય આજે રાત્રે પાલિતાણા નીકળશે. વહેલી સવારે જાત્રાનો દિવ્ય પ્રારંભ થશે.
જ્યારે ફાગણ શુદ ચૌદસને સોમવાર ને તા.2-3-2026 ના દિવસે હોળી છે. સોમવારે સાંજે 5.57 કલાકથી પૂનમ તીથી ની શરૂઆત થાય છે જે મંગળવારે સાંજના 5.09 કલાક સુધી પૂનમ તિથિ છે ખાસ કરીને હોળીમાં પૂનમ ભદ્રારહીત હોય અને પ્રદોષકાળ વ્યાપીની હોય તેવી પૂનમ લેવી તેવો શાસ્ત્રનો મત છે
પ્રદોષ કાળ વ્યાપીની પૂનમ સોમવારે છે, મંગળવારે નથી આથી દરેક પંચાંગ પ્રમાણે જ્યોતિષના નિયમ પ્રમાણે હોલિકા દહન હોળી ૨ માર્ચ ને સોમવારે છે. હોલિકા દહન માટે ભદ્રાના મુખનો ત્યાગ કરવો જોઈએ જે મોડી રાત્રીના આવે છે આથી સોમવારે દિવસ આથમ્યા પછી શુભ મુહૂર્તમાં હોલિકા દહન કરી શકાશે.હોળાષ્ટક મંગળવારે સાંજે 5.08 કલાકે પુરા થશે
આપણી વર્ષોની પરંપરા છે. હોળીની દિશાના આધારે એક માન્યતા પ્રમાણે હોળી પ્રગટયા બાદ જે દિશામાં પવન વાય તો હોય તે દિશા પ્રમાણે તે વર્ષના વરસાદની આગાહી કરવામાં આવે છે. વર્ષમાં ચાર મહારાત્રી ગણાય છે. તેમાની એક મહારાત્રી એટલે હોળીનો દિવસ.ચંડીપાઠ પ્રમાણે કાલરાત્રી મહારાત્રી મોહરાત્રી, દારૂણરાત્રી કાલરાત્રી, મહારાત્રી એટલે મહાશિવરાત્રી, મોહરાત્રી એટલે જન્માષ્ટમી, દારણરાત્રી એટલે હોળીની રાત. આમ વર્ષમાં ચાર મહારાત્રીમાંથી એક મહારાત્રીનો દિવસ એટલે હોળીનો દિવસ ગણાય છે.
હોલિકા માતાનું પુજન
સૌપ્રથમ હાથમાં જળ લઈ અને સંકલ્પ કરવો આજના દિવસે મારા શરીરની બધી બાધાઓ દુર થાય રોગ શત્રુ દુર થાય અને સારા આરોગ્યની પ્રાપ્તી થાય ત્યાર બાદ હોળીમાં શ્રીફળ હોમવું ત્યારબાદ અબીલ ગુલાલ કંકુના છાટણા નાખવા ખજૂર અને ધાણી પણ પધરાવી શકાય હોળીમાં લવિગ કપૂર પણ પધરાવી શકાય છે જેનાથી વાતાવરણ શુદ્ધ બને છે ત્યારબાદ ધર્મ સિધુ ગ્રંથના નિયમ પ્રમાણે હોળીની ત્રણ પ્રદક્ષિણા ફરવી અને પ્રાર્થના કરવી. હોળીના દિવસે પોતાના કુળદેવીના મંત્ર જપ કરવા શ્રેષ્ઠ છે. સાથે હનુમાનજીની ઉપાસના ભૈરવ ઉપાસનાં કરી શકાય જેથી આખુ વર્ષે શાંતિથી પસાર થાય. સરસવ નો દીવો કરી હનુમાનજીને તથા ભૈરવદાદાને હોળીની સાંજે 21 અળદ ના દાણા ચડાવા પણ શુભ છે અને ફળદાયી છે.
હોળીનુ વૈજ્ઞાનિક મહત્વ
હોલિકા દહન બાબતે જોઈએ તો હોલિકા દહન સાંજના દિવસ આથમ્યા પછી પ્રદોષકાળ નો સમય શ્રેષ્ઠ ગણાવવામાં આવ્યો છે અને આ સમય દરમિયાન વૈજ્ઞાનિક રીતના જોઈએ તો હોળીનો તાપ શરીરને મળે તો શરીરની બીમારીઓ દૂર કરવા માટે મદદ કરે છે આથી જ હોળીની પ્રદક્ષિણા ફરવાનું મહત્વ છે ખાસ કરીને હોળીના દિવસ પછીથી ગરમીમાં વધારો થાય છે જે આપણું શરીર છેલ્લા ત્રણેક મહિના થયા ઠંડીમાં રહ્યું હોય અને તુરંત જ ગરમી સહન કરી શકતું નથી આથી આ દિવસો દરમિયાન વાયરલ બીમારીનો વધારો થાય છે એ બીમારી અથવા તો દોષ ના નીવારણ માટે હોળીનો તાપ દરેકને મળવાથી વાયરલ એટલે કે સિઝનલ બીમારી ઓ દૂર થાય છે આ હોળીનું મહત્વ વૈજ્ઞાનિક રીતના પણ ઘણું છે તેમાં પણ ખાસ કરીને ધાણી અને દાળિયા હોળીમાં પધરાવવાનું મહત્વ છે તે ઉપરાંત હોળીમાં કપૂર અને લવિગ પધરાવાનું મહત્વ છે આ પધરાવાથી વાતાવરણ શુદ્ધ બને છે અને ખજૂર દાળિયા ધાણી ખાવાનું પણ મહત્વ છે તે કફ દૂર કરવામાં શરદી દૂર કરવામાં મદદ કરે છે આ હોળીનો પ્રસાદ પણ આપણને શારીરિક બીમારી દૂર કરવામાં મદદ કરે છે. આપણે ત્યાં હોળીના દિવસે નાના બાળકને હાઈડો પહેરાવી અને તેમના મામા હોળીની પ્રદક્ષિણા કરે છે આ પરંપરા વર્ષોથી ચાલી આવેલ છે.
હોળીકા દહનના શુભ સમયની યાદી
- પ્રદોષકાળનો શુભ સમય સાજે 6.50 થી 9.18
- ચોઘડિયાં પ્રમાણે શુભ સમય
- ચલ ચોઘડિયું રાત્રે 6.50 થી 8.22 સુધી છે.
