Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના જંગલેશ્વરમાં 350 કરોડની જમીન ખુલ્લી: વાહનો સરળતાથી પસાર થશે-પાણી નહીં ભરાય, ચોમાસામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ નહીં થાય

Thu, February 26 2026

રાજકોટના ઈતિહાસમાં ક્યારેય ન થયું તેવું મેગા ડિમોલિશન વોર્ડ નં.16ના જંગલેશ્વરમાં બે દિવસ સુધી ચાલ્યા બાદ બુધવારે ‘તોડફોડ’ પૂર્ણ કરવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી હતી. આ સાથે જ આજી નદીનો પટ અને 15 મીટર (45 ફૂટ)નો રોડ જે બાપુનગરથી નાડોદાનગર સુધી આવેલો છે, તે બન્નેની મળી કુલ 350 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી થઈ હોવાથી હવે જંગલેશ્વરમાંથી વાહનો સરળતાથી પસાર થઈ શકશે, સાથે સાથે ચોમાસામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ નહીં થાય તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો.

પત્રકાર પરિષદને સંબોધન કરતાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે બાપુનગરથી નાડોદરાનગર સુધીનો સવા બે કિલોમીટરનો ટાઉન પ્લાનિંગ હેતુનો રોડ તથા શાળા નં.70થી પૂર્વ બાજુએ આવેલા આજી નદી પટ વિસ્તારમાં કુલ 88750 ચોરસમીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. અહીં 1489 મકાન, દુકાન, ઓરડીઓનું બાંધકામ હતું જેને તોડી પાડવામાં આવ્યું છે. આ ઓપરેશન પાછળ કુલ 1512 અધિકારીઓ-કર્મચારીઓની ટીમ તેમજ 261 જેસીબી, ટ્રેક્ટર, ડમ્પર, હિટાચી સહિતના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રમાણે 33642 માનવ કલાક અને 5472 મશીનરી કલાકે આ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું.

આ પણ વાંચો:T20 World Cup 2026: ભારતે આજે ઝીમ્બાબ્વેને હરાવવું જ પડશે…એ પણ મોટા અંતરથી: સંજૂ સેમસનને મળી શકે તક, ચેન્નાઈમાં મુકાબલો

ડિમોલિશન પછી કમિશનરે જણાવ્યું કે ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં પૂર નિયંત્રણ સરળતાથી થઈ શકશે. રોડ ખુલ્લો થવાથી એમ્બ્યુલન્સ, ફાયર સર્વિસ અને પોલીસના વાહનો સરળતાથી અવરજવર કરી શકશે. આજી નદી અને ખોખડદડી બન્ને નદીઓ આ લોકેશન પર ભેગી થતાં પૂર દરમિયાન મદદ ઉપલબ્ધ રહેશે. દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ અને ઉપરવાસમાં વધુ વરસાદને કારણે આજી ડેમ છલકાવાથી જંગલેશ્વર, લલૂડી વોંકળી, રૂખડિયાપરા, એકતા કોલોની સહિતના વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવું પડે છે. 2024માં અહીંથી 1378 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા અને 370 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં હવે નોંધપાત્ર ઘટાડો થશે.

પત્રકાર પરિષદમાં ડીસીપી ઝોન-1 હેતલ પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, ચેતન નંદાણી, પથિક પટેલ, હર્ષદ પટેલ, આસિસ્ટન્ટ કમિશનર સમીર ધડુક, સિટી ઈજનેર પી.ડી. અઢિયા, ડીવાયએસપી આર.બી. ઝાલા સહિતના અધિકારીઓ હાજર રહ્યા.

બોક્સ: જંગલેશ્વરના લોકોને અત્યાર સુધીમાં 873 આવાસ ફાળવાયા, રાજકોટમાં પાંચ વર્ષમાં બનશે 30000 નવા આવાસ
મ્યુનિસિપલ કમિશનરે જાહેરાત કરી કે આગામી પાંચ વર્ષમાં રાજકોટમાં 30000 નવા આવાસ બનવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જંગલેશ્વર વિસ્તારના લોકો માટે અત્યાર સુધી 873 આવાસ ફાળવાયા છે. હાલ રાજકોટમાં 37000 આવાસ તૈયાર છે.

બોક્સ: જંગલેશ્વર 200થી વધુ ગુનેગારોનું રહેઠાણ

ડીસીપી હેતલ પટેલે જણાવ્યું કે જંગલેશ્વરમાં 200થી વધુ ગુનેગારોના મકાન હતા, જેમાં મોટાભાગના ગેરકાયદેસર હતા અને તેમને તોડી પાડવામાં આવ્યા. ડિમોલિશન પહેલાં પોલીસ સહિતના વિભાગો દ્વારા સંયુક્ત કવાયત કરવામાં આવી હતી, જેમાં લોકદરબાર, શાંતિ સમિતિની બેઠક અને મહોલ્લા સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. કુલ બંદોબસ્તમાં 50% મહિલા પોલીસને તૈનાત કરવામાં આવી હતી. આ ડિમોલિશન દ્વારા ગુનેગારોની મોટી સિન્ડીકેટને તોડવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

TP શાખાની બેદરકારીને કારણે જ ગેરકાયદે ‘જંગલ’ ઉભું થયું? ‘વોઈસ ઓફ ડે’એ પૂછેલા સવાલનો RMC કમિશનરે આપ્યો ‘ગોળગોળ’ જવાબ

Next

T20 World Cup 2026: ભારતે આજે ઝીમ્બાબ્વેને હરાવવું જ પડશે…એ પણ મોટા અંતરથી: સંજૂ સેમસનને મળી શકે તક, ચેન્નાઈમાં મુકાબલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
જો ઈરાન પર હુમલો કર્યો તો રેર મેટલની નિકાસ અટકાવી દેશુ: ચીનની અમેરિકાને મોટી ધમકી, ડિફેન્સ ઇન્ડસ્ટ્રીના ચક્કાજામ થઈ જશે
6 મિનિટutes પહેલા
વડાપ્રધાને રચ્યો ઇતિહાસ: નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ,વિશ્વના એક માત્ર નેતા, ટોચના નેતાઓને પાછળ છોડી દીધા
29 મિનિટutes પહેલા
ઓપરેશન મૂલ હંટ: રાજકોટ-ગોંડલ ગેંગનું સાયબર ફ્રોડ 1500 કરોડે પહોંચ્યું: તેલંગણા કનેક્શનનો ઘટસ્ફોટ, સુત્રધાર શખસ સહિત વધુ 3ની ધરપકડ
1 કલાક પહેલા
જંગલેશ્વરમાં 1 સપ્તાહ સુધી કાટમાળ જ ખસેડાશે ત્યારપછી નીકળશે રોડનું ‘મુહૂર્ત’: બાપુનગરથી નાડોદાનગર સુધીનો સવા 2 કિમી.નો રસ્તો કરાશે 50 ફૂટ પહોળો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2932 Posts

Related Posts

હવે બાઈકમાં પણ કાર જેવી જ એન્ટી લોક-બ્રેકીંગ સિસ્ટમ ફરજિયાત : 1લી જાન્યુઆરી 2026થી લાગુ થશે નવા નિયમ
ટેક ન્યૂઝ
8 મહિના પહેલા
રાજકોટની પ્રેસની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : 60 હજારનું દેણું ઉતારવા રસોયાએ 76.90 લાખની ચોરી કરાવી!
ક્રાઇમ
9 મહિના પહેલા
ગીર સોમનાથ : કોડીનારમાં સિમેન્ટ કંપનીની રેસીડેન્સીયલ કોલોનીમાં સિંહ પરિવારના ધામા
રાજકોટ
2 વર્ષ પહેલા
મંત્રી કે સરકારી કર્મીઓને ફરજ દરમિયાન મળતી ભેટ-સોગાદના નિયમોમાં ફેરફાર, જાણો નવા નિયમો
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર