સગાઇ તોડતા આવેશમાં આવેલા યુવકે પથ્થરના ઘા ઝીંકી મંગેતરની કરી હત્યા: પિતાને ફોન કરી કહ્યું,“દીકરીને પતાવી દીધી”
અમદાવાદના કાંકરિયા ગેટ નંબર 7 પાસે (11 ફેબ્રુઆરી) રાત્રે એક ભયાનક હત્યાકાંડ સર્જાયો હતો. ગોમતીપુરમાં રહેતી 17 વર્ષની સગીરાની સગાઈ મહમંદ આવેઝ પઠાણ સાથે થઈ હતી, પરંતુ આવેઝના શંકાશીલ સ્વભાવ અને અવારનવારની હેરાનગતિને કારણે બે દિવસ પહેલા જ સગાઈ તોડી નાખવામાં આવી હતી. આ જ બાબતની દાઝ રાખી આવેઝે ગત રાત્રે સગીરાને વાત કરવાના બહાને બોલાવી કોટા સ્ટોનના ધારદાર પથ્થરના ઘા ઝીંકી તેનું મોઢું ઓળખાય નહીં તે રીતે ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.
હત્યા બાદ પિતાને ફોન કરી જાણ કરી આરોપી આવેઝે સગીરાને રહેંસી નાખ્યા બાદ તેના પિતાને ફોન કરીને ઠંડા કલેજે જાણ કરી હતી કે, “મેં તમારી દીકરીને પતાવી દીધી છે અને હવે હું પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી રહ્યો છું.” આટલું કહી તે પોતે જ મણિનગર પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો.ઘટનાની જાણ થતા જ ડીસીપી ભગીરથ ગઢવી સહિતનો પોલીસ કાફલો કાંકરિયા દોડી ગયો.
આ પણ વાંચો:હવે શિક્ષકોને કૂતરા ગણવા આદેશ: SIRની કામગીરી પૂરી થઇ નથી ત્યાં નવો ફતવો, શિક્ષણ કાર્ય બગડવાનો કોંગ્રેસનો આક્ષેપ
બે દિવસ પૂર્વે ઘરમાં ઘુસી હત્યાની ધમકી આપી હતી
મૃતક સગીરાના ભાઈ અને પિતાએ ભારે આક્રંદ સાથે જણાવ્યું હતું કે, આવેઝ તેની બહેનને સતત ફોન કરીને હેરાન કરતો હતો. બે દિવસ પહેલા જ્યારે સગાઈ તોડી ત્યારે જ તેણે ધમકી આપી હતી કે તે ઘરમાં ઘૂસીને મારી નાખશે. ગઈકાલે તે સગીરાને દુકાનેથી વાત કરવાનું કહીને સાથે લઈ ગયો હતો અને મોઢા પર પથ્થર મારી હત્યા કરી હતી. પરિવારજનોએ હત્યારાને કડકમાં કડક એટલે કે ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે. પોલીસ હાલ આરોપીની સઘન પૂછપરછ કરી હત્યાના પાછળના અન્ય કારણોની તપાસ કરી રહી છે.
