Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું

Wed, February 11 2026

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ થયું છે. લડાયક ખેડૂત નેતા સુરેન્દ્રનગર જિલ્લાના વતની રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમાં જામીનમુક્ત થયા બાદ રાજીનામું આપતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.રાજુ કરપડાએ આ અંગેનો પત્ર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વિનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લખ્યો છે. ત્યારે નારાજ ખેડૂત નેતા રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાશે કે કેમ એવી અનેક અટકળો ઊભી થઈ છે.

રાજીનામામાં શું કહ્યું?

રાજુ કરપડાએ પોતાના રાજીનામામાં લખ્યું હતું:

“જય કિસાન સાથીઓ… દોસ્તો આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું..! મારો નિર્ણય જરૂર તમને ચોકાવશે. પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્ત્વ અને સમય આપ્યો છે, પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે. મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેશ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ અને મારા તમામ સાથીઓ-ખેડૂતોનો પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર માનું છું.”

તેમના રાજીનામા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે કે નહીં, જોકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

શું હતો સમગ્ર મામલો?

12 ઓક્ટોબર, 2025ના રોજ બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહા પંચાયતનું આયોજન કરાયું હતું. પોલીસનો દાવો હતો કે, આ આયોજન મંજૂરી વિના કરાયું હતું. તેથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ સ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.

આ પણ વાંચો:આજથી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર ‘શિવમય’: ગરવા ગિરનારની ગોદમાં ગુંજશે ‘બમ બમ ભોલે’: આજથી મહાશિવરાત્રીના મેળાનો દિવ્ય પ્રારંભ

પોલીસે કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધી

બોટાદના હડદડમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની ઘટનામાં પોલીસે કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધી હતી. આ પછી, અમદાવાદ કાર્યાલય ખાતે કડદાપ્રથા બંધ કરવાની અને ખેડૂતોને ન્યાય અપાવવાની માગ સાથે આમરણ ઉપવાસ પર બેસવાના હતા, ત્યારે પોલીસે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની 16 ઓક્ટોબર, 2025ના રોજ ધરપકડ કરી હતી. રાજુ કરપડા અને પ્રવીણ રામ જામીન મંજૂર બોટાદના હડદડ ગામે ખેડૂત-પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં ભાવનગર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના ગત 29 જાન્યુઆરી, 2026ના રોજ જામીન મંજૂર કર્યા હતા. તમને જણાવી દઈએ કે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલતી કડદાપ્રથા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર આપ કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડા અને પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામની ચાર મહિના અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ

Next

કેનેડામાં બ્રિટિશ કોલંબિયાની એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર:શૂટર સહિત 10નાં મોત,25ને ઈજા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Rajpal Yadav Case: રાજપાલ યાદવના સપોર્ટમાં ઉતર્યા આ બોલીવુડ સ્ટાર! સોનું સુદ, ભાઈજાન, અજય દેવગન સહિતના કલાકારોએ કરી મદદ
50 મિનિટutes પહેલા
વંદે માતરમ માટે નવી ગાઈડલાઇન: રાષ્ટ્રગાન પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે, ક્યારે ઉભા રહેવું અને ક્યારે વંદે માતરમ ગાવું જરૂરી? જાણો નવા નિયમો વિશે
2 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
2 કલાક પહેલા
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
3 કલાક પહેલા
Categories

નેશનલ

2885 Posts

Related Posts

પંજાબમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંઘના પત્ની અને કોંગ્રેસના સાંસદ પરનીત કૌર ભાજપમાં જોડાયા
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટમાં અડધો ડઝન  કારના કાચ તોડી રિવોલ્વર સહિતની વસ્તુની ચોરી
રાજકોટ
2 વર્ષ પહેલા
વિશ્વ વ્યાપારમાં ગુજરાતીઓનો દબદબો ઘટી ગયો છે ? 
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ચુંટણી કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવામાં આવશે : ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં લેવાયો નિર્ણય
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર