ટીમ ઈન્ડિયા પાસે ઘરઆંગણે ટી-20 ચેમ્પિયન બનવાની તક: સળંગ ત્રીજો વર્લ્ડકપ જીતવાનો અવસર, જાણો ભારતીય ટીમની નબળાઈ-તાકાત વિશે
ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા આજે શનિવારથી વાનખેડે સ્ટેડિયમ પર અમેરિકા વિરુદ્ધ પોતાના ટી-20 વર્લ્ડકપ-2026 અભિયાનનો પ્રારંભ કરશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમનો લક્ષ્યાંક સળંગ ત્રીજી ટ્રોફી જીતવા અને ઘરઆંગણે ઈતિહાસ રચવાના ઈરાદે ઉતરશે. સંતુલિત ટીમ, બેટિંગમાં ઉંડાણ અને મેચ જીતાડી શકે તેવા બોલર છતાં ભારતીય ટીમ સામે અમુક પડકારો પણ રહેશે. ટી-20 વર્લ્ડકપ ભારતીય ટીમ માત્રે માત્ર એક ટૂર્નામેન્ટ નહીં પરંતુ ઈતિહાસ બદલવાની તક સમાન છે. ભારત ઘરઆંગણે ટી-20 વર્લ્ડકપ જીતનારી પહેલી ટીમ બની શકે છે સાથે સાથે સળંગ બે ટી-20 વર્લ્ડકપ જીતનારી પહેલી ટીમ બનવાની તક પણ રહેશે. એકંદરે ત્રીજો ટી-20 વર્લ્ડકપ જીતે એટલે ભારતને આ ફોર્મેટની સૌથી સફળ ટીમ બનાવી દેશે.
ભારતની તાકાત
- દમદાર બેટિંગ
- પાવરપ્લેમાં આક્રમક શરૂઆત
- મધ્યક્રમના બેટરોની નિરંતરતા
- નીચલા ક્રમના બેટરો પણ ફોર્મમાં
- મધ્યક્રમની ઓવરમાં વેધક બોલિંગ
- દુનિયાનું શ્રેષ્ઠ બોલિંગ યુનિટ
- સ્પિન-ફાસ્ટ બોલર બન્ને ફોર્મમાં
ભારતની નબળાઈ
- અભિષેક શર્મા સાથે હજુ સુધી કોઈ કાયમી ઓપનર નક્કી નહીં
- પાવરપ્લેમાં બોલિંગની પરેશાની
- 2025માં પાવરપ્લેમાં રન આપવાની સરેરાશ 35 રન
- અર્શદીપ સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ ઈકોનોમી 9.72ની
- બુમરાહ જેવા સ્ટાર બોલર પણ ધોવાયા
ભારતના મેચ શેડ્યૂલ
7 ફેબ્રુઆરી, સાંજે 7:00 વાગ્યે: ભારત VS યુએસએ, મુંબઈ
12 ફેબ્રુઆરી, સાંજે 7:00 વાગ્યે: ભારત VS નામિબિયા, દિલ્હી
15 ફેબ્રુઆરી, સાંજે 7:00 વાગ્યે: ભારત VS પાકિસ્તાન, પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો
18 ફેબ્રુઆરી, સાંજે 7:00 વાગ્યે: ભારત VS નેધરલેન્ડ, અમદાવાદ
