ગીરના સાવજોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા AI આધારિત સિસ્ટમ લાગુ કરાશે: સિંહોની સુરક્ષા માટે વધુ 5 અન્ડરપાસનું બાંધકામ શરૂ
ગીર જંગલમાં વન્યજીવો, ખાસકરીને સિહોની મૂવમેન્ટ માટે હાલ બે અંડરપાસ કાર્યરત છે. હવે સિહોની સુરક્ષા વધારવા 5 વધુ અંડરપાસ માટે બાંધકામ હાથ ધરાઈ રહ્યું છે. આ ઉપરાંત, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને સિહ વન્યજીવ અભયારણ્યની અંદર પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝન હેઠળના દામનગર-પીપાવાવ સેક્શનના 115 કિમી વિસ્તારમાં સિહોની મૂવમેન્ટ પર નજર રાખવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ઇન્ટ્રઝન ડિટેક્શન સિસ્ટમના (IDS) અમલીકરણને મંજૂરી આપી દેવાઈ છે.
લોકો પાઇલટ્સ, સ્ટેશન માસ્ટર્સ અને કંટ્રોલ રૂમને રેલ્વે ટ્રેકની નજીક સિહોની મૂવમેન્ટ વિશે એલર્ટ જનરેટ કરવા આ સિસ્ટમ બનાવાઈ છે, જેથી અકસ્માતોની રોકથામની કામગીરી હાથ ધરી શકાય. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઉઠાવેલા એક પ્રશ્નના જવાબમાં રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે 06 ફેબ્રુઆરી, 2026ના રોજ આ માહિતી પૂરી પાડી હતી.
આ પણ વાંચો :ટી-20ના ‘ધુરંધર’ બનવા આજથી 20 ટીમ વચ્ચે જંગ! 8 માર્ચ સુધી 55 મુકાબલા થશે: ચેમ્પિયન બનવા ભારત ડાર્કહોર્સ
મંત્રીના નિવેદન મુજબ, ગીર જંગલ વિસ્તારમાંથી પસાર થતું હાલનું રેલ્વે નેટવર્ક મીટરગેજ (MG) સેક્શન છે. આમાંના ઓળખાયેલા સિહોની મૂવમેન્ટવાળા કોરિડોરમાં વન્યજીવોની સલામતી માટે ટ્રેનો ધીમીગતિએ દોડાવાય આવે છે.રેલવે અને વન વિભાગ વચ્ચે સંકલન માટે, સમીક્ષા સમિતિઓ એટલે કે સર્કલ લેવલ કમિટી, ડિવિઝનલ લેવલ કમિટી અને રેન્જ લેવલ કમિટીની સ્થાપના કરાઈ છે.
નથવાણીએ જાણવા માગતા હતા કે એશિયાટિક સિહોના રક્ષણ માટે ગીર જંગલમાં એલિવેટેડ રેલ કોરિડોર બનાવવાની સરકારની કોઈ યોજના છે કે કેમ; અને જો હોય તો, તેના શક્યતાદર્શી અભ્યાસ, ફન્ડિગ અને અપેક્ષિત પૂર્ણાહુતિની સમયરેખાની વિગતો સહિત આ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ શું છે. આ ઉપરાંત તેમણે રેલ કોરિડોર નજીક ગીરના સિહોની સલામતી માટે અન્ય સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા.
