જ્યુબિલી ગાર્ડનમાં આવેલું છે શહેરનું પ્રથમ “નવગ્રહ” મંદિર
- મંદિરમાં જ પીપળાના વૃક્ષમાંથી પ્રગટ થયા હતા હનુમાનજી દાદા
- ખોદકામ દરમિયાન મળી આવી હતી સિંદુરવાળી હનુમાનજીની સાત મૂર્તિ
રાજકોટમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. જ્યાં લોકો પોતાની આસ્થા સાથે નિયમિત રીતે દર્શનાર્થે જતાં હોય છે. ત્યારે શહેરના જ્યુબિલી ગાર્ડનમાં નવગ્રહ મંદિર આવેલું છે. જે શહેરમાં નવગ્રહનું પ્રથમ મંદિર અને સૌથી જૂનું મંદિર હોવાનું માનવામાં આવે છે. આ મંદિરની કલાકૃતિ ખૂબ જ પ્રાચીન છે જે સાઉથના કારીગરો દ્વારા કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવે છે કે, નવગ્રહનું મંદિરની રચના અને તેની કલાકૃતિ જે રીતે તેવું મંદિરનું બાંધકામ સાઉથના કારીગરો જ કરી શકે છે.

શહેરમાં અનેક પ્રાચીન મંદિરો છે જ્યુબિલી ગાર્ડનમાં વર્ષો જૂનું નવગ્રહ મંદિર આવેલું છે. જે સાઉથના લોકોએ બંધાવ્યું હોવાનું માનવામાં આવે છે. મંદિરમાં છેલ્લા 15 વર્ષથી પુજા કરતાં પૂજારી રમેશ ત્રિવેદીએ મંદિર વિશે જણાવ્યું હતું કે, આ મંદિર આઝાદી સમયનું છે. સાઉથના કારીગરોએ આ મંદિરનું બાંધકામ કર્યું હતું. નવગ્રહ મંદિરની કલાત્મકતા જોઈને આવું મંદિર રાજકોટમાં ભાગ્યે જ જોવા મળી શકે છે. આ નવગ્રહ મંદિર રાજકોટમાં પ્રથમ અહી બન્યું હતું. બાદમાં અન્ય જગ્યાએ બન્યા હતા. લોકો દર શનિવારે મોટી સંખ્યામાં ચાલીને નવગ્રહ મંદિરે આવે છે. જ્યારે જે લોકોને સાડા સાંતી હોય, અઢી વર્ષની પનોતી હોય તો શનિવારે તેલ, અડદ, આંકડાની માળા વગેરે ચળાવે છે. નવગ્રહ મંદિરમાં શનીદેવ, સુર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, રાહુ અને કેતુની મૂર્તિ સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરની કાલા-કૃતિ પણ અદ્દભુત છે. શનિ અમાસ તેમજ શની જયંતી નિમિતે લોકો અહી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે.
શહેરમાં શિવજીના અનેક મંદિરો છે કે જ્યાં ભગવાન શિવજી સ્વયંભુ પ્રગટ થયા હોય. પરંતુ રાજકોટમાં હનુમાનજી સ્વયંભુ પ્રગટ થયા હોય તેવું મંદિર પણ જ્યુબિલી ગાર્ડનમાં આવેલું છે અને તેનું નામ છે “સાત હનુમાનજી” મંદિર. વર્ષો જૂના આ પૌરાણિક મંદિરમાં પીપળામાંથી હનુમાનજી દાદા પ્રગટ થયા હોવાનું માનવામાં છે. ખોદકામ દરમિયાન અહીથી હનુમાનજીની સિંદુરવાળી સાત મૂર્તિ નીકળી હતી. બાદમાં લોકોએ અહી જ મંદિરની સ્થાપન કરી હતી. આ સાત હનુમાનજી મંદિરમાં આજે પણ જે જગ્યાએથી એટલે કે જે પીપળાના વૃક્ષ પાસેથી હનુમાનજી દાદાની મૂર્તિ મળી આવી હતી તે હયાત છે.
દર શનિવારે મોટી સંખ્યામાં શહેરીજનો જ્યુબિલી ગાર્ડનમાં આવેલા આ સાત હનુમાનજી મંદિરમાં પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે. આ સાત હનુમાનજી ખોડિયાર માતાજી, રાધા-કૃષ્ણ, રામજી મંદિર, શીતળા માતાજી, ગણપતિ દાદા, સત્યનારાયણ ભગવાન, રામેશ્વર મહાદેવ, ગાયત્રી માતાજી એમ અનેક ભગવાનની મૂર્તિ સ્થાપના કરવામાં આવી છે.
ખોડિયાર માતાજીના મંદિરે લોકો પગની માનતા રાખે છે

સાત હનુમાનજી મંદિરમાં અનેક ભગવાન-માતાજીની મૂર્તિ સ્થાપના કરવામાં આવી છે. ત્યારે અહી લોકો ખોડિયાર માતાજીના મંદિરે પગની માનતા રાખે છે. એટલે કે, જે લોકોને પગના દુ:ખાવાની તકલીફ રહેતી હોય તેઓ ખોડિયાર માતાજીની માનતા રાખે છે. જ્યારે લોકોને પગના દુ:ખાવાની સમસ્યામાંથી રાહત મળે છે ત્યારે તેઓ અહી લાકડાના પગ ધરાવે છે.