Uttarakhand: નેપાળ સરહદ નજીક મોટો અકસ્માત: લગ્નમાં જાનૈયાને લઈ જતી બસ ઊંડી ખાડીમાં ખાબકી, 13 લોકોના મોત, 34 ઘાયલ
ભારત-નેપાળ સરહદ નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાને અડીને આવેલા નેપાળના બૈતાડી જિલ્લામાં જાનૈયાઓ ભરેલી બસ રસ્તા પરથી લપસીને 150 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં 13 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 34 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જાણવા મળ્યા મુજબ લગ્નની જાનની બસ હતી.
આ ભયાનક અકસ્માત ગુરુવારે રાત્રે નેપાળના પશ્ચિમ સરહદી વિસ્તારમાં સર્જાયો હતો. બસ પહાડી વળાંકો પરથી પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે બસ ખીણમાં ખાબકતા જ બસના ફુરચા ઉડી ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી પોલીસને જાણ કરી હતી.
उत्तराखंड के पिथौरागढ़ जिले से सटे नेपाल के बैतड़ी जिले में बीती रात एक बस के खाई में गिरने से उसमें सवार 13 लोगों की मृत्यु हो गई, जबकि 34 अन्य घायल हो गए। घायलों को नेपाल के बैतड़ी और डडेलधूरा के अस्पतालों में भर्ती कराया गया है।
— Akashvani News Uttarakhand 🇮🇳 (@airnews_ddn) February 6, 2026
रिपोर्ट: राकेश पंत@AIRNewsHindi @DDNewsHindi pic.twitter.com/N7955GN4JS
રાત્રિના અંધકાર અને પહાડી ભૂપ્રદેશના કારણે બચાવ ટીમોને કામગીરીમાં ભારે અવરોધનો સામનો કરવો પડ્યો હતો. કલાકોની મહેનત બાદ મૃતદેહો અને લોહીલુહાણ હાલતમાં પડેલા ઘાયલોને ખીણમાંથી બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હાલમાં મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :પરીક્ષા પે ચર્ચામાં PMએ શા માટે હનુમાન-અભિમન્યુના નામ કેમ લીધા? ગેમિંગના જોખમો ગણાવ્યા,સ્ટુડન્ટસને આપી મહત્વની ટિપ્સ
ઘાયલ થયેલા તમામ 34 મુસાફરોને બૈતાડી અને દાદેલધુરાની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક ઇજાગ્રસ્તોની હાલત અતિ ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની પ્રબળ આશંકા છે. પ્રાથમિક તપાસમાં અકસ્માત પાછળ અતિશય ખરાબ રસ્તા અને અંધારું મુખ્ય કારણ હોવાનું મનાય છે .
