સલમાન ખાનના ઘર પર ગોળીબાર અંગે અનમોલ બિશ્નોઈએ કોર્ટમાં આત્મસમર્પણ માટે કરી અરજી
હાલમાં તે અન્ય એક કેસમાં તિહાર જેલમાં છે
બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના મુંબઈ સ્થિત નિવાસસ્થાન ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ પર ગોળીબારના કેસમાં એક ખૂબ જ મોટી અને નવી અપડેટ સામે આવી છે. આ હાઇ-પ્રોફાઇલ કેસના મુખ્ય આરોપી અને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ કોર્ટમાં આત્મસમર્પણ માટે અરજી દાખલ કરી છે.
અનમોલ બિશ્નોઈ હાલમાં દેશના સૌથી સુરક્ષિત દેશ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. તેણે કાનૂની પ્રક્રિયા હેઠળ આ કેસમાં આત્મસમર્પણ કરવાની ઇચ્છા વ્યક્ત કરતા કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. કેસની સુનાવણી 15 જુલાઈએ થવાની છે. આ બનાવ ભારે ચર્ચામાં રહ્યો હતો.
આ પણ વાંચો: ઇરાનમાં ભારત સહીત વિશ્વના અનેક નેતાઓ શ્રધ્ધાંજલિ આપવા પહોંચ્યા
માહિતી મુજબ, અનમોલ બિશ્નોઈએ સ્પેશિયલ મકોકા કોર્ટમાં વિનંતી કરી છે કે તેને સલમાન ખાન ગોળીબાર કેસમાં ઔપચારિક રીતે આત્મસમર્પણ કરવાની મંજૂરી આપવામાં આવે. આ કેસમાં, તેને મુખ્ય આરોપી માનવામાં આવે છે અને તપાસ એજન્સીઓ લાંબા સમયથી તેની સામે કાર્યવાહી કરી રહી છે.
લગભગ 8 મહિના પહેલા, અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. ભારત પરત ફર્યા બાદથી, સુરક્ષા એજન્સીઓ તેમની સતત પૂછપરછ કરી રહી છે અને તેઓ દિલ્હીની તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. હવે તેમણે સલમાન ખાન ફાયરિંગ કેસમાં પોતાને કાયદાને સોંપવાની પ્રક્રિયા શરૂ કરવા માટે કોર્ટમાં અરજી કરી છે.
