Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

વિદેશી ફંડ ઉપર લગામ મુકવાનો વધુ એક પ્રયાસ

Sat, August 8 2026

સોમવારથી ત્રણ દિવસ ભાજપ અને વિપક્ષના સાંસદોને ગૃહમાં હાજર રહેવા અપાયો વ્હીપ

કેન્દ્ર સરકારે વિદેશથી એન.જી.ઓ. ને આવતા ફંડને નિયંત્રિત કરવા માટે  ફોરેન કોન્ટ્રીબ્યુશન ( રેગ્યુલેશન) એમેડમેન્ટ બીલ (FCRA)રજૂ કર્યું છે અને મોટાભાગે બુધવારે તેના ઉપર ચર્ચા થશે. જો કે, આ બીલના મહત્વને જોતા ભાજપ અને વિપક્ષે પોતપોતાના સાંસદો માટે વ્હીપ જાહેર કરીને તા. ૧૦, ૧૧ અને ૧૨ એમ ત્રણ દિવસ ગૃહમાં ઉપસ્થિત રહેવા આદેશ આપ્યો છે. આ બીલ અંગે વિપક્ષના તેવર જોતા ગૃહમાં ભારે ધમાલ થવાની શક્યતા છે.

આ પૂર્વે શુક્રવારે સંસદના બંને ગૃહમાં ભારે હોબાળો થયો હતો અને કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. જો કે સરકાર  સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ (સુધારા) બિલપસાર કરાવવામાં સફળ રહી હતી.

આ બિલ મુજબ, FCRA રિન્યૂ ન કરનાર સંસ્થાની વિદેશી ફંડથી બનેલી મિલકતો, જેમાં ચર્ચ કે મસ્જિદ પણ સામેલ છે, તે સરકાર જપ્ત કરી શકશે. સરકારે આ બીલ માર્ચ-૨૬માં રજુ કર્યું હતું પરંતુ વિપક્ષનાં વિરોધને લીધે તે મંજુર થઇ શક્યુ ન હતું. આથી હવે સરકારે ફરી એક વખત આ બીલ પસાર કરવાનો પ્રયાસ શરુ કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટતા કરી છે કે બિલ ધર્મનિરપેક્ષ છે. સરકાર પાસે બિલ પાસ કરાવવા પૂરતું સંખ્યાબળ છે.

FCRA એ વિદેશી ફંડિંગને નિયંત્રિત કરતો કાયદો છે. તેને 1976માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી દરમિયાન બનાવ્યો હતો. તેનો હેતુ ભારતીય એન.જી.ઓ. માં વિદેશી તાકાતોનું ફંડિંગ રોકવાનો હતો, જેથી વિદેશી નાણાં દ્વારા ભારતની આંતરિક બાબતોને પ્રભાવિત ન કરી શકાય. 2010માં મનમોહન સિંહ સરકારે અને 2020માં મોદી સરકારે આ કાયદાને વધુ કડક બનાવ્યો હતો. 2020ના ફેરફારો મુજબ એન.જી.ઓ. હવે માત્ર 20% વિદેશી નાણાં વહીવટી ખર્ચમાં વાપરી શકે છે, અને તમામ વિદેશી ફંડ દિલ્હીની એસ.બી.આઈ.ની બ્રાન્ચના નિશ્ચિત ખાતામાં જ મેળવવું પડે છે.

આ પણ વાંચો: ટ્રાફિકનાં ઈ-મેમોના 1600 કરોડ રૂપિયા બાકી : લોકો ભરતા જ નથી

કેરળ, મિઝોરમ અને પૂર્વોત્તર રાજ્યોમાં ઈસાઈ મિશનરી સંસ્થાઓ દાયકાઓથી વિદેશી ફંડથી ચાલે છે.કોંગ્રેસના  સાંસદ શશી થરૂરના જણાવ્યા મુજબ, કડક નિયમોના કારણે વિદેશી ફંડિંગમાં પહેલાથી જ 87% નો ઘટાડો થયો છે.

બીલમાં આટલી નવી જોગવાઈ છે

સંસ્થાઓએ હવે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ પર સ્પષ્ટ લખવું પડશે કે, વિદેશી નાણાં કયા કામ માટે અને કયા રાજ્યમાં વપરાશે.

સરકાર એક નવી ઓથોરિટી બનાવશે, જે તે એન.જી.ઓ. ના વિદેશી ફંડથી બનેલી મિલકતોને જપ્ત કરી શકશે, મેનેજ કરી શકશે અથવા  વેચી શકશે.

જો કોઈ સંસ્થા 5 વર્ષ પછી પોતાનું રજીસ્ટ્રેશન રિન્યૂ ન કરાવે  તો તેનું સર્ટિફિકેટ આપમેળે રદ થશે અને મિલકત ઓથોરિટી પાસે જતી રહેશે.

એન.જી.ઓ.એ પોતાનું લાયસન્સ બચાવવા દર વર્ષે ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા વિદેશી ફંડ એકાઉન્ટમાંથી ખર્ચવા પડશે.

નિયમ ભંગ પર મહત્તમ સજા 5 વર્ષથી ઘટાડીને 1 વર્ષ કરવામાં આવી છે.

જો જપ્ત કરાયેલી મિલકત કોઈ પૂજા સ્થળ હોય, તો તેનું ધાર્મિક સ્વરૂપ બદલી શકાશે નહીં.

Share Article

Other Articles

Previous

NEET-UG પેપર લીક કાંડ: NTAનાં જ ત્રણ મોટા માથાં વિલન, સીબીઆઈનો મોટો ધડાકો

Next

ટ્રાફિકનાં ઈ-મેમોના 1600 કરોડ રૂપિયા બાકી : લોકો ભરતા જ નથી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
UPI પેમેન્ટને લઈ પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) નો ખુલાસો!!!
28 મિનિટutes પહેલા
NEET-UG પેપર લીક કાંડ: NTAનાં જ ત્રણ મોટા માથાં વિલન, સીબીઆઈનો મોટો ધડાકો
44 મિનિટutes પહેલા
વિદેશી ફંડ ઉપર લગામ મુકવાનો વધુ એક પ્રયાસ
47 મિનિટutes પહેલા
ટ્રાફિકનાં ઈ-મેમોના 1600 કરોડ રૂપિયા બાકી : લોકો ભરતા જ નથી
49 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3413 Posts

Related Posts

રાજકોટ કોર્ટનેં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા નાશભાગ, વકીલો, સ્ટાફ ફટાફટ બહાર નીકળી ગયો, પોલીસ દોડી ગઈ
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
હૈદરાબાદમાં ચાર મિનાર નજીક ગંભીર દુર્ઘટના : ત્રણ માળના મકાનમાં ભીષણ આગ લાગતાં 17 લોકોના કરુણ મોત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું સ્વાગત કરતા વડાપ્રધાન મોદી..જુઓ વિડિયો
નેશનલ
3 વર્ષ પહેલા
જામનગરના નિવૃત્ત PI પર ટ્રેનમાં હુમલો કરી લૂંટ ચલાવનાર ઝડપાયો:પંજાબ ભાગે તે પહેલા પોલીસે લીંબડીથી દબોચી લીધો 
ક્રાઇમ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર