રાજકોટ કલેકટર કચેરી અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ: ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન
દેશને ઘણા સમયથી બોમ્બની ધમકીભર્યા ઈમેલ આવવાના વધી રહ્યા છે. સ્કૂલ, કચેરી, ફ્લાઇટ. કોર્ટને અવારનવાર ધમકી મળી રહી છે ત્યારે રાજકોટ કલેકટરે કચેરીને ફરીવાર બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટ કલેકટરે કચેરી સાથે જુનાગઢ જિલ્લા કોર્ટને પણ બોમ્બને ઉડાડી દેવાની ધમકી હડકંપ મચ્યો હતો. કોર્ટ અને કચેરીના કેમ્પસને ખાલી કરાવવામાં આવ્યું હતું અને ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ, SOG સહિતની ટીમોએ વધુ તપાસ હાથ ધરી હતી.
રાજકોટ કલેકટર કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી
મળતી વિગતો અનુસાર રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઈલ આવતા પોલીસ હરકતમાં આવી હતી. ઘટના સ્થળે પોલીસ કાફલો પહોંચ્યો અને પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું. ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ, SOG સહિતની ટીમોએ તપાસ હાથ ધરી હતી. અગાઉ રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી ત્યારે અત્યાર સુધીની તપાસમાં કોઈ સંદિગ્ધ વસ્તુ નથી મળી આવી નથી.
આ પણ વાંચો :બારામતી વિમાન દુર્ઘટના કોની બેદરકારીને કારણે થઈ? અજિત પવારના મૃત્યુ અંગે યુરોપિયન એજન્સીના અહેવાલમાં ખુલાસો
જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
જૂનાગઢ શહેરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં તાત્કાલિક ચકચાર મચી ગઈ. કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર એક મેલ આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે 2:10 વાગ્યે કોર્ટમાં ત્રણ બોમ્બ ફૂટશે
મેલ મળતાં જ કોર્ટના અધિકારીઓએ તુરંત પોલીસને જાણ કરી, અને ઘટનાસ્થળે ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનું કાફલો પહોંચ્યો હતો. કોર્ટના તમામ સ્ટાફ, વકીલો અને હાજર લોકોને તાત્કાલિક બહાર ખસેડવામાં આવ્યા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ કોર્ટ બિલ્ડિંગ અને પરિસર પર કડક સુરક્ષા ગોઠવી. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ સીલ કરવામાં આવ્યા અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરી.
સંદર્ભ માટે નોંધનીય છે કે, અગાઉ 11 એપ્રિલે પણ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હાલ પોલીસ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને પરિસર પર સંપૂર્ણ સુરક્ષા ગોઠવવામાં આવી છે.
