સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ પુત્રીના લગ્નના ચાર દિવસ પહેલા જ ગત મોડી રાતે પોતાની પરવાના વાળી રિવોલ્વર માંથી જાતે જ ગોળી ધરબી લેતા ગંભીર હાલતમાં મહાવીર હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરિવારમાં લગ્નનો ખુશીનો માહોલ હતો, ઘરને મંડપ સજાવટ, ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. આજે કંકોત્રી લેખન સહિતની રસમ હતી. ગત રાત્રે ઘરના મોભીએ બે વાગ્યાના અરસામાં પોતાની જ લાઇસન્સ વાળી રિવોલ્વર માંથી જાતે ગોળી વીંધી દીધી હતી.
ધડાકા જેવો મોટો અવાજ થતા પરિવારજનો દોડી આવ્યા હતા. લોહિયાણ હાલતમાં નીચે પટકાયેલા તુષારભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા બિલ્ડરલોબી સાથે સંકળાયેલા લોકો ,નજીકના સ્નેહીઓ સહિતના દોડી ગયા હતા. પોલીસ અધિકારીઓ ધસી આવ્યા હતા. રિવોલ્વર કબજે લેવાઈ હતી. પુત્રીના ચાર દિવસ બાદ જ તા.૫ ના રોજ લગ્ન છે પરિવારમાં લગ્નનો આનંદ હતો. આવા સમયે આવું અત્યાતિક પગલું ભરી લેતા પરિવાર, લગ્નમાં આવેલા કે તૈયારીમાં નજીકના સગાસ્નેહીઓમાં ભારે અરેરાટી થઇપડી.
આ પણ વાંચો :વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
સુરતમાં આધુનિક આર્કીટેક્ચર, લકઝરીયસ રહેણાંક પ્રોજેક્ટસ માટે બિલ્ડર ઘેલાણી જાણીતા છે. સુરતમાં મુખ્ય ઓફીસ પાર્લે પોઈન્ટ જોલી કોમ્પલેક્ષ ખાતે આવેલી છે. તબીબો દ્વારા હાલત નાજુક જણાવાતા પરિવાર પર આભ ફાટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.
