Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના સાંઢિયા પુલ પર ગર્ડર મુકવા રેલવેનું ‘ગ્રીન સિગ્નલ’: ફેબ્રુઆરીના અંતમાં બ્રિજ તૈયાર, નિર્માણ કાર્ય 88% જેટલું પૂર્ણ

Fri, January 30 2026

રાજકોટના સૌથી જૂના એવા જામનગર રોડ પર આવેલા સાંઢિયા બ્રિજનું નિર્માણકાર્ય 88% જેટલું પૂર્ણ થઈ જવા પામ્યું છે અને બાકી રહેતું 12% કામ પૂર્ણ કરવા માટે રેલવે વિભાગની મંજૂરીની ખૂબ જ જરૂરિયાત હોય ઘણા લાંબા સમયથી ચાલી રહેલી આ પ્રક્રિયાના અંતે આખરે રેલવેએ પણ મંજૂરી આપી દેતાં હવે ઝડપથી બ્રિજ માટે અત્યંત મહત્ત્વના એવા ગર્ડર મુકવાનું શરૂ કરી આખોયે બ્રિજ ઉભો કરી દેવામાં આવશે. 74 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલો આ બ્રિજ ફેબ્રુઆરીના અંત સુધીમાં તૈયાર કરી દેવાની ગણતરી સાથે હાલ અધિકારીઓ અને પદાધિકારીઓ આગળ વધી રહ્યા છે.

આ અંગે અધિકારી સૂત્રોએ જણાવ્યું કે બ્રિજના તમામ પીલરનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે સાથે સાથે પોતાની હદમાં આવતા વિસ્તારમાં બ્રિજનું કામ મહદ અંશે પૂરું થઈ ગયું છે. જો કે બ્રિજની વચ્ચે રેલવેના પાટા આવતા હોય બ્રિજને જોડવા માટે ત્યાં ગર્ડર મુકવાનું હોવાથી રેલવે વિભાગની મંજૂરી લેવી જરૂરી હતી. આ મંજૂરી માંગવામાં આવતા ગર્ડર લોન્ચીંગના કામને બહાલી આપી દેવામાં આવી હતી. હવે બ્લોક ફાળવવા માટેનો સમય માંગવામાં આવ્યો છે. બ્લોક મતલબ કે ગર્ડર લોન્ચીંગ સહિતની કામગીરી ચાલી રહી હોય ત્યારે અહીંથી ટ્રેન પસાર થવી ન જોઈએ. જો આમ થાય તો જ ગર્ડર મુકી શકાય તેમ છે.

આ માટે એક સાથે બ્લોકનો સમય મળી શકે તેમ ન હોવાથી મહાપાલિકા દ્વારા ત્રણ કે ચાર દિવસ સુધી બે-બે કલાકનો બ્લોક ફાળવવાની મંજૂરી મંગાઈ છે જે પણ ટૂંક સમયમાં મળી જશે. સંભવતઃ આવતા સપ્તાહથી ગર્ડર મુકવાનું કામ શરૂ કરી દીધા બાદ ચારેક દિવસમાં ગર્ડરનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે. આ કામ પૂર્ણ થયા બાદ બાકીનું કામ પરચૂરણ હોય તેને પૂરું કરવા માટે લાંબો સમય લાગે તેમ ન હોવાથી ફેબ્રુઆરીના અંત અથવા તો માર્ચના પ્રારંભ સુધીમાં બ્રિજ બનીને તૈયાર થઈ જશે.

આ પણ વાંચો :વિરાટના ફેન્સ માટે ગુડ ન્યૂઝ: કિંગ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી એક્ટિવ થયું, ડિલીટ, હેક કે સસ્પેન્ડ? અનેક સવાલ ઉઠયા

બ્રિજ 602.90 મીટર લાંબો, 16.40 મીટર પહોળો હશે

નવા બની રહેલા સાંઢિયા બ્રિજ કે જે ફોર-લેન હશે તેની લંબાઈ 602.90 મીટર એટલે કે પોણો કિલોમીટર જેટલો લાંબો હશે જ્યારે તેની પહોળાઈ 16.40 મીટરની હશે જે જૂના બ્રિજ કરતા વધુ છે. આ ઉપરાંત બ્રિજની બન્ને બાજુ 7.50 મીટર પહોળાઈના કેરેજ-વે બનાવવામાં આવશે અને સેન્ટ્રલ મીડિયમની પહોળાઈ 0.50 મીટરની રહેશે.

ગર્ડર લોન્ચીંગ વખતે રેલવેનો 35 લોકોનો સ્ટાફ રહેશે તૈનાત

આ અંગે સેન્ટ્રલ ઝોનના સિટી ઈજનેર અતુલ રાવલે જણાવ્યું કે સાંઢિયા બ્રિજ પર જ્યારે ગર્ડર લોન્ચીંગ કરવામાં આવશે ત્યારે રેલવેના અલગ-અલગ વિભાગ જેવા કે સિગ્નલિંગ, ઈલેક્ટ્રિકલ, એન્જિનિયરિંગ સહિતના 35 લોકોનો સ્ટાફ તૈનાત રહેશે. આ તમામ સેટઅપ ગોઠવવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે જે એકાદ-બે દિવસમાં પૂર્ણ થયા બાદ બ્લોક ફાળવી દેવામાં આવશે.

Share Article

Other Articles

Previous

આશરો આપો કાં સમય આપો, 7 દિવસમાં ક્યાં જઇએ? રાજકોટમાં ડિમોલિશન મામલે ગરમાવો,મહિલાઓએ કહ્યું-નોટિસ મળી ત્યારથી ઘરમાં ચુલા નથી સળગ્યા, સૂતા નથી

Next

વિરાટના ફેન્સ માટે ગુડ ન્યૂઝ: કિંગ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી એક્ટિવ થયું, ડિલીટ, હેક કે સસ્પેન્ડ? અનેક સવાલ ઉઠયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
7 કલાક પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
7 કલાક પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
8 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
8 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

હવે તમે એક બેંક ખાતામાં 4 નોમિની ઉમેરી શકો છો : નવા બેન્કિંગ કાયદામાં ગ્રાહકો માટે થયા આ મોટા ફેરફાર
ટેક ન્યૂઝ
10 મહિના પહેલા
વળી બે દેશ વચ્ચે ટેન્શન : ઊતર કોરિયામાં દક્ષિણ કોરિયાની સેનાએ શું કરી નાખ્યું ? વાંચો
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
“ચાંદીપુરા”ની ચિંતા: પડધરી-જેતપુરના ગામડાઓમાં દવા છંટકાવની કામગીરી શરૂ
રાજકોટ
2 વર્ષ પહેલા
‘હું શીશમહેલમાં નહીં રહું…’:શપથ લેતા પહેલાં જ રેખા ગુપ્તાનું નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર