અલવિદા અજીત દાદા…રાજકીય સન્માન સાથે કરાયા અજિત પવારના અંતિમ સંસ્કાર, પુત્ર પાર્થ-જય પવારે પિતાને આપ્યો અગ્નિદાહ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. વતન બારામતી ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. વિદ્યા પ્રતિષ્ઠાન મેદાન ખાતે હજારો સમર્થકોની ભીની આંખો વચ્ચે તેમના પુત્રો પાર્થ પવાર અને જય પવારે પિતાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી અંતિમ વિદાય આપી હતી. આ પ્રસંગે પરિવારના સભ્યો, અનેક દિગ્ગજ નેતાઓ અને હજારો કાર્યકરોએ ‘અજિત દાદા અમર રહે’ ના નારા સાથે લોકપ્રિય નેતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું અવસાન
બારામતીમાં બુધવારે, 28 જાન્યુઆરીના રોજ વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું અચાનક અવસાન થયું. વિમાન લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો, જેમાં અજિત પવાર, પાઇલટ કેપ્ટન સુમિત કપૂર, સહ-પાઇલટ શામ્ભવી પાઠક, ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલી અને વ્યક્તિગત સુરક્ષા અધિકારી વિદીપ જાધવનું મૃત્યુ થયું હતું. આ ઘટનાએ દેશભરમાં શોકની લહેર ફેલાવી દીધી હતી અને રાજ્યમાં એક નવો રાજકીય શૂન્યાવકાશ સર્જ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કાર્યરત AAIB આ અકસ્માતની તપાસ કરી રહ્યું છે. પોલીસે આકસ્મિક મૃત્યુ અહેવાલ (ADR) પણ દાખલ કર્યો છે.
Offered heartfelt last respects to Shri Ajit Pawar, Hon’ble Deputy Chief Minister of Maharashtra, at Baramati.
— Dr. Pramod Sawant (@DrPramodPSawant) January 29, 2026
The nation has lost a mass leader and administrator.
May his soul attain sadgati. Om Shanti. pic.twitter.com/sHog0Bdnkj
મહારાષ્ટ્રના બારામતીમાં અજિત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, શરદ પવાર, સુપ્રિયા સુલે, નીતિન ગડકરી, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ હાજર હતા. બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન સ્મશાનગૃહમાં અજિત પવારના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :કોમ્પ્લિમેન્ટરીનાં નામે કરચોરી…? રાજકોટના પ્રયોશા જવેલર્સ બાદ આર્યા કલબ રડારમાં, SFT રજૂ ન કરતાં આર્યા ક્લબ એન્ડ રિસોર્ટમાં ITની તપાસ
અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવા માટે VVIPs પહોંચ્યા
અજીત પવારને શ્રદ્ધાંજલિ આપવા માટે ઘણા અગ્રણી નેતાઓ બારામતી પહોંચ્યા છે. VVIPs અંતિમ દર્શન માટે લાઇનમાં ઉભા છે. હાજર રહેલા વરિષ્ઠ નેતાઓમાં અમિત શાહ, એકનાથ શિંદે, નીતિન ગડકરી, રાજ ઠાકરે, નીતિન નવીન અને પ્રમોદ સાવંતનો સમાવેશ થાય છે. રાજ્ય અને દેશના અગ્રણી નેતાઓની હાજરી અજિત પવારના રાજકીય કદ વિશે ઘણું બધું કહી જાય છે.
બારામતી વિમાન દુર્ઘટનાની તપાસ પારદર્શક અને ઝડપી રીતે હાથ ધરવામાં આવશે
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે બારામતી વિમાન દુર્ઘટના બાદ, તમામ જરૂરી પ્રતિભાવ અને તપાસ પદ્ધતિઓ તાત્કાલિક સક્રિય કરવામાં આવી હતી. અધિકારીઓએ સંપૂર્ણ, પારદર્શક અને સમયસર તપાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે તપાસ ઝડપથી આગળ વધી રહી છે અને ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે.
