ભંગડાના અપહ્યત બાળકને ઢસાથી મુક્ત કરાવી ચારને ઝડપી લેવાયા
પૂર્વ પત્નીના પતિ સહિત ચાર શખ્સો હુમલો કરી બાળકને ઉઠાવી ગયા હતા
રાજકોટના ભંગડા ગામે યુવાનના પૂર્વ પત્નીના પતિ અને તેના ભાઈ સહિતના શખ્સોએ યુવાનના ઘરમાં ઘૂસી હુમલો કરી પાંચ વર્ષના પુત્રનું અપહરણ કરી ગયા બાદ આજીડેમ પોલીસ ટીમે તાત્કાલિક તપાસ કરી અપહ્યત બાળકને બોટાદના ઢસા ગામેથી મુક્ત કરાવી બે ભાઈઓ સહિત ચાર શખ્સોની ધરપકડ કરી હતી.
રાજકોટ ગામે સીમમાં રહેતા અનેડ્રાઈવિંગ કરતાં દેવરાજ અમરાભાઈ સોલંકી (ઉ.વ.૩૭) પર તેની પૂર્વ પત્નીના પતિકિરણ ઉર્ફે મંગો (રહે. ઢસા) અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સોએ છરી વડેહુમલો કરી તેના પાંચ વર્ષના દિકરા કુલદીપનું અપહરણ કરી જતાં આજીડેમ પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ હતી. દેવરાજે પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું કેતેની પહેલી પત્ની રતન સાથે છુટાછેડા થઈ ગયા છે. તેને સંતાનમાં ચાર પુત્રીઅને બે દિકરા છે. દેવરાજે બીજા લગ્ન અરૂણા સાથે કર્યા છે. જયારે તેની પહેલીપત્ની રતને ઢસાના કિરણઉર્ફે મંગા સાથે લગ્ન કર્યા હતા. તેનો સૌથીનાનો દિકરો કુલદીપ કે જે રતન સાથે રહેતો હોઈ તેના પાંચ વર્ષ પૂર્ણ થતા તેનેસોપી દેવાતા કુલદીપ તેની સાથે ભંગડા ગામે રહેતો હતો. દરમિયાન દેવરાજ સોલંકી પરિવાર સાથે ઘરે હતો ત્યારે ત્યાં કિરણ ઉર્ફે મંગો અનેત્રણ અજાણ્યા શખ્સો બે બાઈકમાં ત્યાં ઘસી આવ્યા હતા.
મંગાએ દેવરાજે કુલદીપને તું રતનને સોંપી દે તેમ કહેતા દેવરાજે તેને કહ્યું કે તેને રતને છુટાછેડા લેતી વખતેબધા છોકરા મારી પાસે રહેશે તેવુ નકકી કર્યું હતું. છતાં ઉશ્કેરાઈચારેય શખ્સો દેવરાજ ઉપર હુમલો કરી કુલદીપનું અપહરણ કરી ભાગી ગયા હતા. આજીડેમ પોલીસ મથકના પી. આઇ એલ. એલ. ચાવડા સહિતના સ્ટાફે તાત્કાલિક તપાસ કરી અલગ અલગ ટીમો કુલદીપને છોડાવવા કામે લાગી હતી અંતે બોટાદના ઢસાથી કુલદીપને મુક્ત કરાવી બોટાદના ઢસાના કિરણ ઉર્ફે મંગો ભાઇ સુરેશભાઇ મીઠાપરા (ઉ.વ2૫) તેના ભાઈ હરેશભાઇ સુરેશભાઇ મીઠાપરા, વિક્રમ બટુકભાઇ ડાભી અને અમરેલીના બાબરાના ઇંદીરાનગર ઉમરપરામાં રહેતા મુકેશ તળશીભાઇ કાવઠીયાની ધરપકડ કરી હતી.