કોણ જોડાયું શિવ સેના શિંદેમાં ? વાંચો
શું કહ્યું અભિનેતાએ ?
ફિલ્મ અભિનેતા ગોવિંદા 14 વર્ષના વનવાસ બાદ ફરી રાજકારણમાં આવી ગયા હતા. ગુરુવારે તેઓ એકનાથ શિંદે શિવસેનામાં જોડાયા હતા. તેમણે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં પાર્ટીના સભ્યપદ તરીકે શપથ લીધા હતા. આ પછી એવી અટકળો ચાલી રહી છે કે શિંદેની પાર્ટી તેમને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ટિકિટ આપી શકે છે. જો આમ થશે તો તે શિવસેના ઉધ્ધવના ઉમેદવાર અમોલ કીર્તિકર સામે ચૂંટણી લડશે.
આ પહેલા બુધવારે ગોવિંદા શિંદે કેમ્પના નેતા અને શિવસેનાના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડેને મળ્યા હતા, જેનો ફોટો પણ સામે આવ્યો હતો. ગોવિંદા અગાઉ 2004માં કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. તેમણે ભાજપના રામ નાઈકને 48,271 મતોથી હરાવ્યા હતા.
ગુરુવારે સીએમ એકનાથ શિંદેએ ગોવિંદાને પાર્ટીની સદસ્યતા આપી હતી. . પાર્ટીમાં જોડાયા બાદ ગોવિંદાએ કહ્યું, મેં વિચાર્યું હતું કે હું ફરી રાજકારણમાં નહીં આવીશ, પરંતુ હવે હું શિવસેનામાં જોડાઈ રહ્યો છું અને મારા માટે તે ભગવાનનો આશીર્વાદ છે.
તે જ સમયે આ દરમિયાન અભિનેતાએ સીએમ એકનાથ શિંદેના પણ વખાણ કર્યા. સાથે વડાપ્રધાન મોદીના પણ વખાણ કર્યા હતા.