ભારતે હવે પાકના કયા નેતાઓના એક્સ હેન્ડલ કર્યા બ્લોક ? જુઓ
પહેલગામ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં શોક અને રોષના માહોલ વચ્ચે ભારત સરકાર પાકિસ્તાન સામે એક બાદ એક પગલાં લઈ રહી છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા હતા.. ફરી એકવાર ભારત સરકારે કાર્યવાહી કરી છે અને પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને ભારત વિરુધ્ધ ઝેર ઓકનારા પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતી.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને નિવેદનોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. અહીં એ નોંધનિય છે કે, ઇમરાન ખાન હજુ પણ જેલમાં છે.
આ પહેલા પણ સરકારે ભારતમાં અનેક પાકિસ્તાની સેલિબ્રિટીઓના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ અને યુટ્યુબ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં હાનિયા આમિર અને માહિરા ખાન સહિત ઘણા પાકિસ્તાની કલાકારોના એકાઉન્ટ્સ પણ શામેલ છે. પાકિસ્તાનીઓ દ્વારા સતત આપવામાં આવી રહેલા નિવેદનોને કારણે ભારત સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.