લંડનમાં કઈ ભારતીય યુવતીની હત્યા થઈ ? કોણે કરી ? વાંચો
લંડનમાં પરણીને ગયેલી અને ત્યાં જ રહેતી 24 વર્ષની પરિણીત યુવતી હર્ષિતા બરેલાની હત્યા કરી દેવાઈ હતી અને તેને પગલે યુવતીના ભારતમાં રહેતા પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયું હતું. યુવતીની હત્યા પાછળ તેના પતિનો જ હાથ હોવાનું બહાર આવ્યું છે.
એવી જાણકારી અપાઈ હતી કે 14 મી નવેમ્બરના રોજ યુવતીની લાશ એક કારમાંથી મળી આવી હતી. હર્ષિતાના માતાએ મીડિયાને એમ કહ્યું હતું કે તેણીએ થોડા દિવસો પહેલા એવી ફરિયાદ કરી હતી કે મારો પતિ મને મારી નાંખશે. હું મારા પતિ પાસે પછી જવા માંગતી નથી.
માતાએ એમ પણ કહ્યું હતું કે તેનો પતિ પંકજ લાંબાએ હર્ષિતાનું જીવન નર્ક બનાવી દીધું હતું. ચાલુ વર્ષે જ તેણી એપ્રિલમાં ભારતથી લંડન ગઈ હતી. 2023 ના ઓગસ્ટમાં તેણીના લગ્ન થયા હતા. અત્યારે તેનો પતિ પણ ભારતમાં જ છે.
દરમિયાનમાં પોલીસે એમ કહ્યું છે કે હર્ષિતાની ગળે ટુંપો દઈને હત્યા કરવામાં આવી છે. પોલીસે તેના પતિને મુખ્ય આરોપી બનાવ્યો છે. જો કે બ્રિટિશ પોલીસે હર્ષિતાના પરિવારને કોઈ મદદ કરી નહતી. અમારો કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી. યુવતીના પિતાએ પણ જમાઈ પર ઘરેલુ હિંસાનો આરોપ મૂક્યો છે.