અમેરિકામાં ભારતીય સ્ટુડન્ટ સાથે શું થયું ? કેટલા સ્ટુડન્ટની હત્યા થઈ ચૂકી છે ? જુઓ
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ શપથના દિવસે જ ગોળીબારની ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. વોશિંગ્ટનમાં હૈદરાબાદના એક યુવકનું ગોળીબારમાં મોત નીપજ્યું હતું. સ્થાનિક પોલીસે હુમલા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. તેમજ હુમલાખોરની ઓળખ કરવાનો પ્રયાસ પણ કરી રહી છે. અજાણ્યા હુમલાખોરો ગોળીબાર કરીને ફરાર થયા હતા.
મૃતક વ્યક્તિની ઓળખ રવિ તેજા તરીકે થઇ છે જે હૈદરાબાદનો રહેવાસી છે. તેનો પરિવાર હૈદરબાદના આર.કે.પુરમમાં રહે છે. રવિ 2022માં માર્ચ મહિનામાં અમેરિકા ગયો હતો અને માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી શોધી રહ્યો હતો.
ઘટનાની જાણકારી મળતાં જ તેનો પરિવાર આઘાતમાં સરી ગયો હતો.
તેલંગાણાના બીજા વિદ્યાર્થીએ અમેરિકામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. અગાઉ નવેમ્બરમાં તેલંગાણાના ખમ્માન જિલ્લાનો રહેવાસી સાંઈ તેજા નુકરપાની શિકાગોમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. અમેરિકામાં અવારનવાર ભારતીયો સતત વધી રહેલા ગન કલ્ચર અને રંગભેદનો ભોગ બની રહ્યા છે.