આપના નેતા સિસોદિયા કેસમાં શું થઈ કાર્યવાહી ? કોર્ટે શું કહ્યું ? વાંચો
દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી થઈ હતી. દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ સિસોદિયાની અરજી પર સુપ્રીમ કોર્ટે સીબીઆઇ અને ઇડીને નોટિસ પાઠવી હતી. . બંને તપાસ એજન્સીઓ દ્વારા નોંધાયેલા કેસમાં મનીષ સિસોદિયાએ જામીન માંગ્યા છે. આ મામલામાં આગામી સુનાવણી હવે 29 જુલાઈએ થશે.
ઇડીએ સિસોદિયા વિરૂદ્ધ લિકર પોલિસી મામલામાં મની લોન્ડરિંગ કેસમાં કેસ નોંધ્યો છે, જ્યારે સીબીઆઈએ ભ્રષ્ટાચારના કેસમાં નેતા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. દિલ્હી લિકર પોલિસી હવે રદ કરવામાં આવી છે, પરંતુ તેમાં કહેવાતા કૌભાંડના આરોપમાં આપના ઘણા નેતાઓ જેલમાં ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પણ દારૂ નીતિ કેસમાં જેલમાં છે. આ કેસમાં રાજ્યસભાના સાંસદ સંજય સિંહ પણ જેલમાં જઈ ચૂક્યા છે અને હાલ જામીન પર બહાર છે.
મનીષ સિસોદિયા 16 મહિનાથી જેલમાં: વકીલ
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચે મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરી. AAP નેતા તરફથી હાજર રહેલા એડવોકેટ વિવેક જૈને દલીલ કરી હતી કે તેમનો અસીલ છેલ્લા 16 મહિનાથી જેલમાં છે. તેમની સામેનો કેસ ઓક્ટોબર 2023માં હતો તે જ તબક્કે છે.