પાકિસ્તાનમાં ફરીવાર શું થયું ? કોને ધોળા દિવસે કરાયા ઠાર ? વાંચો
પાકિસ્તાનમાં તાજેતરના સમયમાં ભારતના દુશ્મનોને જાણે કોઈ વીણી વીણીને ઠાર કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગઇકાલે જ મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના ખાસ ગણાતા અબુ કતાલની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલો હજુ શાંત પણ થયો નથી ત્યાં હવે પાકિસ્તાનમાં વધુ એક ટોચના મુફ્તીની હત્યા કરાઇ હતી. આ કટ્ટરપંથી મુફ્તી હતો તેવો આરોપ મુકાયો છે.
માહિતી અનુસાર અજાણ્યા હુમલાખોરોએ જમીયત ઉલેમા-એ-ઈસ્લામના એક વરિષ્ઠ લીડર પર અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. આ ઘટનામાં વરિષ્ઠ લીડર મુફ્તી અબ્દુલ બાકી મૃત્યુ પામ્યો હતો. પોલીસે આ મામલે કહ્યું કે આ હુમલામાં મુફ્તી અબ્દુલ બાકી નુરઝઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને અનેક ગોળીઓ વાગી હતી જેના બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે દમ તોડ્યો હતો. સુરક્ષાદળોએ હુમલાની પુષ્ટી કરતાં વધુ તપાસ હાથ ધરી હતી.
પાકિસ્તાનમાં રવિવારે ક્વેટાથી તાફ્તાન જતા સૈન્ય કાફલા પર મોટો આતંકી હુમલો કરાયો હતો. જેમાં સાત સૈનિકોના મોત થયા હતા અને 21 ઈજાગ્રસ્ત થયા હતા. જોકે આ હુમલાની જવાબદારી સ્વીકારતાં બલૂચ લિબરેશન આર્મીએ 90 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કર્યો હતો.
