વડાપ્રધાને વિપક્ષને શું કહ્યું ? જુઓ
કોંગ્રેસ શાસિત તેલંગણા પહોંચેલા વડાપ્રધાન મોદીએ વિપક્ષી ગઠબંધનને શક્તિના મુદ્દા પર જોરદાર જવાબ આપ્યો હતો. જનસભાને સંબોધિત કરતાં એમણે એવો આરોપ મૂક્યો હતો કે વિપક્ષે શક્તિને ખતમ કરવા માટે ઘોષણા કરી છે. શક્તિ સામે બોલનારાઓની ચેલેન્જ મને સ્વીકાર્ય છે. શક્તિ માટે હું જાનની બાજી લગાવી દઇશ.
મહારાષ્ટ્રમાં રેલી દરમિયાન રાહુલ ગાંધીએ એમ કહ્યું હતું કે અમે શક્તિની સામે લડી રહ્યા છીએ. વડાપ્રધાને કહ્યું હતું કે મુંબઇમાં વિપક્ષ દ્વારા શક્તિ સામે લડાઈનું એલાન કરાયું હતું અને મારા માટે દરેક માં અને બેટી શક્તિનું રૂપ છે. હું શક્તિ માટે તો મારુ જીવન દેવા પણ તૈયાર છું.
એમણે કહ્યું હતું કે જ્યાં ચંદ્રયાન લેન્ડ થયું હતું તે જગ્યાનું નામ અમે શિવ શક્તિ રાખ્યું છે. બીજી બાજુ શક્તિનો વિનાશ કરવાની વાત કરનારા લોકો પણ છે. એક બાજુ શક્તિની પૂજા કરનારા લોકો છે. જો કે શક્તિનો મુકાબલો 4 થી જૂન થઈ જશે.
મુંબઇમાં શિવજી પાર્ક ખાતેની વિપક્ષી રેલીમાં રાહુલે એમ કહ્યું હતું કે અમે એક શક્તિની સામે લડી રહ્યા છીએ. રાજાનો આત્મા ઇવીએમમાં છે. એ જ રીતે દેશની દરેક સંસ્થામાં પણ છે અને ઇડી તથા સીબીઆઇ અને આવકવેરામાં છે.