દેશના આર્મી વડાએ ક્યાં સ્થિતિ સંવેદનશીલ ગણાવી ? વાંચો
- કાશ્મીર વિષે શું કહ્યું ?
- લદાખ અંગે શું વાત કરી ?
દેશની આર્મીના વડા મનોજ પાંડેએ એમ કહ્યું હતું કે અત્યારે સીમા પર હાલત સ્થિર છે છતાં સંવેદનશીલ છે. પૂર્વી લદાખ વિવાદ વિષે ચીનનું નામ લીધા વિના એમણે કહ્યું હતું કે ઉત્તરી સીમા પર સ્થિતિ નાજુક કહી શકાય છે પણ કાબૂ હેઠળ તો છે જ .સેના દિવસ પહેલા મીડિયા સાથે એમણે મહત્વની વાતચીત કરી હતી.
પાંડેએ કહ્યું હતું કે ઉત્તરી સીમા પર કોઈ પણ પ્રકારની સ્થિતિનો મુકાબલો કરવા માટે પૂરતા સૈનિકો તૈનાત છે. આ સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે નહીં. જો કે પૂર્વ લદાખમાં એલએસી મુદાઓના સમાધાન શોધવા માટે સેના અને રાજદ્વારી સ્તર પર વાતચીત ચાલુ જ રાખવામાં આવી છે.
વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં પાંડેએ વધુમાં એમ પણ કહ્યું હતું કે 2023 મા દેશની સીમાઓ પર હિંસાના બનાવોમાં ઘટાડો થયો હતો. જમ્મુ- કાશ્મીર અંગે એમણે કહ્યું કે એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસોને અમે નાકાં કરી રહ્યા છીએ. કશ્મીરના અંદરના વિસ્તારોમાં પણ હિંસાની ઘટનાઓમાં ઘટાડો થયો છે.
એમણે કહ્યું કે દેશના હિતમાં સેનાએ ખૂબ મોટા અને મહત્વના નિર્ણયો લીધા છે. સેનામાં સમયની માંગ મુજબ આધુનિક ઇલેક્ટ્રોનિક વોરફેરને વધુ મજબૂત બનાવવામાં આવ્યા છ. સેનામાં નવી ટેક્નોલોજીને શામેલ કરવામાં આવી રહી છે. સંચારની ખૂબ જ લેટેસ્ટ સીસ્ટમ રાખવામાં આવી છે.